SearchBrowseAboutContactDonate
Page Preview
Page 889
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૪ શારદા સુવાસ રામતી સ્વસ્થ થયા પછી ચિંતવવા લાગી કે મારા જીવનને ધિક્કાર છે ! કારણ કે કેમકુમાર મને છોડીને ચાલ્યા ગયા છે. હવે મારે માટે તે દીક્ષા લેવી એ જ કલ્યાણકારી છે કારણ કે જેમણે મને છોડી છે એ તે રાજપાટ અને ભેગસુખેને તજીને યોગી બની ગયા છે અને હું તે હજુ અહીં જ બેઠી છું. મને ધિક્કાર છે! મારી નેમકુમાર તે મહાન કરૂણાવંત છે. તેઓ મને છોડીને ગયા એમાં એમને કેઈ દેષ નથી. દેષ માત્ર મારા કર્મને છે. નહિતર તેઓને જે પશુની દયા આવી અને શું મારી દયા ન આવે? પશુડાની દયા કરી મુજને તરછોડી (૨) મેલી નિરાશ મને મમતાને મેડી, આવ્યા તેરણદ્વાર, પાછા વળીયા ગિરનારનેમજી. મક્ષગામી છ કર્મોદય વખતે પિતાને જ દેષ જુએ છે. બીજાને દોષ આપતા નથી. રાજેતી મનમાં વિચાર કરે છે કે જેના દિલમાં પશુઓ પ્રત્યે આટલી કરૂણા છે તે શું મારા પ્રત્યે કરૂણ ન હોય? જરૂર હોય, પણ મારા અંતરમાં મેહ ભર્યો છે તેથી મને સત્ય વાત સમજાતી નથી. મારા પિતાના પાપકર્મોને ઉદય છે. આ રીતે દુઃખથી વ્યાકુળ થતી રાજમૌં પાપકર્મોની આલેચના કરતી પશ્ચાતાપ કરવા લાગી. પિતાના પાપકર્મોને અંતઃકરણપૂર્વક પશ્ચાતાપ થતાં રાજેમતીને જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું. જ્ઞાન દ્વારા એણે પૂર્વને આડ ભવે જોયા તે ખબર પડી કે તેમનાથ ભગવાનની સાથે પિતાને આઠ આઠ ભવની પ્રીતડી છે. જે જે ભવમાં મનુષ્ય થયા તે તે ભવમાં પતિ-પત્નીને જ સબંધ હતું અને દેવકમાં દેવપણે સાથે રહ્યા છે. આ અમારે નવમે ભવ છે. “શુભ ચિંતન કરતી રાજેતી :- આ નવમા ભાવમાં ભગવાને ભૌતિક સુખે અને સંસારના પ્રેમને ત્યાગ કરીને સંયમ અંગીકાર કર્યો છે અને તેઓ હવે પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ કરવાને બોધ આપે છે અને સંયમ દ્વારા અક્ષય સુખની પ્રાપ્તિ કરવા ઈચ્છે છે. હવે મને સમજાયું કે તેઓ જાન જોડીને મથુરા પધાર્યા અને તે રણદ્વારેથી પાછા ફર્યા એમાં શું રહસ્ય હતું, આવા મહાન પુરૂષ વિના પ્રજને આવી મટી જાન જોડીને આવે નહિ ને આવ્યા તે નક્કી એમાં એક શુભ સંકેત છે. તેઓ પરણવા નહતા પધાર્યા પણ મને જગાડવા માટે જ આવ્યા હતા કે હે રાજેમતી! આ પશુઓની દયા કરીને સંયમના માર્ગે જાઉં છું. તું પણ સંસારના સમસ્ત બંધને તેડીને પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ કરવા માટે મારી પાછળ ચાલી આવે. આ શુભ સંદેશો આપી મને જાગૃત કરવા માટે જ આવ્યા હતા. શું એમની કરૂણા છેઅત્યાર સુધી મને આ વાત સમજાણી નહિ. આઠ આઠ ભવની પ્રીતિ અમર રાખવા માટે મને એમણે શુભ સંદેશ આપે છે. તે હવે હું પણ તેમના માર્ગે જ સિધાવું તે જ સાચી પની છું. મારા પતિને જે માગે તે જ મારે માર્ગ. એમને જેમાં સુખ દેખાયું એમાં જ મને પણ સુખ દેખાય છે. આ સંસાર તે એક મેહક જાળ છે. અનેકવિધ દુઃખેથી ભરે છે. આવા સંસારને હું ત્યાગ કરું
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy