SearchBrowseAboutContactDonate
Page Preview
Page 750
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા વાય ૫ મહેફિલમાં એ સઘળા ઠેકાણે પડી જશે. શખરીએ પૂછ્યું શું એ બધાનો વધ કરવામાં આવશે ત્યારે એની માતાએ કહ્યું-દીકરી! એમાં નવાઈ પામવા જેવું શું છે? આપણે ત્યાં લગ્ન હોય ત્યારે આપણી ઈજ્જત અને મેાભા પ્રમાણે બધું જ કરવુ' પડે. આ સાંભળી શબરી તા આભી જ બની ગઇ. કોઈપણ પ્રાણીને અજાણતાં પણ દુભાવાય નહિ એવું આશ્રમમાં શિક્ષણ પામી હતી તે ભીલપુત્રી પેાતાના જ લગ્નમાં આટલા બધા પશુનો વર્ષ થાય તે કેવી રીતે સહન કરી શકે! એણે નિશ્ચય કર્યાં કે મારાથી આવા હઁસાભર્યો વાતાવરણમાં રહી શકાશે નહિં, એટલે ઘરના બધા રાત્રે સૂઈ ગયા પછી મધરાત્રે તે ઘરમાંથી છાનીમાની ચાલી નીકળીને આશ્રમમાં આવી. ઋષિ અને ઋષિપત્નીએ તેને પૂછ્યુ બેટા ! અત્યારે કયાંથી આવી ? શમરી ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી ને બધી વાત કરી. માત’ગઋષિએ તેને ધીરજ આપીને સમજાવી કે એટા ! હું જાણું છું કે હવે તું ત્યાં નડ઼િ રહી શકે, છેવટે તપાસ કરતા તેના મા-બાપ આશ્રમે આવ્યા ને શખરોને લઇ જવા ખૂબ સમજાવી પણ શમરી ઘેર ન ગઈ તે ન જ ગઈ. એ જ શખી રામની પરમ ભક્ત બની ગઇ. એની ભક્તિના પ્રભાવે એને રામચંદ્રજીનો ભેટો થયા ને એના એઠાં ખેર રામચદ્રજીએ પ્રેમથી આરેગ્યા હતા. ટૂંકમાં મારો કહેવાનો આશય એ છે કે એક ભીલની દીકરીના જીવનમાં આવી અહિંસા હતી કે જે પશુપ્રેમની દયા ખાતર પરણી નહિ, ત્યારે દયાના અવતાર તેમકુમાર પરણે ખરા ? તેમણે પશુ વાડામાં પૂરેલા પશુપક્ષીએને ભયભીત ખનીને ચીચીયારીઓ કરતા જોયા ને મનમાં થયું કે આ શુ ? તેમનું હૃદય હચમચી ઉઠ્યું.. તેણુ આવ્યા તેમકુમાર જ્યાં, પિજમાં પશુઓને દેખે પશુઓના કલરવ અવાજ સુણ્યા, ગૌરવ કાજે હિંસા થાશે; પાકાર સુણતાં નૈમકુમારનું હૈયું વીધાઇ જાય રે....ચાલ્યા નેમકુમારનો જાન આવી ઉગ્રસેન રાજ રે-ચાયા નેમકુમાર નેમકુમાર તેરણે જાય છે ત્યારે પશુપક્ષીઓ એમનો ભાષામાં કહે છે આ દયાળુ તેમકુમાર ! અમારા ઉપર કરૂણા કરીને અમને બચાવેા. કઇંક પશુડાએ કરૂણ સ્વરે રડે છે ત્યારે કોઇ પશુ એને સમજાવે છે કે તમે રડો નRsિ. તેમકુમાર તે કરૂણાવત છે. એક કીડીનો પ્રાણ દુભાય ત્યાં તેમનુ કાળજુ કપાય છે. એવા એ કરૂણાવત શું આપણા ગળા ઉપર છરી ફરવા દેશે? નહિ....નહિ એવું કદી નિહું અને. હમણાં આપણુને પાંજરામાંથી છેડાવશે. આ પશુ પક્ષીઓ નમકુમારને ઓળખતા પીછાણુતા નથી પણ એમનુ દિલ આ પ્રમાણે કહે છે. તેા વિચાર કરો કે ભગવાનના દિલમાં અહિં સાનુ કેવુ. આંદેલન હશે કે પાંજરામાં પૂરાયેલા પશુપક્ષીઓના દિલ સુધી એના પડઘા પડયે ! નેમકુમારે પશુઓના પાકાર સાંભળ્યા ને અંતરમાં કરૂણાના ઝરણા વહેવા લાગ્યા,
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy