SearchBrowseAboutContactDonate
Page Preview
Page 972
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ કર્મ અપાવવામાં સહાય કરે છે. આ વિચાર કરીને દુખમાં પણ સુખ શેઠું, ત્યારે તમારા સંસારની અપેક્ષાએ મહાન સુખી ગણતા માણસો પણ અજ્ઞાનના કારણે સુખમાં પણ દુઃખનો અનુભવ કરતા હોય છે, એનું ધાર્યું ન થાય તે રડવા માંડે. સહેજ રેગ આવે તે ચિંતાને પાર નહિ. પિતાના કરતા બીજાને વધારે સુખી જોઈને ઈર્ષાની આગમાં જલવા લાગશે. આવા જ વધારે પૈસા મેળવવા માટે કંઈક કાળાધેળા કરી ઘેર કર્મો બાંધીને દુઃખ ભેગવે છે. આ બધું કરાવનાર જે કઈ હેય તે ઘોર અજ્ઞાન છે, જ્ઞાન વિનાને મનુષ્ય જીતે છતાં મરેલા જેવું છે. એક સંસ્કૃત કલેકમાં પણ કહ્યું છે કે – ज्ञानादयस्तु भावप्राणा, मुक्तोऽपि जीवति स तर्हि । तस्माज्जीवत्वं हि, नित्यं सर्वस्य जीवस्य ॥ પ્રાણ ધારણ કરવાથી જીવ જીવ કહેવાય છે. જ્ઞાન-દર્શન આદિ ભાવ પ્રાણુ છે. તેને ધારણ કરવાથી મુક્ત છ સિદ્ધ ભગવંતો પણ જીવિત રહે છે તેથી તે જીવ કહેવાય છે. જો જીવનું સંપૂર્ણ જ્ઞાન અપરાઈ જાય, નષ્ટ થઈ જાય તે જીવ અજીવ બની જાય બંધુઓ ! આત્મામાં જ્ઞાન પ્રગટે છે ત્યારે તે વિચારે છે કે હું અનંત શક્તિને સ્વામી આત્મા આ દેહની નાનકડી દુનિયામાં કેમ ભરાઈને બેઠો છું? હું આ જન્મની પહેલાં હતું, મરણ પછી પણ રહેવાને છું, તે મરણના ભયથી કેમ ગભરાઈને બેઠે છું ? મૃત્યુ કેસું? દેહનું કે આત્માનું ! દેહ મરે અને આત્મા તરે તેવી આત્માની અખૂટ શ્રદ્ધા તે જ સમ્ય દર્શન છે. આત્માની ઓળખાણ ન થાય ત્યાં સુધી કાંઈ નથી. તમે માત્ર દેહને ઓળખે છે, આત્માને નહિ. જે પિતાને જ ન ઓળખે કે હું આત્મા છું, તિર્મય છું, ત્રણ કાળમાં મરવાને નથી તે બીજાને ચૈતન્ય રૂપે કેવી રીતે ઓળખી શકે? જે પિતાને ઓળખશે તે બીજાને ઓળખી શકશે. આત્માની ઓળખાણ થતાં સંસાર અનાસક્તિવાળ અને ઉચ્ચ વિચારનું ધામ બનશે. અંજના સતીને એના પતિને વિયેગ બાર વર્ષ રહ્યો. પવનકુમારે પરણ્યા પછી બાર બાર વર્ષ સુધી એના સામું જોયું નહિ, ત્યારે અંજના એ જ વિચાર કરતી હતી કે મારા પતિને કંઈ દેષ નથી. દેષ મારા કર્મોને છે. મને સહેજે બ્રહ્મચર્ય પાળવાને અવસર મળે છે. એવા સમભાવમાં બાર વર્ષો પસાર કર્યા પછી જ્યારે પવનકુમારની આંખ ઉઘડી ત્યારે તેમને પિતાની ભૂલને ખૂબ પશ્ચાતાપ થવા લાગે અને આંખમાં આંસુ સારીને અંજના પાસે ક્ષમા માંગતા કહે છે સતી ! હું દુષ્ટ છું, મને માફ કર. ત્યારે અંજના કહે છે સ્વામીનાથ! તમે દુષ્ટ હતા જ નહિ. જે દુષ્ટ હતા તે આંસુ ક્યાંથી ? પછી જાણે કંઈ બન્યું જ નથી તેવા આનંદથી રહેવા લાગ્યા. આ છે આત્માની ઓળખાણ આવા તે અનેક દાખલાઓ છે. આત્મજ્ઞાનવાળી વ્યકિત જ સુખ દુઃખમાં સમાન ભાવ રાખી શકે છે. ગમે તેટલું ધન મળે તે અભિમાન ન કરે અને નિર્ધનતામાં કંગાળ ન બને. બંને સમયે નમ્રતા અને
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy