SearchBrowseAboutContactDonate
Page Preview
Page 795
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૦ શારદા સુવાસ આપણુ અધિકારના નાયકેલનના ઉત્સાહ અને મહત્સવમાં પણ તેઓએ આત્મ સ્વરૂપમાં કેટલી સ્થિરતા કેળવી હશે કે વાજિંત્રોના ગગન ભેદી સૂરમાં પણ પશુ પક્ષીઓના રૂદનને અવાજ એમના અંતર સુધી પહોંચી ગયે. તેમના મનમાં મંથન શરૂ થયું કે એકબાજુ લગ્નની શરણાઈના સૂર ગગનને ભેદી નાખે છે, ત્યારે બીજી તરફ આ નિર્દોષ પશુઓ બિચારા કરૂણ કલ્પાંત કરે છે. આ મારાથી કેમ સડન થાય આવું પરણવા જવાનું પણ કેમ ગમે? આ રાંકડા પશુ પક્ષીઓને અભયદાન મળવું જ જોઈએ. આવાનેમકુમારના અંતરના ભાવ જાણીને સારથીએ વાડામ થી અને પિંજરમાંથી પશુ પક્ષીઓને બંધનથી મુક્ત કરી દીધા એટલે જેમ જેલમાંથી જેલી છુટેને આનંદ થાય, ભૂખ્યાને ભેજન મળે, તરસ્યાને પાછું મળે, અંધાને આંખ અને પાંગળાને પણ મળે ને એટલે આનંદ થાય તેથી પણ અધિક આનંદ આ પશુ-પક્ષીઓને અભયદાન મળતાં થયા. પશુઓને આનંદ થયે તેનાથી અધિક આનંદ જેમકુમારને થયે. એ આનંદ અને હર્ષની ખુશાલીમાં એમણે સારથીને ખૂબ ધન્યવાદ આપ્યા ને કહ્યું કે સારથી ! તારી વીરતાને ધન્યવાદ છે. તારું કાર્યો જોઈને હું ખુશ થયે છું. કેમકુમારે ભાષાથી સારથીને ધન્યવાદ આપ્યા. ઘણાં માણસે કઈ સારું કાર્ય કરે ત્યારે વચન દ્વારા પ્રસન્નતા વ્યક્ત કરે છે પણ એની કદર કરતા નથી, પણ નેમકુમારના ધન્યવાદ લૂખા ન હતા. તેઓ સમજતા હતા કે મોઢાના ધન્યવાદ કે વાહ વાહ ખાવા પીવાના કે પહેરવા ઓઢવાના કામમાં આવતા નથી. મેઢાના ધન્યવાદ સંસાર વ્યવહારમાં ગૃહસ્થને સહાય કરી શકતા નથી, તેમ મેઢાના ધન્યવાદથી તેને આનંદ પણ થતું નથી, એટલે કેમકુમાર સારથીને મેઢાને ધન્યવાદ આપીને ખુશ થઈને બેસી ન રહ્યા પણ સારથીને ખુશ કરવા માટે શું કર્યું, सो कुडलाण' जुयल, सुत्तग च महायलो। आभरणाणि य सयाणि, सारहिस्स पणामए ॥२०॥ એ મહાન યશસ્વી ભાવિમાં તીર્થકર ભગવાન બનવાવાળા નેમકુમારે પોતાના કાનમાંથી કુંડળે કાઢયા, એ કુંડળમાં જડેલા રને અત્યંત કિમતી હતા. એના ઉપર સૂર્યના કિરણે પડતાં એ રત્નમાંથી તેજમય કિરણે નીકળતા હતા. એવા કિંમતી રત્નો કુંડળમાં જડેલા હતા. એવા કુંડળે જલદીથી કાનમાંથી ઉતારી નાખ્યા, પછી હાથમાંથી બાજુબંધ, કેડમાંથી કરે, કંઠમાંથી સાત સેરા, નવરા હીરા, માણેક, મોતી જડેલા કિંમતી હાર, આંગળીઓમાં પહેરેલા વેઢ અને વી ટી આ બધું એક પછી એક ઉતારવા લાગ્યા. આ જઈને સારથી પણ વિચારમાં પડી ગયા કે જેમકુમાર પરણ્યા પહેલા જ બધા આભૂષણે કેમ ઉતારે છે? ત્યાં તે નેમકુમારે બધા આભૂષણે ઉતારીને સારથીને આપી દીધા. ઉત્કૃષ્ટ ભાવે આભરણું ઉતાર્યા, આપ્યા સારથીને હાથ (૨) નથી પરણવું હવે મારે, છોને મુક્ત કર્યા આજ (૨) એ એ કણસાગરે કરૂણું કરી, શીખવ્યા અહિંસાના પાઠ જો =
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy