SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ હિંસાથી હિંસા હણાય ના કે' દિને, શસ્ત્રોથી શાંતિ સ્થપાય ના. બમ્બના બનાવનારા વિજ્ઞાનિકને એક દિન જરૂર પસ્તાવું પડશે, પ્રભુ મહાવીરે ચીંધ્યા રાહે જાવું પડશે, પ્રભુ મહાવીરના ચીંધ્યા રાહે... વેરથી વેરનું શમન થતું નથી. જેટલું વેર રાખશે એટલું બીજા ભવમાં ભેગવવું પડશે. ગુણુસેન રાજાએ અગ્નિશમાં બ્રાહ્મણની મશ્કરી કરી. અગ્નિશર્મા કદરૂપે હતે. એને પાઘડી પહેરાવે અને ગધેડા પર બેસાડે અને હિપીપ કરે. અને બધા એની મશ્કરી કરે. આવી મશ્કરી થવાથી અગ્નિશમને જીવતર ઝેર જેવું લાગ્યું. એ માતાને એકને એક દિકર હતે. માબાપને ખબર પાડયા વગર મરી જવું. નદીમાં અથવા અગ્નિમાં પડીને મરી જવું એ વિચાર કરીને રાતના બાર વાગ્યે ઘર ઉઘાડા મૂકીને તે નીકળી ગયા. એક આશ્રમ તરફ ચાલ્યા જાય છે. ત્યાં ગાડાવાળા મળ્યા. અને ગાડામાં બેસી આશ્રમમાં આવે છે. પછી આચાર્ય કહે છે, આવ બેટા ! કેમ આવે છે? શું કામ છે તારે? અગ્નિશમને આચાર્યનું વાત્સલ્ય જોઈ ત્યાં રહેવાનું મન થઈ ગયું. તે કહે છે કે મારે આશ્રમમાં રહેવું છે. “ખુશીથી રહે, આ આશ્રમ બધા માટે છે.” આચાર્યે પ્રેમપૂર્વક પ્રત્યુત્તર આપે. આટલે આવકાર મળશે એવું તેણે ધાર્યું નહોતું. અગ્નિશર્મા સંન્યાસી બની બધા સાથે ભણે છે. તપશ્ચર્યા ઘણી કરે છે. માસખમણને પારણે માસખમણુ કરે છે. પારણે જે આમંત્રણ દેવા જાય તેને ઘરે ભિક્ષા માટે જવું અને શિક્ષાને જેગ ન થાય તે બીજું માખમણું કરી લેવું, આવે એને અભિગ્રહ છે. એક વખત ગુણસેન રાજા ત્યાં આવી ચડે છે. તે અગ્નિશમને ઓળખી જાય છે. અરે, આ તો મારા મિત્ર છે. તે યોગી બની આટલી સાધના કરે છે! રાજા કહે છે, કેમ મને ઓળખ્યો? હા. તમે ગુણ સેન રાજા છે. રાજાએ ભક્તિભાવપૂર્વક કહ્યું, આપ આટલી બધી તપશ્ચર્યા કરે છે. આ વખતે પારણું મારે ત્યાં કરજો. પારણાને દિવસ આવે છે. સજાને શૂળ નીકળે છે. સખત દાખવે છે. ડોકટર આવે છે. બધા રાજાની સારવારમાં રોકાયેલા છે. સૌના ચિત્ત ઉદ્ગવિગ્ન છે. તાપસ ત્યાં બારણા સુધી આવી, ડીવાર ત્યાં ઉભા રહ્યાં. પણ કે તેમને બોલાવતું નથી. અંતે પાછા વળી ગયા. આ વાતની ખબર પડતાં રાજાને ખૂબ અફસોસ થયે. રાજા આશ્રમમાં જાય છે, કહે છે. મારી ભૂલ થઈ ગઈ. બીજીવાર મારે ત્યાં પધારશે. જ્યાં તાપસ બીજીવાર જાય છે ત્યાં રાજાને ત્યાં પુત્રને જન્મ થાય છે. અને આ બધી ધમાલમાં રાજા પડયા છે. તાપસના આગમનનું વિસ્મરણ થઈ જાય છે. તાપસ આવીને ચાલ્યા જાય છે. એકાએક યાદ આવતાં સૈનિકને પૂછે છે. અહીંયા કઈ તાપસ આવ્યાં હતાં? હા, એક તાપસ અડધા કલાક ઉભા રહીને ચાલ્યા ગયા. ત્રીજીવાર રાજા વિનંતી કરે છે. અને રાજાના ત્રીજીવારના આમંત્રણને સ્વીકાર કરી તાપસ આવે છે. ત્રણ માસમણ થવાથી
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy