SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધા અને જ્ઞાન ૨૧૫ જ્ઞાનનું મૂળ શ્રદ્ધા અને શ્રદ્ધાનું મૂળ જ્ઞાન હોય, તે બંનેની એકી સાથે ઉત્પત્તિ શી રીતે માની શકાય? એ પ્રશ્ન થવો સંભવિત છે. તેનું સમાધાન એ છે કે, એક કાળે ઉત્પન્ન થનાર વસ્તુમાં કાર્યકારણભાવ કદી જે નથી, તે એકજ કાળે ઉત્પન્ન થનાર સમ્યજ્ઞાન અને શ્રદ્ધા વચ્ચે કાર્યકાર, ભાવને પ્રશ્ન ઉપસ્થિત શી રીતે થાય ? ન જ થાય પરંતુ આ પ્રશ્ન અધૂરી સમજથી ઉત્પન્ન થયેલ છે. સાન–શ્રદ્ધા કાય—કારણભાવ જ્ઞાન અને શ્રદ્ધાની ઉત્પત્તિ એક કાળે પણ છે અને તે બે વચ્ચે કાર્ય–કારણુભાવ પણ રહેલો છે. એનું તાત્પર્ય એ છે કે-શ્રદ્ધાની ઉત્પત્તિમાં જે જ્ઞાન કારણ છે, તે જ્ઞાન પિતાનું નહિ, પણ પરનું. પ૨નું સમ્યજ્ઞાન જ્ઞાનમાં રહેલી વિપરીતતાને ટાળનારું થાય છે અને જ્ઞાનની વિપરીતતા ટળે, એની સાથે જ શ્રદ્ધા ગુણ ઉત્પન્ન થતો હોવાથી, શ્રદ્ધાનું મૂળ જ્ઞાન છે, એ કથન અક્ષરશઃ સાચું છે. નિસર્ગ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વખતે પણ બાહા આલંબને કે પરાધિગમ નહિ હેવા છતાં દર્શન મેહનીય આદિ પ્રકૃતિએના આંતરિક ક્ષયાપશમથી પૂર્વનું જ્ઞાન એ જ શ્રદ્ધારૂપે પરિણમે છે, તેથી ત્યાં પણ શ્રદ્ધાનું મૂળ જ્ઞાન કહેવામાં કઈ જાતની હરકત નથી. શ્રદ્ધાનું મૂળ જેમ જ્ઞાન છે, તેમ જ્ઞાનનું મૂળ પણ શ્રદ્ધા છે, એ વાત પણ તેટલી જ સાચી છે. આમ તે કોઈ પણ આત્મા, કેઈ પણ ક્ષણે જ્ઞાનરહિત હેતે નથી, પરંતુ શ્રદ્ધા ગુણના પ્રાદુર્ભાવ પહેલાનું તે જ્ઞાન એ અજ્ઞાન (વિપરીત જ્ઞાન-અયથાર્થ જ્ઞાન) ગણાય છે. યથાર્થ જ્ઞાન કે સમ્યજ્ઞાનની ઉત્પત્તિ સમ્યફ શ્રદ્ધાન પછી જ થાય છે, એ અપેક્ષાએ સમ્યક્ જ્ઞાનનું મૂળ શ્રજ્ઞા છે, એ કથન બરાબર છે. સમ્યજ્ઞાન અને શ્રદ્ધા ઉભયની ઉત્પત્તિ એક કાળે હોવા છતાં, એ બંનેના કારણે જુદાં-જુદાં પડી જતાં હોવાથી, નયવાદની દષ્ટિએ જ્ઞાનનું મૂળ શ્રદ્ધા અને શ્રદ્ધાનું મૂળ જ્ઞાન કહેવામાં કઈ બાધ નથી. શાનનું મૂળ શ્રદ્ધા જ્ઞાનનું મૂળ જે શ્રદ્ધા છે, તે સમ્યકજ્ઞાનનું મૂળ છે, નહિ કે વિપરીત કે અયથાર્થ જ્ઞાનનું મુળ. એ જ રીતે શ્રદ્ધાનું મુળ જે જ્ઞાન છે, તે પરનું સમ્યફજ્ઞાન, નહિ કે સ્વનું. અને સ્વનું માનીએ, તે પણ તે સમ્યકજ્ઞાન પહેલાનું મંદ મિથ્યાત્વવાળું અયથાર્થ જ્ઞાન પણ સમ્યકજ્ઞાનનું કારણ બની શકે છે. તેમાં હેતુ કોઈ પણ હોય, તે તે મિથ્યાત્વની મંદ દશામાં વતંતે આગ્રહને અભાવ છે. મતલબ કે નિરાગ્રહી અને મધ્યસ્થ દષ્ટિ આત્મા મિથ્યાત્વવાળી દશામાં પણ સમ્યકજ્ઞાનની પ્રાપ્તિને અધિકારી બની શકે છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy