SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૯ - ભગનાને જે માર્ગ બતાવ્યો છે એ માગને–એ સાધનને અપનાવીએ તે ને? જે કાયમ સાધ્ય કરવું છે તેનું કારણ પણ આપવું જોઈએ ને? કારણ વિના કાર્યની ઉત્પત્તિ થઈ શકે નહિ. માનવભવની અંદર એક જ લક્ષ્ય કરે કે મેક્ષ મેળવે છે. મોક્ષમાર્ગને સિદ્ધ કરવાનું સાધન સમ્યક્ જ્ઞાન-દર્શન, ચારિત્ર અને તપ છે. સમ્યક્ તપ એક એ એટમ બેંબ છે કે કર્મના ભૂકકે-ભૂકા બેલાવી નાખે છે. તપ એક એવું અમેઘ બાણ છે કે લક્ષ્યને વિધ્યા વગર તે રહેતું નથી. તપ એક એવી અકસીર ટેબ્લેટ છે કે ત્યાં ભવરણ ઊભું રહી શકતું નથી. જેને દેહમાં આસક્તિ નથી તેને આ દિવ્ય અને ભવ્ય માર્ગ અપનાવવાની શક્તિ આવે છે. જેણે દેહ અને આત્માનું ભેદવિજ્ઞાન કરેલું છે તે જ આ માર્ગે પ્રયાણ કરી શકે છે. કેશી સ્વામીએ પરદેશી રાજાને જેમ આત્મા અને શરીર ભિન્ન છે એવું સમજાવ્યું અને પરદેશી રાજાને અનેક પ્રશ્નોના ખુલાસા દ્વારા સચોટ સમજાયું ત્યારે એ નાસ્તિકમાંથી આસ્તિક બન્યા અને જૈનદર્શન પર અતૂટ શ્રદ્ધાવાન થયા. જેણે આત્મા અને દેહને ભિન્ન માન્યા છે એ જ આવા ઉગ્ર તપની આરાધના કરે છે. जहा महातलायस सन्निरुद्धे जलागमे । उस्सिंचणाए तवणाए कमेणं सोसणा भवे ॥ एवं तु संजयस्सावि, पावकम्मे निरासवे । भवकोडी संचियं कम्मं तवसानिज्जरिज्जई ॥ ઉત્તરાધ્યયન અ. ૩૦ ગા. ૫-૬ જેમ મેટા તળાવને સુકાવવું હોય તે જે માર્ગેથી પાણી આવતું હોય તેને રોકવું પડે છે. આવક રોક્યા પછી તળાવમાં રહેલ પાણને ઉલેચે છે, અથવા તે તાપથી સૂકવે છે. તેમ કરેડે ભવના સંચિત થયેલાં કર્મ તપથી નિર્જરી જાય છે ને આવતાં કર્મ સંયમથી કાય છે. તપની અપૂર્વ આરાધના માટે આ ટાઈમ અને તક સુંદર મળ્યા છે, તેને ઝડપી લે. ઘણું કહે છે અત્યારે મને ધર્મ કરવાને બિલકુલ ટાઈમ નથી. પણ જ્યારે મૃત્યુ મહારાજા છડી પિકારશે ત્યારે કહેશો કે ટાઈમ નથી? મૃત્યુ ચક્કસ આવવાનું છે, કેઈનેય છેડવાનું નથી. પણ ક્યારે આવશે તે ખબર નથી. માટે ભગવાને જે સાધને 'બતાવ્યા છે, તેને સુંદર ઉપયોગ કરે. - એક કલાચાર્ય પાસે બે શિષ્ય આવે છે. કલાચાર્ય બંનેને હૈયાના હેતથી બધી કળા શિખવાડે છે, જ્યારે અમુક ટાઈમ થાય છે, ત્યારે આચાર્ય બન્નેને એક ચિત્ર આલેખવા આપે છે. તેને માટે ગ્ય સાધને આપે છે. નિયત ટાઈમે બંને શિષ્ય પિતાનું ચિત્ર રજુ કરે છે. એક શિષ્યનું ચિત્ર જોઈ આચાર્ય ખૂબ જ પ્રસન્ન થાય છે. તેને શાબાશી આપે છે. ત્યારે બીજા શિષ્યનાં ચિત્રને જોઈ નાખુશ થાય છે અને કહે છે તે આવું ચિત્ર કેમ બનાવ્યું? નથી સુંદર આકૃતિ કે નથી સુંદર કલરને ઉઠાવ! ત્યારે
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy