SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ વસ્થતાપૂર્વક માત્ર કર્યું. પછી પાછા પાટ પર બેઠા. તે સમયે મુનિ ભગવંતોએ પૂજયશ્રીને પ્રાર્થના કરી. જે આપ બે મિનિટ પાટ પર બેસે તે ગળામાં જે કફ અટકે છે તે છૂટે થાય” ત્યારે પૂજ્યશ્રી બોલ્યા, હવે આ છે . સમય છે.” આટલું કહીને પૂજ્યશ્રી પાટ પર પગ લાંબા કરી બેસી ગયા. સજાગ અને સાવધાન બની ગયા. સહુ સાથે સમાપના કરી. તેમાં જે કફનો અવાજ આવતું હતું, તે ધીરે ધીરે મંદ પડવા લાગ્યા. બધા મહાત્માએ ખુશ થયા કે, હાશ! આપણું ગુરુજીને રાહત થઈ... પહ, એ રાહત ઠગારી નીકળી. કારણ કે પૂજ્ય મુનિરાજ શ્રી વાસેનવિજયજી મહારાજે પૂજ્યશ્રીની નાડી તપાસી અને એક મિનિટમાં તે એમની ચીસ નીકળી કે...ગુરુ મહારાજ ! ની જાય છે...! પિતાના પ્રાણપ્યારા પરમ ગુરુદેવની છેલલા પંદર-પંદર વર્ષથી ખડે પ સેવા કરીને પોતાને ગુરુજીમાં વિલીન કરી દીધા હતા. તે ગુરુજીની નાડી બંધ પડે, દિગની વસમી વેળા નજર સમક્ષ આવે અને એ ભક્ત શિષ્યની ચીસ નીકળે તેમાં નવાઈ ન હતી. તરત જ મુનિ શ્રી કુંદકુંદવિજયજીએ સાહેબજીના કાન પાસે મુખ રાખી શ્રી નમસ્કાર મહામગ્ન સંભળાવવાનું ચાલુ કર્યું. શ્વાસ મંદ પડતે ગયે... આઠના ટકોરા થયા.. ત્યાં એકા એક પૂજ્યશ્રીની બન્ને આંખે ખુલી ગઈ. તે વાત્સલ્ય વરસાવતી ખુલી સૌમ્ય અને... પરમ તેજને પ્રકાશ પાથરતી હતી અને આરાધનાનું અમૃત વરસાવતી હતી. અંતિમ સમયે એ જ અમૃતનું સર્વને દાન કરતી... સબગ બની. સર્વ જેને ખડાવતાં–ખમાવતાં, નમસ્કાર મહામંત્રનું રટણ-શ્રવણ કરતાં કરતાં, ધૂન સાંભળતા... સબળતા ખૂબ જ સમાધિપૂર્વક રાતના આઠ કલાક. દર મિનિટે તે સજાગ આંખો સદાયને માટે મીંચાઈ ગઈ...! મૃત્યુ મંગલમય બન્યું, સમાધિ”ને વર્યું...! પૂજ્યપાશ્રીના સોપાંગ જીવનના મર્મના તાગને પામવું તે અશક્ય પ્રાયઃ છે, પણ એમના યત્કિંચિત્ જીવનને જે જવું હોય તે તેમનું જીવનચરિત્ર પૂજ્ય પંન્યાસજી મહારાજ” પુસ્તક વાંચવાથી કંઈક આંશિક જીવન લયાની અનુભૂતિ થશે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy