SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ઉથ ચડે છે જ્યારે સવારે તુચ્છ ગણતાં, પટકાય જ્યારે નીચે ત્યારે ખબર પડે છે.” માણસ પાસે જ્યારે પૈસા હોય, મોટર ગાડી હોય, કારખાનાં હેય, માલ મિલકત હોય ત્યારે અંદરથી અહંકાર આવે છે, અને બીજાને તુચ્છ ગણે છે. બીજાને તિરસ્કારે છે, “ચાલ્યા જાવ. કાંઈ તમારે માટે કમાતા નથી.” પણ સત્તા કયારેક ખરા ખવડાવે છે. સત્તા પાસે શાણપણું ચાલ્યું જાય છે. પણ માણસ જ્યારે નીચે પટકાય છે ત્યારે ખબર પડે છે કે હું બીજાને કે તિરરકાર કરતે હતે. કેઈના દઈ ઉપર દયા પણ ખાતું ન હતું. કેઈના દ–દુ:ખ સાંભળવા કાનની બારી ખુલ્લી રાખી ન હતી. હવે મારૂં કોણ સાંભળે? બીજાને દુઃખી કરી સુખી થવાની ઈચ્છા રાખે છે, પણ તે નહીં બની શકે. કેટલાક એમ બેલે છે કે ઈશ્વરે પશુ પંખીઓને ખાવા માટે ઉત્પન્ન કર્યા છે, તે ખાવામાં પાપ નથી. શું આ દલીલ સાચી છે? ઝેર-વિષ્ટા ને કાંકરા પણ જગતમાં છે. તે તેને કેમ ખાતે નથી? અને વાઘ સિંહને ખાવા માટે તેને બનાવવામાં આવ્યું છે. એમ પણ માનવું પડે ને ? આ જગત અનાદિથી છે. સૌ પિતાના કર્મ પ્રમાણે ઓછી વધુ ઇન્દ્રિયને પ્રાપ્ત કરે છે. માટે જગતને બનાવનાર ઈશ્વર નથી. વૈજ્ઞાનિકે એ એટમ બોમ્બ, અણુઓ બનાવી કરોડો માનવીના પ્રાણ લીધા છે. અખતરા માટે દરિયામાં નાખે તેથી કેટલાય જળચરેની હિંસા થાય છે. કોણ કૂર છે? માણસે કે પશુઓ! અક્રૂરતા એ શ્રાવકને ગુણ છે. જે બમ્બ નાખે છે તે એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના જીની હિંસા કરે છે. જ્યારે એક દેશ લેભમાં પડે છે ત્યારે બીજા દેશ પર ત્રાટકે છે. માણસ માણસની હત્યા કરે છે. તેમને એક જ વૃત્તિ છે કે કેમ બીજાનું લઈ લઉં. આજે માણસને જીવ ચપટીમાં છે. જ્યારે યુદ્ધ ફાટશે અને કયારે બમ્બ ફેંકાશે એ ખબર નથી. એક બિડીંગનું સર્જન કરવું હોય તે કેટલી મહેનત કરવી પડે છે! પણ તેને નાશ કરવામાં શી વાર છે? બગાડવામાં, સર્વનાશ કરવામાં કોઈ વાર નથી. પણ સુધારવામાં, બનાવવામાં વાર છે. ગળું પકડાઈ ગયું હોય, પગ ઝલાઈ ગયે હોય, કેન્સર થઈ ગયું હોય તે માથા પછાડે છે, કાંઈ ખવાતું નથી, જીભને લે બહાર નીકળી ગયો છે. આકુળ વ્યાકુળ થઈ જાય છે. તે જીવને નરકનાં દુઃખો શે સહન થશે? એની શી દશા થશે? નર્કના જીને ધગધગતી ભઠ્ઠીમાં પકવે છે. ધગધગતું ઘેસડું તેને પર મૂકે છે. ધગધગતું તાંબુ, સીસું, ગળામાં રેડે છે. અગ્નિ પર ચલાવે છે. સુંવાળા છથી આવા દુઃખે કેમ સહન થશે? ક્રર કર્મ કરનારને હલકી ગતિમાં જવું તે પડશે જ બાંધેલા કર્મ ભેગવવાં પડશે માણસ ક્રુર કર્મ કરી સાતમી નર્ક સુધી જઈ શકે છે. જ્યારે માંસાહાર કરતાં વાઘ, સિંહ, દિપડા ચોથી નરકથી આગળ જતા નથી. તે જાનવર કરતાં પણ માણસ કેટલે દૂર છે? અવળી પ્રવૃત્તિએ ક્રૂર ગતિ પ્રાપ્ત થાય છે, હવે સવળે પુરૂષાર્થ કરે તે મેક્ષમાં
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy