SearchBrowseAboutContactDonate
Page Preview
Page 863
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯૮ શારદા સુવાસ મણીએથી બનાવેલા કળશે, માટીના કળશે, આ રીતે કુલ આઠ જાતિના કળશે દરેક એક હજાર ને આઠ લાવે. તેમજ તીર્થંકર પ્રભુના અભિષેકની મેટા અર્થવાળી સર્વ સામગ્રી લાવે. સમુદ્રવિજય રાજાએ કૌટુંબિક પુરૂષને આઠ જાતિને એકેક જાતિના એક હજાર ને આઠ કળશે તેમજ દીક્ષા માટેના સાધનો, પાતરા, રજોહરણ વિગેરે દીક્ષાની મૂલ્યવાન સામગ્રી લાવવાની આજ્ઞા આપી. તેમની આજ્ઞા પ્રમાણે કૌટુંબિક પુરૂષે દીક્ષા માટેના દરેક સાધનો લઈ આવ્યા અને જેમકુમારના દીક્ષાના અભિષેકની તૈયારી કરવા લાગ્યા. આ સમયે ચમરેન્દ્રથી માંડીને બાર દેવલેક સુધીના ચોસઠ ઇન્દ્રોએ અવધિજ્ઞાનથી જાણ્યું કે દ્વારકા નગરીમાં તીર્થકર બનનારા નેમકુમારનો દીક્ષા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, એટલે હર્ષભેર દ્વારકા નગરીમાં આવ્યા. ત્યાર બાદ કેન્દ્ર અને સૌધર્મેન્દ્ર પિતાના આભિગિક દેવેને બોલાવીને કહ્યું હે દેવાનુપ્રિયે! તમે જદી જાઓ અને સોના, ચાંદી, મણી, રત્ન વિગેરે આઠ જાતિના એક હજાર ને આઠ કળશ લઈ આવે તેમજ તીર્થકર પ્રભુના અભિષેક માટેના બધા સાધનો પુષ્કળ પ્રમાણમાં લઈ આવે. ઇન્દ્રોની આજ્ઞા થતાં જ આભિગિક દેવો કુંભ વિગેરે બધી ચીને લાવ્યા. જ્યાં સમુદ્રવિજય રાજાએ બધા કળશે ગોઠવ્યા હતા ત્યાં દેએ પિતાના લાવેલા કળશે ગઠવી દીધા. મનુષ્યના કળશે કરતાં દેના લાવેલા કળશે દિવ્ય તેજસ્વી હોય છે પણ તીર્થંકર પ્રભુના પિતાજીના કળશને ઝાંખા પાડે તેવું દેવે કરતા નથી, પણ તે દિવ્ય કળશે એવી રીતે મનુષ્યના કળશ સાથે ગોઠવી દીધા કે દેવશક્તિથી સમુદ્રવિજય રાજાના કળશમાં દેવેના કુંભ સમાઈ ગયા. એનાથી સમુદ્રવિજય રાજાના કુંભની શોભા ઓર વધી ગઈ અને રેશનીની માફક બધા કળશે ઝળહળી ઉઠયા. જેમ કેડિયાનો દી જલતે હોય ત્યાં કેઈ ઈલેકટ્રીક ટયુબલાઈટ ગોઠવી દે તે કેડિયાના દિવાના તેજ તેમાં સમાઈ જાય છે ને? એનું તેજ કંઈ જતું દેખાય છે? ના. તેમ સમુદ્રવિજય રાજાના કળશમાં દેવના કળશે સમાઈ ગયા. મકમારને અભિષેક" :- ત્યાર પછી સમુદ્રવિજ્ય રાજા અને શકેન્દ્રનેમકુમાર અરિહંત પ્રભુને પૂર્વ દિશા સન્મુખ મુખ રાખીને સિંહાસન ઉપર બેસાડયા. બેસાડીને તેઓ એક હજાર આઠ સેનાના વિગેરે આઠ જાતિના કળશે વડે તેમનો અભિષેક કરવા લાગ્યા. કેમકુમારના અભિષેકની વિધિ શરૂ થતાં પહેલાં ચોસઠ ઈન્દ્રો તે આવી ગયા હતા પણ જે વખતે અભિષેકની વિધિ શરૂ થઈ તે વખતે બીજા ઘણું દેવે ભગવાનના દીક્ષા મહોત્સવમાં ભાગ લેવા માટે ઉત્સાહભેર સ્વર્ગમાંથી નીચે ઉતરવા લાગ્યા. સૌના દિલમાં એમ થવા લાગ્યું કે અમે પણ પ્રભુને અભિષેક કરવા જઈએ. આપણે ત્યાં કઈ ભાઈ કે બહેન દીક્ષા લે છે ત્યારે તમને ઉલ્લાસ હોય છે ને તેમ દેને તીર્થકર પ્રભુની દીક્ષામાં અલૌકિક ઉત્સાહ હેય છે. દેવેથી આકાશ છવાઈ ગયું. કેટલાક દે દ્વારકા નગરીની અંદર અને કેટલાક બાર અને કેટલાક આકાશમાં રહીને સર્વ દિશા
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy