SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૩ પચાવતે ગયે. પણ ધીમે ધીમે એવી કડી હાલત આવી કે ઘરબાર-દુકાન બધું વેચાઈ ગયું, દરદાગીના ગયાં. એક ઝુંપડામાં નિવાસ કર્યો. અત્યાર સુધી અનેક સગાંસંબંધીઓ હતાં પણ ગરીબીમાં સહુ દૂર થયાં. એની પાસે જઈએ તે પણ ન ગમે. પિસાવાળાની પાસે ઉભે તે ગણે લાજ ઘટેલી, અનેક વચને કહે અળગો કરવા દીયે ધક્કેથી ધકેલી રે, આવે ગરીબી ઘેલી ગુણીને ગુણહીન બનાવે છે.” પૈસાવાળાની પાસે જઈએ તે એના પિઝીશનમાં પંકચર પડી જાય. એટલે એ આઘેથી જ લાઈન બદલી નાખે. નેકરી માટેધ કરી. પણ નેકરીયે ન મળી. હું, મારી પત્ની અને પુત્ર ત્રણના પેટ ભરવાની મુંઝવણ ઉભી થઈ. જ્યાં ત્યાં મહેનત મજુરી કરી સાંજે માંડ આઠ બાર આના મેળવશે અને એમાં અમારું ગુજરાન ચાલતું. એક દિવસ પત્ની બીમાર પડી. તાવ ચડવા લાગ્યા. પણ ડેકટરને બેલાવવાના કે દવાના પૈસા મારી પાસે હતાં જ નહીં. તે દિ' મારી મુંઝવણ વધી ગઈ હવે શું કરવું? એ પ્રશ્ન વારંવાર ઉઠવા લાગે. બીજે દિવસ પણ એ જ ગયે. ત્રીજે દિવસે હું એવા નિર્ણય પર આવ્યો કે હવે ચોરી કરીને મેળવવું, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. પણ અંતર મન ના પાડતું હતું. એક માણસ પરિગ્રહની લાલસાથી ચોરી કરે છે, જ્યારે એકને ચેરી કરવાની ઈચ્છા નથી. છતાં પણ પેટની ભુખ સંતોષવા ચેરી કરવી પડે છે. આંતરમન અને બદામનનું યુદ્ધ ચાલ્યું. પણ પરિસ્થિતિએ બાહ્યમનની છત કરાવી. પત્નીને તાવમાં રિબાતી મુકી હું ચેરી કરવા ચાલ્યા. કદી નહીં કરેલું કાર્ય કરવા જતાં પગ ધ્રુજવા લાગ્યા. હૃદયના ધબકારા વધી ગયા. એક બંગલાની પાછળની વંડી ઠેકીને અંદર ગયે. છુપાતા પગે આગળ વધે. નસીબજોગે એક બારી ઉઘાડી હતી. ત્યાંથી અંદર ગયો. એજ રૂમમાં તિજોરી હતી. હીંચકા સાથે ચાવીને ગુડ લટકતે હતે. આસ્તેથી તિજોરી ખેલી. અંદર તે હીરામોતી, સેનારૂપાના અનેક દાગીના હતાં. પણ મારે પરિગ્રહ વધારવા ચેરી નહતી કરવી. ફક્ત એક બંગડી લઈને તિજોરી બંધ કરી. ત્યાં તે બહાર બુમાબુમ થવા લાગી. ઘરમાં સુતેલા શેઠાણીને જગાડ્યાં કે જરા તપાસ કરે, અંદર કઈ માણસ ઘુસ્યો છે. શેઠાણી કહે તમે શાંત થાવ, હું તપાસ કરું છું. બાઈ અંદર આવી. હું તે થરથર ધ્રુજતે હતે. ગભરાઈ ગયે. બાઈના પગમાં પડી કહ્યું, બાઈ, મેં એક જ બંગડી લીધી છે. બાઈ સમજી ગઈ કે આ કઈ દુખિયારે લાગે છે. બાઈએ કહ્યું : ભાઈ ! ગભર મા. આ પલંગ પર સુઈ જા. ચાદર ઓઢાડી દીધી. બહાર જઈને કહે છે તે શેઠ છે. હું ઉંઘી ગઈતી અને ઝપ બંધ હતું, એટલે એ વંડીએથી અંદર આવ્યા. બીજું કોઈ નથી. માસો ચાલ્યા ગયાં.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy