SearchBrowseAboutContactDonate
Page Preview
Page 900
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ ૮૩૫ સમુદ્રવિજ્ય આદિ દશ દશાહે તેમને આશીર્વાદ આપી વંદન કરીને પાછા ફર્યા હતા અને ભગવાને પણ ત્યાંથી એક હજાર સંતેની સાથે વિહાર કર્યો હતો. તેમનાથ ભગવાન દીક્ષા લીધા પછી ચેપન દિવસ સુધી છદ્મસ્થાવસ્થામાં ગ્રામાનુગ્રામ વિચર્યા પછી તેઓ પાછા રૈવતક પર્વત ઉપર પધાર્યા અને ત્યાં તેમણે અઠ્ઠમ તપ કરીને ધ્યાનસ્થ બનીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. રાષભદેવ ભગવાનને દીક્ષા લીધા પછી એક હજાર વર્ષે કેવળજ્ઞાન થયું છે. મહાવીર ભગવાનને સાડા બાર વર્ષ અને પંદર દિવસ પછી કેવળજ્ઞાન પ્રગટ થયું હતું. મલલીનાથ ભગવાનને દીક્ષા લીધી તે જ દિવસે ચોથા પ્રહરે કેવળજ્ઞાન પ્રગટ થયું હતું અને તેમનાથ ભગવાને દીક્ષા લીધા પછી ચેપન દિવસ બાદ પંચાવનમા દિવસે ઘાતી કર્મોને ક્ષય કર્યો ને કેવળજ્ઞાનની જત પ્રગટાવી. ઘાતી કર્મો એટલે શું ? તે જાણે છે ને? જે કર્મો આપણુ આત્માના જ્ઞાનાદિ ગુણે ઉપર ઘા કરે તેને ઘાતી કર્મો કહેવાય. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મો છે. વેદનીય, આયુષ્ય, નામ અને ગેત્ર એ ચાર અઘાતી કર્મો છે. અઘાતી કર્મો આત્માના જ્ઞાનાદિ ગુણેને કોઈ જાતની હાની કરતા નથી. ચાર ઘાતી કર્મે આત્માના ગુણને આવરવામાં બાધારૂપ છે. નેમનાથ ભગવાને દીક્ષા લઈને પરમ પુરૂષાર્થ કરીને ચેપન દિવસમાં ઘાતી કર્મોનો ઘાણ કાઢી નાંખે ને અનેક સૂર્યો કરતાં પણ અતિ નિર્મળ, તેજસ્વી કેવળજ્ઞાનની જાત પ્રગટાવી. ભગવાનને કેવળજ્ઞાન પ્રગટ થતાંની સાથે જ દેવકમાં ઈન્દ્રોના આસન ડોલવા લાગ્યા, એટલે દેવેએ અવધિજ્ઞાન દ્વારા ઉપયોગ મૂકીને જોયું તે નેમનાથ ભગવાનને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. તે જાણીને ઈન્દ્રો પિતાના સામાનિક આદિ ઘણું દેના પરિવાર સાથે હર્ષભેર રૈવતક પર્વત ઉપર આવ્યા અને ભગવાનના સસરણની રચના કરી, પંચવણ અચેત દિવ્ય પુછપની વૃષ્ટિ કરી. આકાશમાં દેવદુર્લૅભીના દિવ્ય ધ્વનિ ગાજી ઉઠયા અને હર્ષભેર કરે છે તેમનાથ ભગવાનને કેવળજ્ઞાન મહત્સવ ઉજવવા હાજર થઈ ગયા. તીર્થકર પ્રભુની અને સામાન્ય કેવળજ્ઞાનીની પુન્નાઈમાં ફરક હોય છે. તીર્થંકર પ્રભુની પુનાઈને કારણે ઈન્દ્રો અને દેવો સસરણની રચના કરે છે. અશેકવૃક્ષ, પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, પ્રભુના માથે ત્રણ ત્રણ છત્ર ધરવા, ચામર વીંઝવા વિગેરે કરે છે. એમાં પ્રભુને તો કઈ ઈચછા હોતી નથી, પણ એમની પુન્નાઈના થેક એ ભવમાં જ ખપાવવાના હોય છે, એટલે સમકિતી દેવે આ બધું કરે છે. પ્રભુને કેવળજ્ઞાન મહોત્સવ ઉજવતા ઈન્દ્રો અને દેવે હર્ષઘેલા થઈને બોલવા લાગ્યા. અહે પ્રભુ! અમે આવું જ્ઞાન કયારે પ્રાપ્ત કરીશ? અમને આ અવસર કયારે પ્રાપ્ત થશે? - આ તરફ દેના ટેળા રવતક પર્વત ઉપર ઉતર્યા છે. બીજી તરફ વનપાલકે નેમનાથ ભગવાનને કેવળજ્ઞાન પ્રાપ્ત થયાના સમાચાર દ્વારકા નગરીમાં કુણુવાસુદેવને આપ્યા. આ શુભ મંગલ સમાચાર સાંભળીને કૃણવાસુદેવના સાડા ત્રણ ક્રોડ મરાય ખીલી ઉઠયા.
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy