SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ દરિદ્રતાનિવારણને ઉપાય ૨૦૩ ખાવાને અન્ન, પીવાને જળ, પહેરવાને વસ્ત્ર, રહેવાને ઘર અને કમાવાને ધન, એમ દરેક વસ્તુની તંગી વધતી જાય છે. એ બધા વચ્ચે માર્ગ કાઢ આજે બુદ્ધિમાન અને સમજદાર મનુષ્યને પણ કઠિન થઈ પડે છે. દેશનાયક અને રાજ્યના અધિકારીઓ અનેક યોજનાઓ ઊભી કરે છે, પરંતુ દરિદ્રતાનો નાશ કરવાને ઊભી કરેલી તે જનાએ જ જાણે નવી દરિદ્રતાને ખેંચી ન લાવતી હોય, તે કપરો અનુભવ થાય છે. દરિદ્રતાનું કષ્ટ દૂર કરવા માટે આજના સમયમાં ભારેમાં ભારે પ્રયત્નો થઈ રહ્યા છે, તે પણ તેને જીતી શકાતી નથી. આ એક નક્કર હકીકત છે કે તેને વિવિધિ દૃષ્ટિથી જુએ છે. અને તેને આજે નહિ તો કાલે દૂર કરી શકીશું, એમ માનીને વિવિધ પ્રકારના પ્રયત્નમાં મશગુલ રહે છે. વૈરાગ્ય શતકમાં કહ્યું છે કે अज्ज कल्लं परं परारिं, पुरिसा चिंतंति अत्थसंपत्ति । अंजलिगयं व तोयं, गलंतमाउं न पिच्छंतिं ॥ અર્થ: પુરુષ અર્થની પ્રાપ્તિને, આજે નહિ તે કાલે અને કાલે નહિ તે પરમે, એ રીતે થાકયા વિના ચિંતવ્યા કરે છે, પરંતુ પોતાનું આયુષ્ય ખેબામાં રહેલા જળની જેમ નિરંતર ગળતું રહેતું હોવા છતાં તેને જોતા નથી. અનેકવિધ દરિદ્રતાઓ શાસ્ત્રકાર મહર્ષિઓની દષ્ટિ દરિદ્રતાના કણને જુદી જ રીતે જુએ છે. અને તે રીત એ છે કે આ જગતમાં મનુષ્યને એકલી ધનની દરિદ્રતા જ પીડી રહી છે, એમ નથી પણ રૂપની, બળની, કુળની, જાતિની, આરોગ્યની, આયુષ્યની, બુદ્ધિની, વિવેકની, વિચારની, આચારની અને ધર્મની–આમ અનેક પ્રકારની દરિદ્રતાઓ માનવને ઘેરી વળેલી છે. એમાં એકલી ધનની દરિદ્રતાને જ આટલે સંતાપ શા માટે? અનેક પ્રકારની દરિદ્રતાઓ વચ્ચે ભીંસાઈ રહેલો માનવી, જ્યારે એક ધનની દરિદ્રતાને જ આટલે મોટે અને બે સંતાપ ધારણ કરે છે, ત્યારે ખરેખર તે કઈ મેટા મેહને આધીન થઈને વર્તી રહે છે, એમ કહેવું પડે છે. સાચું ધન કેવળ ધનને મેહ એ બેટે મેહ છે. ધન જેમ ઉપયોગી છે, તેમ આરોગ્ય કે આયુષ્ય એ શું ઓછાં ઉપયોગી છે ? ધન કરતાં આરોગ્ય અને આયુષ કેટિગણા વધારે કિંમતી છે. છતાં ધનની દરિદ્રતા જ ‘દરિદ્રતા” ગણાય તેનું કારણ શું? આથી આગળ વધીને વિચારતાં એ
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy