SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ-ઉત્થાનના પાયા મંત્ર, તંત્ર, ય.ત્ર, દેવગુરુપૂજન, ભક્તિ, સ્મરણ, જ્ઞાન, ધ્યાન આદિ આજ્ઞાના આરાધન સ્વરૂપ બને છે, ત્યારે સાનુ ́ધ બને છે અને મુક્તિ પર્યંત પહોંચાડે છે. ચાર ગતિ, પાંચ જાતિ અને ૮૪ લાખ ચેાનિ, તેના કારણભૂત ચાર કષાય, પાંચ વિષય અને અઢાર પાપસ્થાનક ત્યાં સુધી જ ટકે છે, જયાં સુધી આજ્ઞાપાલનના અધ્યવસાય પ્રગટો નથી. ૧૪૦ સ'સારમાં સુખ કે દુઃખ આજ્ઞાપાલન અને આજ્ઞા વિરાધનનુ' ફળ છે. આજ્ઞાનુ પાલન સર્વ જીવનિકાયને હિતકારી છે, શ્રેયસ્કર છે, આજ્ઞાનું વિરાધન સ્વચ્છ દને પાષનારૂ હાવાથી અકલ્યાણકારી, અહિતકારી છે, તેથી વર્જ્ય છે. સર્વજ્ઞ, સર્વદર્શી, વીતરાગ શ્રી તીર્થંકર પરમાત્માની બાબતમાં સહેજ પણ સંદેહ રહે છે ત્યાં સુધી દેહના દેહીને નિઃસåહપણે અપનાવવારૂપ આજ્ઞાપાલન માટે જરૂરી સર્વ વણુ પ્રગટયું રહે છે. માટે આજ્ઞાને જીવનપ્રાણ બનાવીને જીવતાં શીખવું જોઇએ. 卐 આજ્ઞાપાલન એ જ ધમ કરુણાના સાગર ધર્મના દાતાર શ્રી તીથકર પરમાત્માનાં જે અનંત ઉપકાર આપણી પર છે તે વચનાતીત છે. આ જ કારણે આપણા આત્મામાં સામર્થ્ય પ્રગટાવવા માટે તેમની ઉપાસના પરમ આલ"મનભૂત છે. તેમની ઉપાસનામાં રહેલા સામર્થ્યના વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ વિચાર કરવા હાય તા કરી શકાય. કોઈ સમર્થ સમ્રાટના શરણે જનારની પડખે, આખા સામ્રાજ્યનું ખળ ઉભું રહે છે. તેમ જીવ જ્યારે શ્રી તીર્થંકરદેવની ઉપાસના કરે છે ત્યારે આખી ધર્મ મહાસત્તા (cosmic power) નું બળ તેની પડખે રહે છે. અને એ જીવને સહીસલામત રીતે મેાક્ષ સુધી પહોંચાડવાની જવાબદારી ધમ-મહાસત્તાની બની જાય છે. રેલ્વેના પ્રવાસમાં ટિકિટ ખરીદીને ટ્રેનમાં બેસતાં, રેલગાડી સહીસલામત રીતે ઇચ્છિત મુકામે પહોંચાડી દે છે. મુસાફરીની આ સલામતી પાછળ સાબદુ રેલ્વેત ત્ર તેમજ ચેાકીયાત દળ જાગતુ' રહે છે. તેથી એક સ્થળેથી બીજા સ્થળે હેમખેમ પહોંચાડવાના સઘળા યશ, વ્યવસ્થિત રેલ્વેતંત્ર તેમજ સુરક્ષાદળ આદિના ફાળે જાય છે તેમ શ્રી તીર્થ "કર ભગવંતાની ઉપાસના કરનારને, તેઓની આજ્ઞા મુજબ જીવન જીવનારને સમગ્ર ધર્મ મહાસત્તાનું પીઠબળ મળી રહે છે. કારણ કે એ ધર્મ મહાસત્તાના સર્વ સત્તાધીશ છે; એટલે તેમની આજ્ઞાના ધર્મ મહાસત્તાની સમગ્ર સેના ઊભી રહે છે. શ્રી તીથ કર ધ્રુવા આરાધકના પડખે
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy