SearchBrowseAboutContactDonate
Page Preview
Page 764
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ તરવાના સાધનોના નામ લખો. આ બર્ડ એવી જગ્યાએ લટકાવે કે જ્યાં તમારી દષ્ટિ ' વારંવાર જતી હોય ત્યાં નજર પડશે એટલે તરત ખ્યાલ આવશે કે હું શું કરી રહ્યો છું ? મારે ભવસાગર તરે છે માટે ડૂબવાના સાધનની ઉપાસના છેડીને તરવાના સાધનોની ઉપાસના કરું. જેઓ આ ભવમાં ભવસાગર તરવાના છે અને અનેક જીને ભવસાગર તરવાનો રાહ બતાવવાના છે એવા ભાવિના નેમનાથ ભગવાન અત્યારે નેમકુમાર વરરાજા બનીને પરણવા માટે જાનના નાયક બનીને આવ્યા છે. તેઓ તેરણદ્વારે જઈ રહ્યા છે. આ તરફ રાજેમતીનું જમણું અંગ ફરકવાથી તેના મનમાં શંકા થાય છે કે તેણે આવેલા નમકુમાર મને પરણ્યા વિના પાછા તે નહિ ફરે ને? આ અપશુકનનું પરિણામ શું આવશે? ઘણુ વાર જેવું બનવાનું હોય છે તેના પડઘા પહેલાથી પડે છે. તમને અનુભવ હશે કે ઘણીવાર સારું બનવાનું હોય ત્યારે આપણું હૈયું હર્ષથી ઉભરાઈ જાય છે અને ખરાબ થવાનું હોય છે ત્યારે ઉડે ઉડેથી જીવ બળતો હોય છે. અમુક દિશામાં વાદળી ચઢી આવે છે ત્યારે ખેડૂત વિચાર કરે છે કે આજે ધોધમાર વરસાદ આવશે અને અમુક દિશામાં ઘમઘેર વાદળી ચઢી આવે ત્યારે વિચાર કરે છે કે ગમે તેટલી વાદળી ભલે ચઢી આવી પણ વરસાદ પડવાને નથી. એવી રીતે અહીં રાજેમતીનું જમણું અંગ ફરકવાથી એના આનંદના રંગમાં ભંગ પડી ગયો. એના અંતરમાં ઊંડે ધ્રાસ્ક પડે કે નક્કી આજે મને અપશુકન થશે. નેમકુમાર પશુ-પક્ષીઓને પૂરેલા વાડા પાસે આવ્યા અને પશુ-પક્ષીઓની કારમી કીકીયારીઓ સાંભળતાં તેમનું દિલ દ્રવી ઉઠ્યું. એમણે આ કરૂણ દશ્ય જોઈને સારથીને પૂછયું સારથી! આ બધા નિર્દોષ અને સુખના અભિલાષી પ્રાણીઓને શા માટે વાડામાં પૂર્યા છે? એમની સ્વતંત્રતા શા માટે લૂંટી લીધી છે? કેમકુમારની કરૂણું તે જુએ. આજે માનવ માનવની દયા કરે, માણસની ખબર લે પણ કંઈ પશુ-પક્ષીઓની ખબર લેતા નથી. જ્યારે આ તે પશુ-પક્ષીઓની ખબર લે છે. કરૂગાવંત નેમકુમારના કાને પશુઓને પિકાર સંભળાયો, અને વાડામાં પૂરેલા નજરે જોયા એટલે સારથીને પૂછયું. હવે સારથી તે જેવું હોય તેવું સત્ય જ કહે ને? સારથીને ખબર નથી કે હું સાચો જવાબ આપીશ તે એનું પરિણામ શું આવશે? નેમકુમારના પ્રશ્નના જવાબમાં સારથી કહે છે. अह सारही तओ भणइ, एए भद्दाउ पाणियो। तुज्झ विवाह कज्जम्मि, भोयावेउ बहु जणं ॥१७॥ હે નેમકુમાર ! આ બધા નિર્દોષ પ્રાણીઓને આપના વિવાહમાં આવેલા માણસોમાં જે માંસાહારી છે તેમના ભજન માટે પશુઓને વાડામાં અને પક્ષીઓને પાંજરામાં પરેલ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy