SearchBrowseAboutContactDonate
Page Preview
Page 912
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ પતિ જિનસેનકુમાર સિવાય મનથી પણ જે પરપુરૂષની ઈચ્છા ન કરી હોય તે મને સહાય કરજે. ભગવાને મારો પિકાર સાંભળ્યો. હું દરિયામાં પડી પણ એક મેટા મગરમચછની પીઠ ઉપર પડી. મગરમચ૭ જાણે મારો હિતસ્વી જ ન હોય ! તેમ મને પીઠ ઉપર બેસાડીને દરિયામાં ચાલ્યું. હું તો જાણે સ્ટીમરમાં બેઠી હોય તેમ લાગ્યું. ચાલતાં ચાલતાં મગરમચ્છ મને આ નગરના દરિયા કિનારે મૂકી દીધી. હું દરિયા કિનારે બેસીને વિચાર કરતી હતી કે હું આ અજાણ્યા પ્રદેશમાં કયાં જાઉં? કયાં મારું સાસરું, કયાં પિયર ને હું કયાં આવીને પડી ! મારા પતિ કયાં હશે? આ બધી બાબતને વિચાર કરતી ચિંતાતુર બનીને બેઠી હતી ત્યાં એક યેગી દરિયાકિનારે આવ્યે ને મને ઉદાસ જોઈને પૂછયું-બેટા! અહીં એકલી કેમ બેઠી છું ? ને તું કોણ છે? મને બેટા કહીને બોલાવી એટલે શાંતિ થઈ કે આ ચગી મારા શીયળ ઉપર તરાપ નહિ મારે. મેં પણ મારા પિતાતુલ્ય માનીને મારી કહાની એમને કહી. એટલે એમને મારા ઉપર દયા આવી અને મને ખૂબ આશ્વાસન આપીને પિતાની દીકરીની જેમ ગુફામાં રાખી. હું ત્યારથી આ ગુફામાં પ્રભુને પ્રાર્થના કરતી રહેવા લાગી. મને એક આશા હતી કે મારા પતિ જ્યારે આવશે ત્યારે મારી શોધ તે કરશે ને? અગર મારા માતાપિતાને ખબર પડશે તે એ પણ મારી શોધ તે કરાવશે ને? એ આશામાં મેં આટલે વખત પસાર કર્યો. એક દિવસ રોગીને સુવર્ણપુરૂષ સિદ્ધ કરવાનું મન થયું એટલે એણે એક નિર્દોષ માણસને પકડીને મારી નાંખે. આ દશ્ય મારાથી જેવાયું નહિ, તેથી મેં કહ્યું, પિતાજી! આપ આવા મહાન ભેગી થઈને આવું પાપકર્મ શા માટે કરે છે? મારાથી આ સહન નહિ થાય. તમારા જેવા ત્યાગીને આવું દુષ્ટ કર્મ કરવું શેભે નહિ. મેં આ પ્રમાણે કહ્યું એટલે યેગી મારા ઉપર કે પાયમાન થયે ને મને આ રીતે બાંધીને લટકાવી છે. આ તેલની કડાઈ ઉકાળીને રાખી છે. આજે તે સુવર્ણ પુરૂષને સિદ્ધ કરવાનું છે. આજે મારા મહાન પુણ્યદયે આપ અહીં પધાર્યા છે. ભગવાને મારી લાજ રાખવા આપને અહીં મેકલ્યા. ખરા દુખ વખતે સ્વામીનાથ ! આપ પધાર્યા છે. હવે મને જલદી આ બંધનથી મુક્ત કરાવે, ત્યારે જિનસેનકુમારે કહ્યું મદનમાલતી! હવે તું શાંતિ રાખ. તારા દુઃખને અંત આવી ગયું છે. તેને બંધનથી મુક્ત કરવા માટે જ મને કુદરત અહીં ખેંચી લાવી છે. કેસે અચાનક મિલ ગઈ મુઝકો, કૈસા કમકા ખેલ, કુંવરજી મનમેં સોચ રહે છે, કૈસે કટુ અબ ગેલ. આ પણ એક કર્મને બેલ છે ને? ક્યાં વિજયપુર અને ક્યાં કંચનપુર ! એ છેડીને તું અહીં આવી અને આપણે અહીં મળ્યા. હવે હું યોગી પાસેથી કળથી કામ લઈને તેને છોડાવીશ. હવે તું ચિંતા કરીશ નહિ. આમ કહે છે ત્યાં દુરથી જેગીને આવતે જઈને મદનમાલતીએ કહ્યું આ દુષ્ટ ભેગી આવી રહ્યો છે, એટલે જિનસેન સાવધાન બનીને ઉભે
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy