SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ બીજાને તારે છે, કેટલાક પતે તરતા નથી અને બીજાને પણ તારતા નથી. એમાં આપણે પિતાને નંબર કયાં છે? ભગવાન નેમનાથ પધાર્યા છે તેઓ તિન્ના-કારવા ફાળે જોરિયાનં-મોષ છે. પિતે તરે છે અને બીજાને પણ તારે છે. પોતે ધ પામ્યા છે. બીજાને પમાડે છે. પોતે મુક્ત બન્યા છે. બીજાને મુક્ત કરે છે. આવા ભગવાન નેમનાથ પધાર્યા છે. નિષધકુમાર ભગવાનની વાણી સાંભળવા જાય છે. હાથ એડીને જમણું કાનથી ડાબા કાન સુધી એમ ત્રણ વાર પ્રદક્ષિણા કરે છે. વાર નમામિ દે છે. પંચ અંગ નમાવી નમસ્કાર કરી ગુણ સ્તવન કરે છે. હે પ્રભુ! આપ કલ્યાણકારી છે, મંગલકારી છે, પૂજા કરવા યોગ્ય છે. હું આપની પ૭પાસના કરું છું. “ઈચ્છામિ ખમાસમણે” ઘણા, વંદન કરવા માટે આ પાઠ બોલે છે. પણ સિદ્ધાંતમાં કયાંય વંદન વિધિ વખતે આ પાઠ આવતું નથી. સિદ્ધાંતની રૂએ તે વિધુતોનો પાઠ બરાબર છે. નિષકુમાર ભગવાનની વાણી સાંભળવા પિતાનાં સ્થળે બેસી ગયાં. ઠેલાઠેલ કરે નહીં. હું રાજાને પુત્ર છું. મને આગળ સ્થાન મળવું જોઈએ. એવું અભિમાન લે નહીં. એક વખત સુરત શહેરમાં આનંદઘનજી મહારાજ વ્યાખ્યાનને ટાઈમ થતાં વ્યાખ્યાન શરૂ કરે છે. એક શ્રાવકે કહ્યું, મહારાજ, તમને ખબર નથી ? નગરશેઠ હજુ નથી આવ્યા. એ પહેલાં વ્યાખ્યાન કેમ આપવા બેસી ગયા? મહારાજ Yહું હાથમાં લઈને બેસે નગરશેઠ આવે પછી વ્યાખ્યાન વાંચે ! આવી નગરશેઠની સફારસ મહારાજને શા માટે? એગ્ય પરિષદ જોઈને અમારે વ્યાખ્યાન શરૂ કરવું જોઈએ. મહારાજે જવાબ આપે શ્રાવક કહે, એ નહીં ચાલે! કોના અપાસરામાં આપ રહ્યા છે? કેના ઘેરથી પાતરા ભરી આવે છે? શ્રાવકે જરા આવેશમાં આવી કહ્યું. આનંદઘનજી વિચારે છે, શા માટે સાધુઓને શ્રાવક કહે તેમ કરવાનું? અમે શું આવકના રમવાનાં રમકડા છીએ કે શ્રાવક જેમ નચાવે તેમ સાધુ નાચે? આનંદઘનજી મહારાજ કહે છે, આ તારો અપાસરે. મારે એની સાથે કોઈ લેવા નથી. હું તે આ ચાલ્ય. મારે કેઈની સીફારસ જોઈતી નથી. ધર્મ કરે એટલે અપાસરામાં જ કરે એવું છે? ધર્મ તે જંગલમાં પણ થઈ શકે છે. એકલે હોય કે પરિષદમાં હય, સુતો હેય કે જાગતે હેય, જંગલમાં હોય કે શહેરમાં હોય, ક્ષેત્રની સાથે મારે શું સંબંધ છે? મારે તે મારા આત્માની સાથે સંબંધ છે. એમ કહી આનંદઘનજીએ ચાલતી પકડી. શ્રાવકે જોઈ રહ્યાં. સાધુએ ઉપાશ્રયમાં ઉતરવાની આજ્ઞા શ્રાવકની લેવાની રહે. બાકી તેના જીવનનાં એક એક કાર્યમાં ભગવાનની આજ્ઞા મોખરે હોય. નહિ કે શ્રાવકની? સાધુ જેટલે અપરિગ્રહી એટલે સુખી. એક વખત વહાણમાં કાણું પડી ગયું. સૌ એક હેડકામાં માંડયા ઉતરવા. એક બાઈની પાસે વધારે પડતું સેનું હતું. તેનું પિટુલું લઈ તે ઉતરવા ગઈ, ત્યાં બેલેન્સન જળવાયું અને પડીને ડૂબી ગઈ જેટલા
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy