SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં નિષકુમારને અધિકાર ચાલે છે. નિષકુમાર પ્રભુ નેમનાથ પાસેથી વૈરાગ્યવાસિત હૈયે રાજયમાં આવે છે. આજે એમના હૈયાની ઊર્મિઓ હૈયામાં સમાતી નથી. કરોડ રૂપિયા એકાએક પ્રાપ્ત થાય અને જે હર્ષનાદ થાય તેના કરતાં પણ અધિક હર્ષ તેઓ અનુભવી રહેલા છે. તેઓ ભાવી અણગાર થવાના સ્વપ્નમાં નાચી રહ્યા છે. રાજ્યમાં આવી તરત માતપિતા પાસે આવે છે. માતાપિતાને નમન કરી વિનયપૂર્વક દીક્ષાની આજ્ઞા માગે છે. નિષકુમારની વાત સાંભળી માતપિતાને આશ્ચર્ય થાય છે. પચાસ પચાસ રમણી એને ભરથાર, અઢળક લક્ષ્મીને સ્વામી અને ભાવિને રાજા તેને આ ભેગને અવસરે વેગ લેવાની ઈચ્છા શા માટે થાય ? માતાપિતા સંયમની અંદર આવતી મુશ્કેલીઓ તથા અનુકુળ પ્રતિકુલ ઉપસર્ગોની અનેક વાત સમજાવે છે. અને કહે છે “ બેટા ! કુલની શૈયામાં સુનાર, સુખના સાધનાથી જીવન ચલાવનાર, મુશ્કેલીનું દર્શન પણ કર્યું નથી. એથી તું સંયમ ન પાળી શકે અહીં ખમ્મા ખમ્મા થાય છે. એક માગ ત્યાં અનેક વસ્તુ તારી સામે આવે છે. આ તારી પચાસ પત્નીએ પણ તને કેટલી અનુકુળ છે. વળી પ્રજા પણ તને કેટલી ઈચ્છી રહી છે, માટે આ બધું છોડી તારે સંયમને પથે જવું તે ગ્ય નથી. રાજ્ય ચલાવતાં ચલાવતાં યથાશકિત ધર્મધ્યાન કર. માતપિતાના મળ અને લેભામણું વચન સાંભળી નિષકુમાર કહે છે. “હે માતા પિતા ! આ સંસારના સુખો ગમે તેટલાં સેહામણું દેખાતાં હોય પણ તે જીવને ભવચકમાં ભમાડનાર છે. દુર્ગતિમાં લઈ જનાર છે. વળી આ જીવે અનંત જન્મમાં અનંતીવાર દેવતાના સુખે પણ ભોગવ્યા છે. અને નારકીની અત્યંત વેદના પણ સહન કરી છે નારકીના દુઃખ પાસે સંયમનું કષ્ટ તે કાંઈ હિસાબમાં નથી વળી જે કાયર છે તેને સંયમ પાળ દુષ્કર લાગે છે શૂરવીરને માટે કંઈ અઘરું નથી મારે હવે મારા આત્માનું શ્રેય કરવું છે અને પ્રભુ નેમનાથના જેવા નાથ મલ્યા. અને હું અનાથ રહી જાઉં? અમૃત ભેજનને થાળ મારી સામે આવ્યું હોય અને હું ભૂખે રહી જાઉં ? ક્ષીર સમુદ્રના અમૃત સમા વારીનું પાન કરવાને અવસર આવ્યું અને લવણુ સમુદ્રના ખારા જળની ઈચ્છા કરૂં? વળી હું જે ત્યાગ કરવાને હું તેના કરતાં અનંતગણું પ્રાપ્ત કરવાને છું. માટે આપ મને શીધ્રમેવ દીક્ષાની આજ્ઞા આપે. હવે મારે આ ચાર ગતિના દુઃખ જેવા નથી. પાંચમી ગતિ કે જ્યાં ગયા પછી કદી પાછું આવવાનું નથી, તે પ્રાપ્ત કરવી છે. “કેવા કેવા વર્ણન સ્વામી, મેં સુપ્પા એ મલકના, અધીર બન્યો છે મારો આત્મા એ.જીરે, જન્મ જરા મૃત્યુ કેરા દુખડાને બદલે સ્વામી,
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy