SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ આત્મકથાનના પાયે પિતે કરેલા અપરાધની સામા પાસે ક્ષમા માગવી–એ એટલું શૂરાતન ભર્યું કાર્ય નથી, જેટલું સામાએ કરેલા અપરાધની ક્ષમા આપવી તે છે. આજ્ઞાકારક શ્રી જિનેશ્વર પરમાત્માની આજ્ઞાનું પૂરું બહુમાન ત્યારે થયું ગણાય, જ્યારે ગમે તેવા પાપી જીવને તિરસ્કારવાની અધમવૃત્તિ સમૂળ ઉખડી જાય. જેએ સહવામાં કાયર છે, ખમવામાં નબળા , તેઓ સંસારમાં સબડવાના કારણ કે સહ્યા સિવાય, ખમ્યા સિવાય, કેઈ જીવ શિવપદને લાયક બનતું નથી. કર્મઋણ અર્થાત્ વિશ્વત્રણ ચૂકવાને ઉત્તમ માર્ગ સહવું તે છે, ખમવું તે છે. તેને ઈન્કાર ત્યાં સંસાર, તેનો સ્વીકાર ત્યાં ધર્મ. ઘર્મનું મૂળ ધર્મનું મૂળ “આચાર કે વિચાર”? એ પ્રશ્ન ઘણીવાર ઊભો કરવામાં આવે છે. આચાર” વિના “વિચાર” સુધરે જ નહિ, અગર “વિચાર” વિના “આચાર” સુધરે જ નહિ; એવા અંતિમ નિર્ણય પણ ઘણીવાર આપવામાં આવે છે. સત્ય હંમેશાં સાપેક્ષ હોય છે, તેથી કઈ એકપક્ષીય નિર્ણય હંમેશા સત્ય તરફ દેરી જવામાં સહાયક નથી નીવડત, એટલે સત્યની ઝંખનાવાળા મનુષ્યને ફરજીયાત બંને બાજુના નિર્ણયને માન્ય રાખવા પડે છે. જેમ “આચાર” વિના “વિચાર” સુધરે નહિ, તેમ “વિચાર” વિના “આચાર સુધરે નહિ. અથવા જેમ “આચારને સુધારવા માટે વિચારને સુધારવાની જરૂર છે, તેમ વિચારને સુધારવા માટે “આચારને સુધારવાની પણ જરૂર છે એ બંને વાત “જીવનશુદ્ધિ” રૂપી સત્યની ઝંખનાવાળાને અવશય આવકારદાયક થઈ પડે છે. “જેન–આચાર” તેનું સ્વરૂપ અને મહત્વ સમજવા માટે “જેન-વિચાર” તેનું સ્વરૂપ અને મહત્વ સમજવાની અગત્યતા અનિવાર્ય થઈ પડે છે. કારણ કે આચારનું મૂળ “વિચાર” માં છે. જેન-વિચાર” એટલે શ્રી જિનેશ્વર દેએ કેવળજ્ઞાન પામ્યા બાદ ફરમાવેલ “તત્વજ્ઞાન ”ને જે પુરુષોએ શ્રદ્ધાપૂર્વક ઝીલ્યું અને જીવનમાં ઉતાર્યું, તે પુરુષના વિચાર એ જ સાચા જૈન વિચાર અને સાચું જેન–તવજ્ઞાન છે. જીવનું સ્વરૂપ, જગતનું સ્વરૂપ અને ઈશ્વરનું સ્વરૂપ-એ ત્રણના સ્વરૂપને સમજાવનાર જ્ઞાન અને શબ્દ છે. તેનાં સ્વરૂપને જે રીતે મહાપુરુષે જણાવે છે, તે રીતે તેને સંક્ષેપથી અથવા વિસ્તારથી જાણવું, સમજવું અને વિચારવું એ “જૈન-વિચાર” છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy