SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ સાંભળી–સાંભળીને આખી જીંદગી ચાલી જાય તે પણ બ્રહ્મ જ્ઞાન થતું નથી. સાચી વિદ્યા કેમ પ્રાપ્ત થતી નથી ? કારણ કે જીવમાં માન અને કષાય ભરચક ભય છે. યશોવિજયજી મહારાજ ભણી-ગણીને તૈયાર થયાં, પણ તેમને એમની વિદ્યાને ગર્વ છે તેઓ ગામે-ગામ ફરે છે અને કહે છે. દુનિયામાં મને પરાસ્ત કરનાર કોઈ નથી. કેઈનામાં એ શક્તિ હોય તે મારી સામે આવી જાય. જે તેમની સામે આવે તે બધાને હરાવતાં જાય છે. હરાવીને વિજયનાં પ્રતિકરૂપે પાંચસે ધજાઓ પ્રાપ્ત કરીને એક ગામમાં પધારે છે. ત્યાં તેમને ભવ્ય વરઘોડો નીકળે છે. આનંદઘનજી મહારાજ પણ તે નગરમાં બિરાજે છે. યશવિજ્યજી અને આનંદઘનજી એક-બીજાને મળે છે. યશવિજ્યજી મહારાજને ઠઠારે જોઈ આનંદઘનજી વિચાર કરે છે કે મહારાજ પાસે જ્ઞાન ઘણું છે, પણ જ્ઞાનનું ઝરણું થઈ ગયું છે. એની શાન ઠેકાણે લાવવી જોઈએ, નહી તે પતનનાં ખાડામાં પડી આત્માના ઉદ્ધારને બદલે અધોગતિને પ્રાપ્ત કરી લેશે. એક વખત મેકે જોઈ આનંદઘનજી મહારાજ કહે છે કે ઘણા વખતથી આપને મળવાની ઈચ્છા હતી તે પૂરી થઈ છે. આપનું વ્યાખ્યાન પણ ઘણું સુંદર છે. આપ પ્રતિભાશાળી છે. વળી આપે ઘણુને પરાસ્ત કર્યા છે. આ એક ગાથાને આપ મને અર્થ કરી આપે. એમ કહી નીચેની ગાથા આપી. धम्मो मंगल मुक्किंठ', अहिंसा सजमो तवो, સેવાવિ જં નમંવંતિ, ધર્મે સયામળા / દશ. અ. ૧-૧ યશવિજયજી ગાથા જોઈ જરા હાસ્ય કરે છે. આવી ગાથાને અર્થ કરવો તે તે મારા જેવા માટે શું મુશ્કેલ છે! એમ વિચારી અર્થે શરૂ કરે છે. ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલા ' છે. અહિંસા, સંયમ અને તારૂપી ધર્મમાં જેઓનું મન હંમેશા દઢ રહે છે તેને દેવે પણ નમસ્કાર કરે છે. આમ ત્રણ-ચાર જુદી-જુદી રીતે અર્થ કરીને સમજાવ્યું. આ ગાથામાં ખૂબ ઊંચા ભાવ ભર્યા છે, અનેક ઊંડા રહસ્ય છુપાયેલા છે. પણ એને ઉકેલનાર જોઈએ. સમજનાર જઈએ. યશવિજ્યજીએ ત્રણ-ચાર વાર અર્થે કર્યા છતાં આનંદઘનજીએ કહ્યું કે હજુ વિશેષ રીતે સમજાવે. તેમણે એક ગાથાને પંદરવાર અર્થ કર્યો, જ્ઞાનને ધોધ વહેવડાવ્યું, પણ આનંદઘનજીને હજુ સંતોષ થયે નહિં, તેથી કહ્યું, “હજુ સમજાવે.” આ સાંભળી યશોવિજયજીએ કહ્યું: હવે આપ જ સમજાવે. આનંદ ઘનજી મહારાજ વિદ્વાન હતા. આત્મામાં રમણ કરનાર હતાં જ્ઞાન મેળવીને ખૂબ જ મંથન કરેલું જેથી અનુભવી હતા. ગમે તેવા વિકટ અર્થોના ખુલાસા કરી શકતાં. અને એક રીતે નહિં પણ અનેક રીતે સમજાવી શકતાં. તેમણે આ એક ગાથાને અર્થ અને રહસ્ય ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી સમજાવ્યાં યશોવિજ્યજી મહારાજ તે તે સાંભળીને આશ્ચર્યમુગ્ધ બની ગયા. તેમનું માન ગળી ગયું ને ઊભા થઈ આનંદઘનજી
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy