SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મના સાધકને માદન દ્રષ્યપૂજાનું મહત્ત્વ મહામહોપાધ્યાય પ. પૂ. શ્રી યાવિજયજી મહારાજ રચિત ૧૨૫ ગાથાના સ્તવનના ૮, ૯, ૧૦ એ ત્રણ ઢાળામાં એ વિષય પૂરેપૂરા સ્પષ્ટ કર્યાં છે. જેને વાંચવાથી દ્રવ્યપૂજાનાં પરિણામ—સહ્ય જીવનાં—સતેજ થયા સિવાય રહેતાં નથી. ૧૭૯ 6 દ્રવ્યપૂજા કરનારા ખીજાનાં જીવન અશુદ્ધ અને મલિન છે,' એમ વિચારવા કરતાં જેએનાં અંતર મલિન નથી અને જ્ઞાનીએની આજ્ઞાનુ' આશધન કરવાના પરિણામમાંથી જેને ‘દ્રવ્યપૂજા ’ની કરણી કરવી છે, તેને એ અનુષ્ઠાન, ‘ક્રૂપ 'ના દૃષ્ટાંતથી સ'સારને પાતળા કરનારું થાય છે, એ વાત સિદ્ધ છે. તેથી ગૃહસ્થાને અપેક્ષાએ ભાવપૂજા કરતાં પણ દ્રવ્યપૂજા પરમ મંગળ કરનારી છે અને દ્રવ્યપૂજાપૂર્વકની ભાવપૂજા જ શાન્તિ આપનારી છે, એવા અનુભવ થયા સિવાય રહેતા નથી. દ્રવ્ય વિના એકલી ભાવપૂજા થાડો વખત રુચિકર લાગે તાપણ તે રુચિ ચિર’જીવી મનતી નથી. તેને ચિર'જીવી બનાવવામાં દ્રવ્યપૂજાપૂર્વક ભાવપૂજને જ્ઞાનીઓએ બતાવેલા ક્રમ એ જ ફળદાયી ખને છે, એવા જ્ઞાની પુરુષાના એટલે પ. પૂ. શ્રી હરિભદ્રસૂરિ આદિ સૂરિપુંગવાના ચાસ અભિપ્રાય છે. પાત્રતા કેળવવાના ઉપાય એવું સાંભળવા અને વાંચવામાં આવે છે કે, શુભ અનુષ્ઠાનમાં વિશેષ શુભભાવની વૃદ્ધિ થાય છે પણ એવું અનુભવમાં આવતું નથી.' ઇત્યાદિ મૂંઝવણભર્યા પ્રશ્નોનું અથવા એવા અનુભવ નહિ થવાનું કારણ તત્ત્વના જ્ઞાનની ન્યૂનતા અથવા અસ્પષ્ટતા સિવાય બીજુ` કાંઈ હાતું નથી. એ ન્યૂનતા કે અસ્પષ્ટતા શું છે, તત્સંબંધી સ્પષ્ટતા મનનપૂર્વક વાંચવાથી ‘શુભઅનુષ્ઠાના શુભભાવની વૃદ્ધિ માટે અનિવાર્ય છે,’ એવા વિશ્વાસ જાગ્યા સિવાય રહેશે નહિ. ‘માર્ગાનુસારીના ગુણા એ ધમના પાયા છે’ એવા નિશ્ચય યથાર્થ છે. એ જ રીતે ધમ રત્ન પ્રકરણમાં બતાવેલા શ્રાવકના અક્ષુદ્રાદિ એકવીસ ગુણા પણ ધ રત્નની પ્રાપ્તિ માટેની ચેાગ્યતાના મુખ્ય હેતુએ છે. તથા બીજા પણ પાત્રતા વિકસાવનારા, ઓદાય, દાક્ષિણ્ય, ગાંભીય, ધૈય, સાજન્ય આદિ ગુણ્ણાના વિકાસની પણ ઘણી જરૂર છે. અને એ રીતે પાત્રતા કેળવાયા બાદ ‘પાત્રમાયાન્તિ સમ્પį:’ પાત્ર જીવાને સંપદા એ આવી મળે છે. અર્થાત્ પાત્ર વ્યક્તિ તરફ ગુણરૂપી સ‘પદાએ ખેલાવ્યા વિના કે ઇચ્છા કર્યા વિના પણુ, સમુદ્રની તરફ નદીએ ખે‘ચાઇ આવે છે તેની જેમ ખે'ચાઇ આવે છે. એટલે પાત્રતા કેળવવાના વિચાર તેમ જ તે મુજબના આચાર એ જ સૌથી શ્રેષ્ઠ અને નિર્ભીય જીવનમા છે. એ ક્રમે ચડેલા આત્માઓના પતનના સ`ભવ રહેતા નથી.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy