SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ વ્યાખ્યાન ન.-૫૬ ભાદરવા સુદ ૧૦ ને મંગળવાર તા. ૧૨-૯-૭૮ અનંતજ્ઞાની, શૈલેય પ્રકાશક, કરૂણાનીધિ સર્વજ્ઞ ભગવંતે જગતના જીને ફરમાન કરે છે કે હે જી ! અનંતકાળથી સંસારની માયામાં મૂઢ બનીને આસક્ત બન્યા છે પણ વિચાર કરે. આ સંસાર એક રંગભૂમિ છે. રંગભૂમિમાં જુદા જુદા પાત્રો હોય છે તેમ આ સંસારમાં પણ દરેક જી પિતાના કર્મ પ્રમાણે જુદા જુદા પાત્ર ભજવે છે. - કઈ રાજા ને કઈ બને રંક, કેઈ ખાય ખાજા ને કેઈનું પેટ ખાલી, કઈ મહેલાતમાં મહાલે ને કઈ બિચારાને રહેવા પણ ના મળે પડી. . કઈ પદયથી રાજા બને છે તે કઈ રંક બને છે. કેઈ શ્રીમતને ત્યાં જન્મ લે છે તે એને સૌ ખમ્મા ખમ્મા કરે છે, તે કઈ ગરીબને ત્યાં જમે છે તે એને ગળથુથીના પણ સાંસા હોય છે. કેઈ સાત માળની ઈમારતમાં મહાલે છે તે કઈને ભાંગીતૂટી ઝુંપડી પણ હોતી નથી. કેઈ પિતાના શરીરને સારા સારા વસ્ત્રાભૂષણથી શણગારે - છે તે કેઈને બિચારાને અંગ ઢાંકવા માટે ફાટયા તૂટ્યા વસ્ત્રો પણ મળતા નથી. એક લગેટભેર ફરતા નજરે પડે છે. કેઈને દરરોજ સારા સારા એવા મિષ્ટાન્ન ખાવા મળે છે અને સંતરા, મોસંબી, દ્રાક્ષના ઠડા મઝાનું જ્યુસ પીવા મળે છે ત્યારે કેઈને ખાવા માટે લુખે સૂકે રેટ અને પીવા માટે ખાટી છાશ પણ મળતી નથી. કેઈ શ્રીમંત ગાદીએ બેસીને ટેલીફેનમાં વહેપારી સાથે વાત કરીને પળવારમાં હજાર રૂપિયા પેદા કરે છે જ્યારે કેઈ ગરીબ માણસ સવારથી સાંજ સુધી ધગધગતા તડકામાં કાળી મજૂરી કરે છે છતાં માંડ રૂપિયે કમાય છે. આ બધું કર્મરાજાનું નાટક છે. કર્મરાજાએ બધાં પાત્રોના વિભાગ પાડેલા છે. તે પ્રમાણે પાઠ ભજવવા માટે આપણે આ સંસાર ભૂમિ ઉપર આવ્યા છીએ અને પાઠ ભજવીને સૌને એક દિવસ ચાલ્યા જવાનું છે. એ ધુઓ ! તમને કઈ પૂછે કે તમે ક્યાંના રહેવાસી છો? તે તમે તરત કહેશે કે - અમે મલાડના રહેવાસી છીએ. કઈ કહેશે કે મુંબઈ રહીએ છીએ પણ અમારું મૂળ વતન તે રાજકેટ છે, કચ્છ છે, જામનગર છે, પણ જ્ઞાની પુરૂષ તે કહે છે કે ભાઈ! તમે ગુજરાતના હ, કાઠીયાવાડના હે, કચ્છના હો કે મુંબઈ અગર મલાડના વતની છે પણ કેઈને અહીં શાશ્વત રહેવાનું નથી, માટે આપણે રહેવાસી નથી પણ પ્રવાસી છીએ. જીવનું શાશ્વત ઘર તે મેક્ષ છે. આ તે સંગ સબંધે આ જીવ સંસારમાં આવ્યું છે, મનગમતાં સગે મળતાં હરખાય છે પણ આ સંગને અવશ્ય એક દિવસ વિગ થવાનું જ છે. આપણું શરીર પણ એક ભાડૂતી મકાન છે. તમે ભાડૂતી મકાનમાં ગમે તેટલા વર્ષે રહો પણ એના પ્રત્યે મમત્વ નહીં જાગે, કારણ કે એને મારું માન્યું નથી. એને તમે રંગરેગાના
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy