SearchBrowseAboutContactDonate
Page Preview
Page 811
Loading...
Download File
Download File
Page Text
________________ શિરદ યુવા વિલેન્દ્રિયમાં વચનબળ મળવાથી શકિત વધી, વહેપાર વધે તેથી મુડી પણ વધી. તેના અંગે સંજ્ઞી પંચેન્દ્રિયપણમાં તિર્યચપણું પામે એટલે મનબળ વયું, તેથી વિચાર કરવાની શક્તિ મળી. ત્યાં પરાધીનપણે કષ્ટ સહન કરતા અકામ નિર્જર કરી જીવરાજભાઈ પિતાની પુણ્યરૂપી મુડી એકઠો કરીને મનુષ્યગતિ રૂપી શહેરના જંકશનમાં આવ્યું. આ જંકશનમાં આવ્યું ત્યારે અનંતી લમી રૂપી એક્ષલક્ષમી મેળવવાની ખરેખરી કકડીને ભૂખ લાગી હતી તેથી ચારિત્ર રૂપી દુકાનની તપાસ કરી પણ માતાપિતાના લાડકોડના પહેલા ખેલે એને મૂંઝવ્યું. ત્યારે જીવરાજભાઈ એ મનથી વિચાર કર્યો કે આ મનુષ્યગતિ રૂપી શહેરના જંકશનમાં આયુષ્ય પ્રમાણે ગાડી રોકાવાની છે. પુષ્ય રૂપી મુડી મારી પાસે છે, અને ચારિત્રની દુકાને તે જ્યારે જોઈએ ત્યારે ખુલી છે. આ નાટકને પહેલે ખેલ. માતા પિતાના લાડકેડમાં ઉછરતા જીવરાજભાઈ એ પહેલું બાળપણના નાટકનું દશ્ય જોઈને યુવાનીમાં પ્રવેશ કર્યો. ત્યાં બીજે ખેલ પત્નીને એ ખેલ આગળ પહેલે ખેલ ઝાંખે લાગે ત્યાં પત્નીના મેહમાં મુંઝાયે, અને મનમાં બે કે હજુ આયુષ્ય ઘણું બાકી છે. પુણ્ય રૂપી મુડી મારી પાસે છે. ચારિત્રની દુકાને ચાલી જવાની નથી. આ ખેલની મઝા કોઈ ઓર છે. એ કેમ જતી કરાય ? આ બીજા પત્નીના નાટકના ખેલની મઝા પૂરી થઈ નથી ત્યાં તે ત્રીજો ખેલ છેકરા છેયાને નીકળે. આ ખેલમાં તે એને એટલી બધી મઝા આવી ગઈ કે આગળના નાટકના બે ખેલના દયે તે એની આગળ નિસ્તેજ દેખાયા. પત્ની અને બાળકની મમતામાં જીવરાજભાઈની પિણી ઉંમર તે પસાર થઈ ગઈ છતાં મનમાં બબડે છે કે હજુ આયુષ્ય કયાં પૂરું થઈ ગયું છે, ઘણું આયુષ્ય બાકી છે, પુણ્યની મુડી મારી પાસે છે અને ચારિત્રની દુકાને કંઈ ચાલી જવાની નથી પણ આ જીવડે મેહમાં એ મૂંઝાઈ ગયા છે કે એને ખબર નથી કે આ ગાડી કયારે ઉપડી જશે, માટે જ્ઞાની ભગવંતે જીવને ચેતવણું આપે છે કે હે જીવાત્માઓ! હવે જાગે. માનવ જાગો રે હવે, આવું જીવન ફરી નહિ રે મળે. સર્વ ગતિમાં શિરદાર, એને કરજે વિચાર– ફરી નહિ રે મળે. નક નગદમાં ભમી ભમી આવ્ય (૨) પુણ્યબળે માનવભવ તું પામ્ય, બન્યા પૈસાને પૂજારી, વિષયવૃત્તિને ભિખારી શાંતિ નહિ રે મળે સર્વ ગતિઓમાં શ્રેષ્ઠ મનુષ્યગતિ તમે પામ્યા છે. નરક, નિગેહમાં ઘણું ભમ્યા હવે પુણ્યની મુડી લઈને માનવભવમાં આવ્યા છે. અહીં માતા-પિતા, પત્ની, પૈસા, પુત્ર પરિવારને મોહમાં પડે છે ને તે વિચાર કરે છે કે આ સંસારનું નાટક પૂરું જોઈ લેવા દે. હજુ ઘણું આયુષ્ય બાકી છે પણ આ પામર આત્માને ખબર નથી પડતી કે પુણ્યરૂપી મુડી મહરાજાના સુભટોએ લૂંટવા માંડી છે. હવે ખલાસ થવાની તૈયારી છે. છોકરા મેટા થયા એટલે એના સગપણના શ્રીફળ આવ્યા ને પરણાવ્યા. ઘરમાં પુત્રવધૂએ આવી. આ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy