SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ મહામૂલી મિત્રીભાવના ૮૫ પિતાનાં જ સુખદુઃખની ચિંતા કરવાને ટેવાયેલ અને તેના પરિણામે જ તીવ્ર સંકુલેશને અનુભવતે જીવ જ્યારે ઉપરની વિચારણામાં ઓતપ્રોત થાય છે, ત્યારે અત્યંત શીતળતાને અપૂર્વ અનુભવ કરે છે. ધર્માનુષ્ઠાનની સફળતાને આધાર આપણા ચિત્તની શાતિ કે સુખને જ નહિ પણ આપણા પ્રત્યેક ધર્માનુષ્ઠાનની સફળતાનો આધાર પણ શાસકારોએ આ ભાવના(મંત્રી)ની દઢતા પર અવલંબે છે, એમ જોયું છે. અને તે કારણે જે ધર્માનુષ્ઠાનની પાછળ આ ભાવનાનું બળ નથી, તે ધર્માનુષ્ઠાનને, ધર્માનુષ્ઠાનની ગણતરીમાં લેખવાની ના પાડી છે. આ ભાવના, સાચે જ ભવ(ઈચ્છા)નાશિની છે. મહામૂલી મૈત્રીભાવના મૈત્રી ભાવનાના આદ્ય પ્રકાશક-ઉપદેશક શ્રી અરિહંત પરમાત્મા છે, તેને સિદ્ધ કરનાર સિદ્ધ પરમાત્મા છે. તેને જીવનમાં નખ-શિખ આચરનારા આચાર્ય ભગવંતે છે. તેને આંતર-બાહ્ય જીવનમાં સાધનારા સાધુ ભગવંતે છે. તેમને કરેલ નમસ્કાર અમૈત્રીરૂપી પાપભાવને નાશ કરનાર છે અને પરમ સ્નેહભાવને વિકસાવી સર્વ મંગળોને ખેંચી લાવનાર છે. નેહભાવના વિકાસથી ધર્મની પ્રાપ્તિ અને વૃદ્ધિ થાય છે, તેનાથી સર્વ સુખોનું આગમન અને લાભ થાય છે. મૈત્રીભાવના વિકાસથી, દુખ જેનું ફળ છે, તેવા હિંસાદિ પાપોથી મુક્ત થવાય છે. મૈત્રીભાવથી ભરેલા પરમેષિઓના શરણથી છવમાં રહેલે મુક્તિગમન મેગ્યતાને વિકાસ થાય છે અને કર્મના સંબંધમાં આવવાની જીવની અગ્યતાને હ્રાસ થાય છે. તાત્પર્ય કે વિવેકરૂપી યોગ્યતાના વિકાસ માટે અને અવિવેકરૂપી અયોગ્યતાના નાશ માટે પરમેષ્ટિ નમસ્કાર અમેઘ સાધન છે. યોગ્યતાના વિકાસથી મિત્રીભાવને વિકાસ થાય છે. તેનું જ નામ અનુક્રમે પાપ નાશ અને મંગળનું આગમન છે. પ્રત્યે અમૈિત્રી એ મોટું પાપ છે, મહામિથ્યાત્વ છે, અનંતાનંત આત્માની ઉપેક્ષા છે, અનાદર છે, અવગણના છે, ભયાનક સંકુચિતતા છે. તેને નાશ એક મૈત્રીથી શક્ય છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy