SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ફરી ફરી નહીં આવે. જેને અગમ નિગમનું જ્ઞાન નથી, અજ્ઞાનના અંધકારમાં અટવાલા છે, તે સાચી શાંતિ- આબાદી કયાંથી મેળવી શકે? ભગવાનની શરણાગતિ સ્વીકારવામાં સાથી શાંતિ છે. પણ તમારે ઝેક કયાં જાય છે? પ્રભુ તરફ કે પૈસા તરફ? સંત તરફ કે સંતતિ તરફ ધન તમારે પરલોક સુધાશે? ધન કદી પરોક સુધારશે નહીં. કમને નાશ કરશે નહીં. પ્રાર્થનાથી ક્ષણ માત્રમાં અનેક ભવથી સર્જાએલાં કર્મો નાશ પામે છે. એક નાનકડો બેઓ કેવી ધરતી પ્રજાવે છે. ગામના ગામને બદલે રાખ અને ઇટેડના હગલા કરી નાખે છે. આવા પ્રાર્થનાના બેચ્છમાં પણ ગજબની શક્તિ છે. પ્રાર્થનાના બોમ્બથી ક્ષણ વારમાં પાપનો ક્ષય થઈ જાય છે. પ્રાર્થનાને સાચે રસી દુનિયાને ભી જય, બૈરી છોકરાને ભૂલી જાય. પ્રાર્થનામાં એટલો રત થઈ જાય કે એને ભગવાન જ દેખાય. ભગવાને જે માર્ગ ચીચો છે એ માર્ગે જવા તૈયાર થઈ જાય ભગવાન ભેમિયા છે. હું તે અજ્ઞાની અને ભટકતે ભિખારી છું. ભગવાનમાં કેટલી શક્તિ છે. હું તે સાવ પામર છું. જ્યારે પ્રભુની મહાનતાના અને આપણું પામરતાના દર્શન થાય છે. ત્યારે અહં ઓગળી જાય છે. અહમભાવમાંથી કે જન્મે છે. માટે જ્ઞાની નમ્ર બનવા ફરમાવે છે. હે પ્રભુ! કયાં તારું વિરાટ સ્વરૂપ અને કયાં મારૂં વામણું રૂપ ! ક્યાં ભગવાનનું અનત જ્ઞાન અને કયાં મારૂં પિટીયું જ્ઞાન! નમ્રતાના-નિમમત્વના અભાવે આજ સુધી આપણે રખડપટ્ટી જ કરી છે. જ્યાં ગયા ત્યાં મારું મારું કરી મમત્વ જમાવ્યું છે. जेसिं कुलं समुप्पन्ने जेहिं वा संवसे नरे, મમ્રારૂ સુપ વાજે, જનમજેઠુિં મુછ ) સૂય. ૧-૧ જ્યાં જ્યાં ગમે ત્યાં ત્યાં જ મારાપણું જ બીછાવ્યું છે. એક કબુતર માળે નાખે તે બીજું આવી તેને પીંખી નાખે છે. “તારા નેવાના પાણી મારા ઘરમાં આવે છે.” આવી નમાલી બાબતમાં કોટે ચડે છે, બીજાએ મારૂં આટલું નુકશાન કર્યું એ દેખાય છે પણ મારા આત્માનું મેં કેટલું બગાડયું એ ખબર છે? જુઠું બોલીને, દારૂ, જુગાર, વેશ્યાગમન વિ. અનેક દુષ્ટ કર્મ કરીને તે કેવા કર્મ બાંધ્યાં છે? હવે આવા ભાવે ન સેવવા હોય તે ભગવાનને ચરણે જા. ભગવાન સંસાર ભાવથી વિરક્ત થએલા છે. તેથી સત્ય માર્ગનું સત્ય દર્શન કરાવે છે. “બંધે કે બધે મીલે કે દીયે છડાય, બંધે છુટો મીલે પલમેં દીયે છડાય.” જે બંધાએલે છે તે બીજાને છેડી શકતે નથી પણ જે મુક્ત છે તે બીજાને મુક્ત કરી શકે છે. એક બ્રાહ્મણ હતે. તે રોજ રાજાને ભાગવત સંભળાવવા જાય. રાજા તેને પાકું સીધું આપે અને રેજ બે સેના મહેર આપે. આમ કરતાં કરતાં એક વર્ષ વીત્યું. રાજાને એક
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy