SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ શાઢા સુવાસ વહેપારમાં સીઝનને સમય આવે તેને તમે શું ગણે છે? કમાણી કરી લેવાને અને ખરીદી કરી લેવાને પુરૂષાર્થ કાળ ગણે છે ને? બસ, આ રીતે તમે સમજી લે કે દરેક ભવમાં માનવભવ એ ધર્મ સાધનાને પુરૂષાર્થ કાળ છે. એમાં મનુષ્ય જે પુરૂષાર્થ ન કરી લે તો એણે આરાધનાને પુરૂષાર્થ કાળ ગુમાવે છે. પછી ઈચ્છા કરે કે હવે જે, મારું આયુષ્ય વધે તે ધર્મને ભરપૂર પુરૂષાર્થ કરી લઉં તે કંઈ બની શકે ખરું? બીલકુલ નહિ. તમારા અંતરમાં એક વાત લખી રાખો કે “માનવ જીવનની પ્રત્યેક ક્ષણ એ ધર્મ આરાધનાને મેંઘેરો પુરૂષાર્થ કાળ છે. તમે ભલે ને લાખ કે કરડે રૂપિયા આપવા તૈયાર છે પણ ગયેલી એક પણ ક્ષણ પાછી નહિ આવે”. માટે અહીં એ લક્ષ રાખવાનું છે કે મારી વર્તમાનક્ષણ ધર્મના પુરૂષાર્થ વિનાની તે જઈ રહી નથી ને? ગમે ત્યાં, ગમે તે સ્થિતિમાં કે ગમે તે સંસારિક કાર્યમાં બેઠા હે ત્યાં પણ ઓછામાં છે માનસિક પુરૂષાર્થ તે કરી શકે ને ? જેમ કે હૃદયમાં વીતરાગ પ્રભુને યાદ કરી શકાય અથવા સંસારની વિચિત્રતા, સંગેની અનિત્યતા, પદાર્થોનું પર પણું, પાપને ભય, મારે પરલેક કેમ સુધરે એને ખ્યાલ રાખી શકાય અગર કેઈ તત્વનું ચિંતન, નવકાર મંત્રનું સ્મરણ, આવું આત્માને પવિત્ર રાખનાર કંઈક ને કંઈક ચિંતન કરી શકાય. આ માટે મનમાં પાકો નિશ્ચય કરે જોઈએ કે મારી ક્ષણે ક્ષણે આરાધનાને કિંમતી કાળ પસાર થઈ રહ્યો છે. અને જે હું જેમ તેમ વેડફી નાંખીશ અને દુનિયાની બીજી ગમે તેવી હોંશિયારી બતાવી યા ગમે તેવા દુન્યવી સંતાપ કરીશ તે પણ તેમાં સરવાળે શું ઉતરવાનું ? સંપુરૂષાર્થને અમૂલ્ય કાળ તે મેં ગુમાવી દીધે ને? મારા મર્યા પછી દુનિયા મારી હોંશિયારીને યાદ કરવાની છે અને કરે તે પણ મારે કંઈ જેવું છે? માટે ક્ષણ ક્ષણના પુરૂષાર્થને લેખે લગાડવા આરાધનાથી સફળ કરી લેવા નિર્ધાર કરે અને પછી હૃદયની અપવિત્રતાઓને દૂર ફગાવે. એટલું ધ્યાનમાં રાખવાનું છે કે મૂળમાં આવશ્યક પવિત્રતા વિના આરાધનાનો પુરૂષાર્થ સફળ થશે નહિ. જેમને માનવભવની એકેક ક્ષણની કિંમત સમજાઈ છે તેવા નેમકુમારની વાત ચાલે છે. જેમકુમાર સંસારમાં અનાસક્ત ભાવથી રહે છે. તેઓ સંસારમાં રહેવા છતાં સંસારમાં લેપતા નથી. એમને આત્માને રસ છે, જ્યારે તેમના માતા પિતા, ભાઈ ભાભીએ બધાને સંસારને રસ છે. જેને જેમાં રસ હોય તે પિતાની પાસે આવનારને તે તરફ ખેંચી જાય છે. જેમ કેઈને બગીચામાં ફરવા જવાનો રસ, કેઈને નાટક સિનેમા જેવાને રસ, કેઈને હોટલમાં ખાવા પીવાને રસ તે કોઈને ધર્મને રસ આ રીતે જેને જે રસ હશે તે રીતે વર્તાશે. નેમકુમારને ત્યાગને રસ છે ને તેમના માતા-પિતા વિગેરેને પરણાવવાને રસ છે. કૃષ્ણજીને ચિંતાતુર જોયા પછી રાણીઓ કહે છે અમે અમારી વાતુરી અને કળાથી વૈરાગી નેમકુમારને વરણાગી બનાવી દઈશું, તે માટે આ વસંતઋતુ પણ આવી ગઈ છે. આવા કાર્ય વસંતતુમાં સરળતાથી થાય છે. માટે સ્વામીનાથ ! આપ રેવતગિરિ ઉપર
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy