SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ આત્મ-ઉત્થાનનો પાયો પુરુયુગપ્રધાને આદિ જન્મતા જ રહે છે કે જેઓ ફરીથી કિયાઉદ્ધાર ઈત્યાદિ કરે છે અને ક્રિયાની પાછળ, ભુલાયેલું કે ભુલાતું જતું જ્ઞાન મેળવે છે. એટલે હાલના મનુષ્યમાં દુષમકાળના પ્રભાવે દેખાતી શિથિલતાઓને વધુ પડતું વજન આપવા કરતાં આપણું કર્તવ્ય, ખૂટતું જ્ઞાન ઉમેરવામાં છે. અને એ રીતે શુભકરણી દ્વારા શાસનને ઉદ્યોત અને ટકાવ તથા પ્રભાવ વધારવામાં વધુ કલ્યાણ સાધી શકાય એમ છે, એવી માન્યતા દઢ કરવામાં છે. દ્રવ્ય વિના ભાવ ન હોય ચમત ક્રિયા પ્રતિષત્તિ માન્યાતથા “ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન” એ વાક્યો શાનાં છે. એ સત્ય છે તે પણ, “વ્ય વિના ભાવ હોય નહિ.” અનંત વાર દ્રવ્ય ચારિત્રના પાલનપૂર્વક શ્રુતધર્મની આરાધના થાય, ત્યારે કોઈ વાર જીવમાં વિલાસ જાગે અને ગ્રથિભેદ થાય.” એ પણ શાનાં જ વાળ્યો છે. તે બંનેની સંગતિ જેવી રીતે થાય, તેવી રીતે તાત્પર્ય કાઢવાં જોઈએ. જેઓ કેવળ દ્રવ્યને જ મુખ્ય માનીને ચાલે છે, તેઓ માટે ભાવનો ઉપદેશ છે અને જેઓ “ભાવ” પ્રત્યે જ ઢળેલા છે, તેઓને દ્રવ્યની જરૂરિયાતને ઉપદેશ છે. વસ્તુતઃ બધાં કારણે મળવાથી કાર્ય થાય છે, અંતિમ (અનંતર) કારણને માનવું એ ભાવનયનો વિષય છે અને પરંપરા કારણુસામગ્રીને પણ કાર્ય સાધક માનવી, એ દ્રવ્યનયને વિષય છે. ઉભય નયને સુમેળ એ જૈન શાસન છે. પ્રવૃત્તિની મુખ્યતા કેટલાક સાધકે એમ કહેતા હોય છે કે પોતાની રુચિની–પિતાના પેટની ભૂખની બીજાને શી ખબર પડે?” વાત સાચી હોવા છતાં સાવ સાચી નથી. કારણ કે એ રુચિ યા ભૂખની પણ જ્ઞાનીઓને ખબર પડે છે. એટલા જ માટે જ્ઞાનીઓ એ ગુણસ્થાનકના ભેદ પાડીને પ્રત્યેક ગુણસ્થાનકને ચગ્ય કરણીઓને પણ સ્પષ્ટ નિર્દેશ કર્યો છે, અને ગુણસ્થાનકને સમજવા માટે “પરિણતિ' નહિ, પણ “પ્રવૃત્તિને જ મુખ્ય માની છે. એ વાત ઉપર જણાવી છે. પોતે કઈ કરણી, કયા વ્રત-નિયમ આદિને ઉચિત છે, એ જાણવા માટે ગુર્નાદિકનું અવલંબન પણ બતાવ્યું છે. એ રીતે પરીક્ષા કરીને પિતાની રુચિ યા ભૂખને સર્વથા અનુરૂપ પિતાની ભૂમિકા સમજી શકાય છે. એલી નિરપેક્ષ “માગનુસારિતા” ઉપર ભાર દેવાથી “માર્ગનુસારિતા” જ ઊડી જાય છે. એકલી નિરપેક્ષ “સર્વવિરતિ ઉપર ભાર દેવાથી “સર્વવિરતિ જ ઊડી જાય છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy