SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ હું જ્ઞાનદશન સંયુક્ત આત્મા છું. શરીર તે હું નથી. દેખાતાં પુદ્ગલ મારા નથી. હે નાથ ! હું તારા જેવું છું. આ વાતને ગેખે. આ વાત દિવસમાં કેટલીવાર યાદ આવે છે? હું આત્મા છું. આત્માના અસ્તિત્વને સ્વીકાર એ જૈન શાસનના પાયાની પહેલી ઇટ છે. જે જીવ-(આત્મા) જેવી સ્વતંત્ર વસ્તુને સ્વીકાર કરવામાં ન આવે તે પુણ્યપાપને વિચાર નિરર્થક ઠરે. સ્વર્ગ નરકની પણ સાબીતી ન થાય. પુનર્જન્મ કે પરલેક કાંઈ રહે નહિ. માટે સમજે કે આત્મા છે, આત્મા નિત્ય છે, કર્મને કર્તા છે. ભક્તા છે, કર્મ રહિત મોક્ષદશા પણ છે, અને કમને ટાળવાને ઉપાય પણ છે, પરંતુ આ વાત બધા છોને માન્ય નથી, ઘણા તે કહે છે કે – આત્મા–પરમાત્મા, આલેક-પરલેક, પુણ્ય-પાપ આવું કશું નથી. આ ભવ મીઠે, પરભવ કેણે દીઠે, આવું માનનારના જીવનમાં વિષયકષાયની આગ લાગે છે. તે જીવનને બાગ બનાવી શકતા નથી. જીવનને બાગ બનાવ કે આગ બનાવવી એ પિતાના હાથની વાત છે. પરદેશી રાજા નાસ્તિક હતાં. તેમણે કેશી સ્વામીને કહ્યું, હાથમાં આંબળા દેખાય તેમ તમારા આત્માને દેખાડો તે હું આત્માના અસ્તિત્વને માનું. આજે પણ પરદેશી રાજાના માથે પછાડે તેવા કેટલાય છે. આજના અમુક આસ્તિક કરતાં એક અપેક્ષાએ પરદેશી સારે હતે. આસ્તિક કેને કહેવાય? પુણ્ય પાપને માને, ઈશ્વરને માને, ચારગતિને માને એ આસ્તિક છે. જે ઘટઘટની વાત, મન મનની વાત જાણે છે. તે ઈશ્વર છે. કાળા બજાર કરતાં, અન્યાય, અનીતિ, દુરાચાર કરતાં મને કોઈ જોતું નથી એમ માને ત્યારે આસ્તિકપણું ટકે છે કે ઉડી જાય છે? તને અનંતા સિદ્ધ-સંખ્યાતા કેવળીઓ જોઈ રહ્યા છે, નબળાઈને કારણે ખરાબ ભાવે આવે, પણ આસ્તિક હોય તે એમ ન માને કે મને કેઈ જોતું નથી, પરદેશી રાજાને આત્મા અને શરીરના વિષયમાં મંથન ચાલતું હતું. તેને માટે અનેક અનુચિત પ્રયોગ કર્યા. છતાં જૈન દર્શનનું ડું જ્ઞાન તે તેનામાં હતું, કે જેનો આત્મા અને શરીરને ભિન્ન કહે છે. આજના કહેવાતા જેનીઓને નવા તત્વનું, છ દ્રવ્યનું જ્ઞાન છે? નહેય તે એ માટે તમે કાંઈ મંથન કરે છો? વ્યાખ્યાન સાંભળ્યું, આજે સવારે, પછી રામ રામ! કાલે આવવાનું. અહીંની વાત અહીંયા રહે છે. આત્મા દેખાતું નથી તેથી નથી એમ ન મનાય. ઘણી વસ્તુનું કાર્ય ઉપરથી કારણનું અનુમાન થાય છે. ઉપાશ્રય બાંધનાર કડીયે આજે દેખાતું નથી પણ ઉપાશ્રયને જોઈએ ત્યારે તેને બાંધનાર કોઈ વ્યક્તિ હેવી જોઈએ એમ અનુમાન થાય છે. આ ઉપાશ્રય કડીયાએ બાંધે છે એ કાર્ય ઉપરથી કારણની પ્રતીતિ થાય છે. આપણે બેલીયે છીયે, ચાલીએ છીએ, હૈયામાં પ્રેરણા થાય છે. તે અંદર પ્રેરણા કરનાર કોઈ તત્વ છે. અને તે આત્મા છે. શરીર એ આત્મા નથી. ઈન્દ્રિય એ આત્મા નથી.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy