SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪૮ ચક્ષુઈન્દ્રિય પર વિજય મેળવો મુશ્કેલ છે. જ્યાં જઈએ ત્યાં રૂપ નજરે પડે છે. હમિ જેવો મહારથી પણ રાજુલનાં રૂપને જોઈને ખરાબ માંગણી કરી બેઠો. સીતાના રૂપમાં અંધ બનેલો રાવણ રણમાં રોળાયો. રૂપની પાછળ અનેક પતંગીયાએ બલિદાન આપી દે છે. મેનકાનું રૂપ જોઈ વિશ્વામિત્રનું ૪૦ હજાર વર્ષનું તપ પૂળમાં મળી ગયું. માટે ચક્ષુ પર સંયમ મેળવે અતિ કઠણ છે. ત્રીજા મુનિએ કહ્યું. “મારી દૃષ્ટિએ ઘણેન્દ્રિય જીતવી સૌથી કઠિન છે. સુગંધી પુદગલે મનને બહેલાવી જાય છે. અને દુર્ગન્ધ આવે તે સહન થતી નથી. તરત કપડું નાક પર મૂકી દઈએ છીએ.” વળી ચોથા મહાત્માએ કહ્યું, “ભાઈઓ! તમારી ભૂલ થઈ રહી છે. સૌ કરતાં વધારે કામ જીભ કરે છે. જીભ બે ધારૂં ખગ છે. બોલવામાં અને ખાવામાં બે રીતે આપણને નુકસાન પહોંચાડે છે. જે મુનિ રસેન્દ્રિય પર કાબૂ ન મેળવે, અનેક મધુરી વાનગીમાં આસક્ત થાય તે સાધનાને શિખરે ચડે ઊંડી ખીણમાં ગબડી પડે છે. અને વાણી પર નિયંત્રણ ન મૂકે તે કંઈકના જીવનમાં ઝેર વ્યાપી જાય છે. પ્રિયજન માં વેરનાં બી વવાય છે. એક વખત એક પ્રધાને તેના રાજાને કહ્યું, રાજન ! જીભમાં અમૃત છે અને જીભમાં ઝેર છે. કડવાશ અને મીઠાશ બંને જીમમાં રહે છે. આ સાંભળી બાદશાહે પિતાની જીભ આખા મોઢામાં ફેરવી પણ તેને કડ-મીઠો સ્વાદ ન આવ્યું. આથી પ્રધાનને કહ્યું, “પ્રધાનજી! તમે કહે છે, જીભમાં કડવાશ અને જીભમાં મીઠાશ છે પણ તે કેમ માની શકાય? મને તે એ અનુભવ થતું નથી. તમારી કહેલી વાતને તમે સાબિત કરી દયે તે હું માન.” પ્રધાને કહ્યું. રાજન ! “તાંબાને પગે લેખ કરી આપ કે તેને માટે હું કઈ પણ ઉપાય અજમાવું તે આપ શિક્ષા નહિ કરે” રાજાએ એ પ્રમાણે લખી આપ્યું. એ પછી થોડાં દિવસે પ્રધાને રાજાને કહ્યું. “જન્ ! આજે વીરપસલીને દિવસ છે. મહારાણીને મેં બહેન માન્યા છે. આજે હું તેમને જમવા માટે આમંત્રણ આપું છું. આપ મહેરબાની કરી મારું આમંત્રણ સ્વીકાર” પ્રધાનની ઈચ્છાને રાજાએ સ્વીકાર કર્યો અને મહારાણીને માનભેર જમવા માટે મોકલ્યા. પ્રધાને રાણીનું ખૂબ જ સુંદર સ્વાગત કર્યું. બહેન માટે ગાલીચા પાથર્યા. ખૂબ સુંદર શબ્દોથી નવાજ્યા. ભાઈને પ્રેમ, બહેન પ્રત્યેની લાગણી જોઈને રાણી સાહેબાએ વિચાર કર્યો કે મારા ભાઈને પાંચ ગામ ભેટ અપાવું અને બહેન જવા તૈયાર થઈ ત્યારે ભાઈએ કહ્યું. “આ ગરીબની ઝુંપડીએ કઈવાર તમારા પુનિત પગલાં કરજે” હેનને એટલે આનંદ છે કે તેમણે વિચાર્યું કે રાજમાં જઈ તરત મારા ભાઈ. માટે ૨૫ ગામ લખાવી લઉં. રથ રવાના થતું હતું ત્યારે પ્રધાને મોટેથી તેમની પત્નીને કહ્યું. “આ તરકડી જમીને ઉઠી ત્યાં ચેક કર્યો કે નહિ? આ વચન કર્ણપટ પર પડતાં જ રાણીને પતે ગયે. અરર...આ ભાઈ મેઢે મીઠડે અને મને તરકડી કહે છે? આનું
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy