SearchBrowseAboutContactDonate
Page Preview
Page 897
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૨ શારદી સુવાસ પૂર્ણ જીવન જીવવાની ઈચ્છા રાખનારા સંચમી આત્માઓ પણ સંયમ માર્ગમાં આવતી મુશ્કેલીઓ આનંદપૂર્વક વેઠીશ તેમ પહેલેથી જ વિચાર કરી લે છે. કેઈપણ કાર્યમાં ઉપરછલી નજરે જોયા કરતા એના ઉંડાણમાં ઉતરવાથી જ સાચી વસ્તુ પ્રાપ્ત થાય છે. કહેવાય છે ને કે “માંહી પડેચા તે મહાસુખ માણે, દેખનારા દાઝે જે ને.” આ વાત બરાબર વિચારી લેવાની જરૂર છે. આવી રીતે ધર્મને પણ ઉપરછલી નજરે નહિ જોતાં એના ઊંડાણમાં ઉતરીને સાચું જ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ. આત્મિક સુખ અને સમાધિ મેળવવા માટે ધર્મારાધના કરવાની જરૂર છે. ધર્મારાધના માટે ઉપયોગી સાધને એકઠા થયા પછી બાહ્ય ઉપાધિથી અળગા બની આંતર સમાધિના માગે આગળ વધવું જોઈએ. અનંતજ્ઞાની ભગવંતે એ ધર્મના એકેક માર્ગની પ્રરૂપણ અનંતજ્ઞાનથી સર્વજીના સર્વ ભાવેને જણને ત્રણકાળમાં અવ્યાબાધપણે કરી છે. આવા ઉત્તમ ધર્મની સાધના કરવા તત્પર બનેલા સાધકને અંતરના ઉંડાણમાં ઉતરતા અનાદિકાળથી અો જમાવીને બેઠેલા રાગાદિ ભેરીને એને ભય પમાડીને એ માર્ગેથી ચલિત કરવા માટે સામાં ધસી આવે છે પણ જે સાધક એ રીંગથી ભય પામીને દૂર ભાગી જાય તે એને માર્ગ કાંટાળે બની જાય છે અને જે એને જીતી લે તે એને માર્ગ નિષ્કટક બની જાય છે. બંધુઓ ! જ્યાં રાગ હોય ત્યાં દ્વેષનો દાવાનળ ફાટી નીકળે છે. નાનકડી ચીનગારીમાંથી મહાનલ સર્જાતા વાર લાગતી નથી. રાગ અને દ્વેષ એ જીવના મહાશત્રુઓ છે. તે અનાદિકાળથી આત્માનું અહિત કરી રહ્યા છે. ઝેરની કણી નાનકડી દેખાતી હોય પણ એ મહાવિષ પિટમાં પડતા જ ભયંકર પરિણામ સજી દે છે. રાગની છાયા નીચે જીવનારને શાંતિ મળતી નથી. રાત દિવસના રઝળપાટ પછી આત્મા શાંતને દમ ખેંચી શક્તો નથી. રાગની રામાયણ કંઈ જેવી તેવી નથી. ભયંકર કટીની છે. એ રણની આગમાં કંઈક જીવે ઝડપાઈ ગયા છે. રંગરાગને રાગીને ત્યાં કાયમ હેળી જતી હોય છે અને રાગના ત્યાગીને ત્યાં કાયમ દિવાળી છે. બેલે, તમને હળી ગમે છે કે દિવાળી ? (તામાંથી અવાજ - દિવાળી) ગમે છે દિવાળી પણ પેટાવવી છે હળ. આવું કેમ બને છે? આનું કારણ એક જ છે કે જિનવાણ રૂપ અમૃતને આસ્વાદ હજુ સુધી જીવે ચાખે નથી. શાસ્ત્રોમાં ભગવંત ફરમાવે છે કે રાત-દિવસ જિનવાણીરૂપ ઉપશમ રસના અમૃતથી જેનું મન સદા સીંચાયેલું રહે છે તે રાગ રૂપ કાળા ભેરીંગની ઝેર વમતી ઉર્મિઓથી કદી બળતું નથી. જેના અંતરમાં રાત-દિવસ જિનવાણીનું રટણ ચાલતું હોય એ જિનવાણીરૂપી અમૃતનું પાન કરનારને રાગનું ઝેર શું કરી શકે ? એ ઝેર ઉતારવાને જાદુ તે જિનવાણીમાં જ છે. ઉપશમ ભાવના તારણે આત્મદ્વારે લટકતા હોય એને સદા લીલાલહેર હોય છે. જે મનુષ્યની પાસે જિનવાણીરૂપી અમૃતને ઘડા ભરેલા હોય તે ગમે ત્યારે અમૃતનું પાન કરી શકે છે. અનાદિકાળના રાગનું ઝેર ઉતારવા જિનવાણ ઉપર શ્રદ્ધા કરવાની અવશ્ય
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy