SearchBrowseAboutContactDonate
Page Preview
Page 951
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮૬ શારદા સુવાસ આપણે ભેગ ભેગવીએ. રહનેમિના શબ્દ સાંભળીને મણે રાજેમતીની આંખ આગળ પૂર્વને ભૂતકાળ ખડો થઈ ગયે. એક વખતની પિતે રાજકુમારી, નેમકુમાર પિતાની સાથે લગ્ન કરવા માટે જાન જોડીને આવ્યા પણ અબેલેની આલમના આંસુ એમણે જોયા અને એમને જાન બચાવવા પિતાની જાન એમણે પાછી વાળી. એક વર્ષ દાન આપ્યું અંતે આજ ગરવા ગઢ ગિરનાર ઉપર તેઓ પ્રવર્જિત થયા. વર્ષો પછી પોતે પણ આ પંથે ચાલી નીકળી. રહનેમિએ પણ નેમનાથ પ્રભુ સાથે દીક્ષા લીધી હતી. રહનેમિને પતનના પંથે ગયેલા જોઈને રામતી વિચાર કરવા લાગી કે શું, સિંહના સામર્થ્યથી સંયમના પથે સંચરેલા દેવરિયા મુનિવર શું સસલું બની જશે ? એમનું હૃદય કંપી ઉષ્ય પણ બીજી જ ક્ષણે સ્વસ્થ બનીને બોલ્યા. દેવરિયા મુનિવર ધ્યાનમાં રહેજે, ધ્યાન થકી હેય ભવને પાર રે...મુનિવર રાજેસતીના શબ્દ સાંભળીને રહનેમિ કહે છે. સુંદરી ! શું ધ્યાન અને શું ધારણ! તું મને આજે મુનિવર તરીકે ન નિહાળીશ. હું આજે તારી સામે મુનિ તરીકે નહિ પણ પતિ તરીકે ઉભે છું. રાજેમતી મનમાં વિચાર કરવા લાગ્યા કે માખણ ભલે ને સામે રહ્યું પણ જ્યાં સુધી હું અગ્નિ ન બનું ત્યાં સુધી કેઈની તાકાત નથી કે માખણને પીગળાવી શકે. રાજેમતી કહે છે મુનિવર ! તમારું ધ્યાન તેડીને આ શું ધતીંગ કરવા તૈયાર થયા છે? તમારા ધ્યાનમાં લીન રહે પણ જેના અંતરમાં વાસનાને કીડો સળવળાટ કરી રહ્યો છે એવા રહનેમિ કહે છે રાજુલ સુંદરી ! વીજ ઝબૂકે એટલામાં મેતી પરેવી લે. યૌવનનું ઉપવન હજુ પૂર બહારમાં છે, ત્યાં સુધી ચાલે, ભેગી ભ્રમર બનીને આપણે એની પરાગ પી લઈએ. ધર્મ, ધ્યાન અને ધારણાની વાત કરવાની આ વય નથી. ભેગ ભેગાવ્યા પછી ઘડપણમાં એ બધું નિરાંતે કરીશું. - સાધ્વી રાજેમતીએ વિચાર કર્યો કે જ્યાં સુધી રહનેમિના હૈયામાં ચાટ નહિ લાગે ત્યાં સુધી તુચ્છવૃત્તિ શાંત નહિ થાય, માટે એને ઝાટકવાની જરૂર છે. રાજેમતી તેજસ્વી સાળી હતી. સાચી સિંહણ હતી. ડરીને બેસી જાય તેવી ન હતી. પહેલાં એણે રહનેમિને સમજાવ્યું પણ સમયે નહિ. મહાન આત્માએ પહેલા શામ એટલે સમજાવે પણ ન સમજે તે દામ કડકાઈથી વાત કરે. કડકાઈથી પણ જે કાબૂમાં ન આવે તે દંડ આપીને વાત કરે છે. આવી એકાંત ગુફામાં રહેનેમિ લાજ મર્યાદા છેડીને એની સામે ઉભા રહ્યા, ત્યારે રાજેમતી પણ મકકમ બની ભારતની સતીઓમાં કેટલું ખમીર હોય છે કે એના માથે મારણાંત સંકટ આવે તે પણ ચારિત્ર છેડતી નથી. કોઈ વખત મહેલમાં પણ સતીઓને શીયળની કસોટી આવે અને કેવાર આવા જંગલમાં પણ આવી જાય છે પણ આવા એકલા હોય અને કસેટી આવે ત્યારે પિતાના પ્રાણની પરવા કર્યા વિના મકકમ રહેવું એ સામાન્ય વાત નથી. સતીઓએ શીયળને માટે પ્રાણ આપ્યા છે અને સાધુઓએ સંયમને માટે પ્રાણ આપ્યા છે પણ સંયમ છોડે નથી. આગળના શ્રાવકે પણ એવા ખમીરવંતા હતા કે ધર્મને માટે પ્રાણ દીધા છે પણ ધર્મ છેડ નથી.
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy