SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ તેને મૂળમાંથી સાકર મળતી નથી. માટે પ્રભુતા જોઈતી હોય તે આત્માને નમ્ર બનાવે“સમાજમાં, સંઘમાં કે કુટુંબમાં હું જ મોટે, મારા વિના બધું કામ અટકી પડે. મારા જેવી બુદ્ધિ કેઈનમાં નહિ.” આવા અભિમાનના શબ્દો બોલશે નહિ. કોઈ તમને સર્વગુણસંપન્ન સુશ્રાવક આદિ કહે તે કુલાશો નહિ. પણ તમારા જીવનને તપાસજો કે મારામાં આવા ગુણ છે? ગુણ વિનાની પદવી ભારે પડશે. શરીરની રક્ષા માટે મધ, માંસ અને દારૂ પણ વાપરતે હેય. શ્રદ્ધાના પણ કેકાણાં ન હોય, અને પિતાની જાતને સુશ્રાવક કહેવડાવતે હેય તે તે શું દંભ નથી? નિષકુમાર નિભ જીવન જીવવા તૈયાર થયા છે. માતપિતાની આજ્ઞા મળી ગઈ છે. હવે મોટા મંડાણે દિક્ષા મહોત્સવ ઉજવાય છે. માતાપિતા પોતાના એકના એક પ્રાણથી પણ પ્યારા પુત્રને પ્રભુ નેમનાથના ચરણેમાં સેપે છે, અને માતા આશીર્વાદ આપે છે કે “બેટા ! અણજીત્યાને જીતજે. જીતેલાનું રક્ષણ કરજે. ઈન્દ્રિય તથા મનને આધીન બનીશ નહિ. સંયમની અપૂર્વ આરાધના કરતાં દેહની પણ દરકાર કરીશ નહિ, અને આત્માની એવી સાધના કરજે કે ફરી માતાને પેટ જન્મ ન લેવો પડે” નિષકુમાર અણગાર સંયમ અંગીકાર કરી અગ્યાર અંગને અભ્યાસ કરે છે. આજે સાધુ સાધ્વીજીઓ આગમનું જ્ઞાન પ્રાપ્ત કરવાની મને વૃત્તિ ઓછી ધરાવે છે. પણ આગમ અરીસે . તેમાં જીવનનું સ્પષ્ટ દર્શન થઈ શકે છે અને યથાર્થ રીતે સ્વ સમયને જાણનાર, પર સમયથી પરાસ્ત થતું નથી. નિષધકુમાર અણગારે ખૂબ સારી રીતે નવ વર્ષ સુધી સંયમનું પાલન કર્યું. તે દરમિયાન વિચિત્ર પ્રકારના તપનું આરાધન કર્યુંઅને ૨૧ દિવસને સંથારો કરી પાપસ્થાનની આલોચના, પ્રતિક્રમણ કરી સમાધિપૂર્વક કાળધર્મ પામી સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. વરદત્ત મુનિ પૂછે છે કે હે પ્રભુ! તે દેવ કેટલી સ્થિતિએ ઉત્પન્ન થયા? અનંતજ્ઞાની નેમપ્રભુ ફરમાવે છે. કે ૩૩ સાગરોપમનું આયુષ્ય ત્યાં ભેગવશે મુનિ કહે છે હે પ્રભુ! કેટલા કર્મ બાકી રહ્યા? પ્રભુ કહે છે હે મુનિ! એક છઠના પચ્ચખાણ કરવાથી જેટલા કર્મ તુટે તેટલાં જ બાકી રહયા અને જીવનું જે વધારે આયુષ્ય હેત તે એટલે કે ૪ મિનિટ અને ૧૧ સેકંડ એટલા સમયનું વધારે આયુષ્ય હેત તે તેઓ સીધા મેક્ષમાં જાત. સમયની કેટલી કિંમત છે? નિષધકુમારની વિરોષ વાત અવસરે કહેવાશે.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy