SearchBrowseAboutContactDonate
Page Preview
Page 731
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા મુવાસે કહેતા હશે, પણ એક તે વગર આમંત્રણ આપ આવ્યા છે અને બીજું લગ્ન બાબતમાં તમને કંઈ પૂછયું નથી તે આવા પ્રકારની વાત કરવી એ મર્યાદા વિરુદ્ધ છે. આવી વાત કરીને લગ્નમાં વિન ઉભું કરશે નહિ ને બધાના મનમાં સંદેડ થાય તેવી વાત તમે બાલશે નહિ. તમે મને કહ્યું તે ભલે કહ્યું પણ હવે બીજા કેઈને આ વાત કહેશે નહિ, અને જ્યાંથી આવ્યા છે ત્યાં પાછા ચાલ્યા જાઓ. કૃષ્ણની વાત સાંભળીને શકેન્દ્ર ઉત્તેજિત બનીને કહેવા લાગ્યા કે હે કૃષ્ણજી ! મારે કહેવાને ઉદ્દેશ લગ્નમાં વિદત ઉત્પન્ન કરવાને કે કેઈના મનમાં સંદેડ કરવાનું નથી. આપ મારા તરફથી કઈ જાતની ચિંતા ન કરશે. મેં તે જે વાત મારા સમજવામાં આવી તે વાત આપને કહી છે. હવે આ વાત હું બીજા કેઈને નહિ કહું, પણ હું એ જોઉં છું કે જેમકુમારના વિવાહ કેવી રીતે થાય છે ! “લગ્ન મહોત્સવથી ગાજી રહેલી મથુરા નગરી” – આ તરફ દ્વારકા નગરીથી જાન મથુરા તરફ રવાના થઈ ગઈ છે. બીજી તરફ મથુરા નગરીમાં ઉગ્રસેન રાજાને ત્યાં પણ ધામધૂમ ચાલે છે. લગ્નને દિવસ નકકી થયે ત્યારથી રાજેમતીને માટે વસ્ત્રો તૈયાર થવા માંડયા હતા. હીરા, મોતી, માણેક અને સેનાના આભૂષણે ઘડવા ચતુર સોનીઓને બેલાવ્યા હતા. રાજુમતીને આપવા માટે બધે કરીયાવર તૈયાર થઈ ગયું હતું. હવે તે લગ્નના દિવસની રાહ જોવાતી હતી જેમ જેમ લગ્નને દિવસ નજીક આવતે તે હવે તેમ તેમ રામતીને આનંદ પણ વધતું જતું હતું. એમ કરતાં લગ્નને દિવસ આવી ગયે. ઉગ્રસેન રાજાએ ઘણુ દિવસ અગાઉથી તૈયારીઓ કરવા માંડી હતી. વજાપતાકાઓથી આખું નગર શણગાર્યું છે. ઘરઘરમાં આનંદની ઉમિઓ ઉછળી રહી છે ને જાનની રાહ જેવાય છે. આનંદ ઉત્સવ આજે થાય આખા શહેરમાં રે, આવે નેમકુમારની જાન આનંદ અપાર, મંડપ માટે બાંધીયે, જેની શોભાને નહિ પાર, શહેર આખું શણગાયું, ઘરઘર આનંદ અપાર, વાગે વાજા શરણાઈ ને ઢેલ નેમજીની જાન આવે શેભતી રે આખી મથુરા નગરી હેલનગારા અને શરણાઈઓના નાદથી ગાજી રહી છે. સ્થળે સ્થળે સૌભાગ્યવતી સ્ત્રીઓ મંગલ ગીત ગાઈ રહી છે. ઉગ્રસેન મહારાજાના મહેલમાં તે ભારે ધમાલ મચી રહી છે. રાજકુળની સૌભાગ્યવતી સ્ત્રીએ રાજેમતીને સેનાના ઉત્નજડિત બાજોઠ ઉપર બેસાડીને મંગલ ગીત ગાતા ગાતી પીઠી ચોળવા લાગી. પીઠી ચળ્યા પછી પાણીમાં અત્તર બાદ કિમતી પદાર્થો નાંખી રાજેમતીને સ્નાન કરાવ્યું, પછી રાજેમતીની સખીઓ તેને માથામાં ઉંચા પ્રકારનું કિંમતી સુગંધિત તેલ નાખી માથું એળવા લાગી. માથું એાળ્યા પછી વસ્ત્રાભૂષણથી સખી એ રમતીને શણગારવા લાગી.
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy