SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ દરિદ્રતાનિવારણને ઉપાય ૨૦૫ આર્થિક બેકારી કરતાં ધાર્મિક બેકારી વધારે ભયંકર છે, એ વાત મનુષ્ય માત્રને જેટલી વહેલી સમજાય, તેટલું વધારે લાભ છે. ધનની પૂંઠે પડેલે માનવી, ધર્મની પૂઠે કેમ પડતું નથી ? શું ધર્મ એ ધન કરતાં હલકી ચીજ છે? ના, એમ નથી. ધર્મ એ ધન કરતાં ખૂબ જ મૂલ્યવાન ચીજ છે. ધનનું પણ અંતરંગ મૂળ ધર્મ જ છે. છતાં માનવી અનેક નિબળતાઓને વશ છે તેમાં આ પણ એક તેની અજ્ઞાન જન્ય નિબળતા છે, બુદ્ધિને વિપર્યાય છે, મેહધતાનો આ એક પુરાવો છે, જેથી ધનના મૂળ કારણ રૂપ ધમને એ સમજી શક્તા નથી. મોહ અને અજ્ઞાનના અંધાપા નીચે રહેલો માનવી ધનને દેખીને રાચે છે તેમજ નાચે છે, જ્યારે ધર્મ પ્રત્યે એ સરિયામ અરૂચિ દાખવે છે, તેમજ ધર્મની વાત સાંભળીને મેં મરડે છે. ધનને ચળકાટ તેને આકર્ષે છે, કારણ કે તે દેખવા તેને આંખ છે, ધર્મને ચળકાટ તેને આકર્ષત નથી, કારણ કે તેને જોવાની આંખ તેને મળી નથી. મળી છે તે ખુલી નથી એ આંખનું નામ છે વિવેક! જેઓનાં વિવેક ચક્ષુ ખુલી ગયાં છે, તેઓની નજરે ધનને ક્ષણિક ચળકાટ તેટલે આકર્ષક રહેતું નથી, એટલે ધર્મને શાશ્વત–પ્રકાશ રહે છે. ધનના ભોગે પણ તે ધર્મ મેળવવા ચાહે છે. ધર્મ માટે તે ધન છોડવા તૈયાર થાય છે, પણ ઘન માટે ધર્મને છેડવા પ્રાણુતે પણ તે તૈયાર થતો નથી. આ પ્રકારનાં વિવેકચક્ષુ પ્રાપ્ત કરાવનાર જ્ઞાન, શાસ્ત્રજ્ઞાન છે. શાસ્ત્ર વડે વિવેક ચક્ષુ પ્રાપ્ત થતાં જ ધનને ખાટે મેહ માનવીના અંતઃકરણમાંથી પલાયન થઈ જાય છે. અને ધર્મ પ્રત્યે અંતરંગ આદર અને પ્રેમ જાગે છે. એ ધર્મ-પ્રેમ માનવીને સત્ય ૨સ્તે ચઢાવી અનંત કલ્યાણને ભક્તા બનાવે છે. સાચો આશ્રય ધનના અભાવે ધર્મ ન જ થઈ શકે, અથવા ઘણું ઘન હોય તો જ ધર્મ થઈ શકે એ વિચાર પણ મેહને જ એક પ્રકાર છે. ધર્મ માટે વિપુલ ધનની જરૂર નથી અલ્પ ધનમાં કે કઈ પણ અવસ્થામાં ધર્મ થઈ શકે છે, માનવભવમાં ધર્મ કરવા માટે તો જીવને અનેક પ્રકારની વિપુલ સામગ્રી પ્રાપ્ત થયેલી જ છે, તેનો લાભ નહિ લેતાં ધન પ્રત્યેના મિથ્યા મોહને પોષનારા ખોટા તર્કોને આશ્રય લેવા માણસ હેરાય છે, તેને શાઅજ્ઞાન રોકે છે અને સમજાવે છે કે વર્તમાનમાં ધનનો અભાવ છે તે પરિ. સ્થિતિ પણ ધર્મના અભાવે જ ઉત્પન્ન થઈ છે અને તેથી આ લેક અને પરલોકમાં સાચું ઉપયોગી ધન પણ જેને જોઈતું હોય, તેણે ધર્મનો જ આશ્રય લે હિતકર છે. એ ધર્મનો આશ્રય લેવા માટે મળેલી આ માનવભવરૂપી અમૂલ્ય તકને ફેકટ જતી કરવી, એ વિવેકરૂપી વેચનને તિરસ્કાર હેઈ, ત્યાજય છે. વિવેકરૂપી વેચનથી ધર્મનું માહાસ્ય સમજાય છે. તથા એ ધર્મ એ જ સાચું અને શાશ્વત ધન છે, એમ સ્પષ્ટ થાય છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy