SearchBrowseAboutContactDonate
Page Preview
Page 738
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ ૨૭૩ હોય છે. માતા પિતાની માયા છોડીને અપરિચિત ઘરમાં જવાનું, એ ઘરના રીતરિવાજે તથા એકબીજાના સ્વભાવ કેવા હોય, એમની સાથે મળીને રહેવાનું, પારકાને પિતાના કરવાના એટલે રવાભાવિક અજાણ્યું લાગે પણ અત્યારે એવું રહ્યું નથી. કુંવારા એકબીજા હરવા ફરવા જાય, નાટક સિનેમા જેવા જાય અને કુંવારી વહુ અઠવાડિયું સાસરે આવીને રહે એટલે પતિ અને સાસરિયાના સ્વભાવથી પરિચિત થઈ જાય તેથી ચિંતા થાય જ નહિ ને ! અને બીજી ત્રીજે દિવસે જમાઈ એના સાસરે ને વહુ એના સાસરે જાય એટલે સાસરિયાને એવી નવાઈ જ ન રહે કે વહુ આવી કે જમાઈ આવ્યા. (હસાહસ) રાજુલના હૃદયમાં લજજા હતી એટલે મેમકુમારને જોવાની ઈચ્છા હોવા છતાં સંકેચ અનુભવવા લાગી, તેથી સખીઓ કહે છે વહાલી સખી ! આમ શરમાય છે શું? ઉઠ, ઉભી થા, પછી તો મોટે ઘૂંઘટ તાણીને માયરામાં બેસવું પડશે એટલે કેમકુમારનું મુખ જેવા નહિ પામે. એમ કહીને સખીએ તેને પરાણે ઉભી કરીને રેમકુમારને જોવા માટે ગેખે લઈ આવી. નેમકુમારની જાન પહોંચી મથુરા રે લોલ.યાદવકુળની જાન રાજુલ ઉભી ગોખે જુવે, સખી વૃદની સાથે એ શેભે, નેમકુમારને રાજુલ નીરખે, એનું જમણું અંગ ફરકે, એસબીએને પૂછે શું પડશે રંગમાં ભંગ રેમકુમારની... સખીઓની વચમાં રાજેમતી શરદુપૂર્ણિમાના ચંદ્રની માફક શોભતી ગેખમાં ઉભી રહીને દૂરથી આવતા હાથી ઉપર બેઠેલા નેમને નીરખવા લાગી. આઠ આઠ ભવની પ્રીતડી છે એટલે જેમકુમારને જોઇને રાજેમતીને અલૌકિક આનંદ થયે. સખીઓની સાથે એ જાનને જોતી હતી પણ તેની દષ્ટિ જાન પર ન હતી પણ જાનના નાયક પર હતી. જાનના નાયક અરિષ્ટનેમિકૂપારના દરથી દર્શન કરીને ૨.જેમની પોતાના મનમાં વિચારવા લાગી કે અહો ! હું મડાન ભાગ્યશાળી છું કે મને ભગવાન જેવા અલૌકિક, પવિત્ર, સૌંદર્યવાન, તેજસ્વી અને પરાક્રમી પતિની પત્ની બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ભગવાનની મારા ઉપર કેવી કૃપા છે કે મને પિતાની અર્ધાગને બનાવીને લઈ જવા માટે તેમણે પિતે અહીં પધારવાનું કષ્ટ ઉઠાવ્યું છે. આજે મારી સાથે લગ્ન કરીને મને તેઓ પોતાની ધર્મપત્ની બનાવશે અને હું પણ આજે મારા હૃદયેશ્વરના સારી રીતે દર્શન કરી શકીશ. આવા પતિની પત્ની બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવાની સાથે મને મહારાણી શીવાદેવી અને મહારાજા સમુદ્રવિજય જેવા સાસુ સસરાની સેવા કરવાને સુગ પણ મળશે. હું ત્રિખંડ અધિપતિ શ્રીકૃષ્ણ અને બલભદ્રજીની બંધુપત્ની (ભાભી) બનીશ. મારી મટી બહેન સત્યભામાં મારી જેઠાણી બનશે. આ જગતમાં મારા જેવી ભાગ્યશાળી શ. સુ. ૪૩
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy