SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકનું નિવેદન ” ગુરૂ વિના કે નહિ મુકિતદાતા, ગુરુ વિના કે મા જ્ઞાતા ગુરૂ વિના કે નાહય હત ગુરૂ વિના કે નહિ સૌખ્યકર્તા.” ખંભાત સંપ્રદાયના ઝળહળતા શાસનના સિતારા, શાસનના, પ્રખર વ્યાખ્યાતા મહાવિદુષી બા, બ, પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજી જેમનામાં યથાનામ તથા ગુણ પ્રમાણે સાક્ષાત જ્ઞાનદેવી સરસ્વતી સન્માન પૂજ્ય સતીજીના મુખેથી જ્યારે વીતરાગ વાણીનો ધોધ વહી રહ્યો હોય ત્યારે તેમની સન્મુખ બેસી તે ઘધનું પાન કરવું એ જીવનને એક અમૂલ્ય લ્હાવો છે. છેલ્લા બે વર્ષથી મને તેઓશ્રીને પરિચય થયો છે. મેં એમના લગભગ ૨૫૦ વ્યાખ્યાને સાંભળેલ છે. તેમાં સિદ્ધાંતને સમજાવવા માટે ન્યાય, દષ્ટાંત અને રૂપકેની જે રજુઆત કરે છે તે અજોડ છે, અને વિશેષતા તે એ છે કે ૨૫૦ વ્યાખ્યાનમાં કયાંય એકેય દૃષ્ટાંતને કે એકની એક વાતને ફરી પુનરાવર્તન કરેલ મેં સાંભળેલ નથી, દરેક વ્યાખ્યાનમાં તેમના અંતરના ઉંડાણમાંથી નવા નવા ભાવ અને કઈ જુદી જ વિશેષતાઓ જાણવા મળે છે. તે જ બતાવે છે કે તેમનામાં કેટલે જ્ઞાનને ભંડાર ભરેલો છે. મેં પૂ. મહાસતીજીને શારદા સાગર, શારદા-દર્શનના પુસ્તકે વાંચેલ છે અને મારા જૈનેતર મિત્રોને તે પુસ્તકે આપેલ છે. તેઓ આ પુસ્તક વાંચીને મંત્રમુગ્ધ બની ગયા છે અને જ્યારે મળે ત્યારે સતીશ્રીને નવા પ્રવચનના પુસ્તકની વારંવાર માગણી કરે છે. ઉપર જણાવ્યા મુજબ સન્મુખ બેસી તેમની વાણીનું પાન કરવાનું સદ્ભાગ્ય બહારગામવાળા તથા વ્યવસાય તેમજ નેકરીમાં ગુંથાયેલા મુમુક્ષુઓ માટે અશકય હોય છે અને તે ઉદ્દેશથી પૂ. મહાસતીજી શ્રી શારદાબાઈ સ્વામી જ્યારે અમારા સંધ ઉપર મહાન ઉપકાર કરી મલાડમાં ચાતુમાર્સ પધાર્યા ત્યારે મેં સામેથી જ અમારા સંઘને વિનંતી કરી કે ૨૦૩૪ના મલાડના ચાતુર્માસના અદભૂત પ્રવચન સંગ્રહ કરવો અને તે પુસ્તક રૂપે સમાજને મુમુક્ષુઓ માટે પ્રકાશન કરો અને તે પ્રકાશનને લાભ મને મલવો જોઈએ તેવી મારી માંગણીને સ્વીકારીને મને જે લાભ આપ્યો છે તેના માટે હું સંઘને આભારી છું. પૂ. ગુરૂણમૈયાના સંપર્કમાં આવ્યા બાદ જૈન ધર્મ શું છે? કર્મની કરામત શું છે? અને સંસારની અનિત્યતા અને જીવનમાં ધર્મ શું ભાગ ભજવે છે તે હું? ડું ઘણું પણ તેમની પાસેથી પામી શક છું. અને વધુ તે શું કહું આ કિમિયાગરે તો મારા જીવનનું આખું વહેણ બદલી નાંખ્યું છે, અને ધર્મમાં જે ડગમગતી શ્રધ્ધા હતી તે અણ બનાવી છે. તેમને ઉપકાર હું તે આ જિંદગીમાં ભૂલી શકું તેમ નથી. મને તો લાગે છે કે તેમને આત્મા કેઈ અલૌકિક શકિતને ધણી થઈ ચૂકયો છે. આધ્યાત્મિક ઉચ્ચ સ્વરૂપના જીવન સાથે મનુષ્ય જીવનની મહાન કળાઓને સુમેળ સાધવાને ખ્યાલ જનતાને આવે એવા ખાસ ઇરાદાથી આ પુસ્તક બહાર પાડેલું છે. આ પુસ્તકમાં સંસારના છો દુઃખથી કેમ છૂટે અને શાશ્વત સુખ કેમ મળે તેનું સચોટ માર્ગદર્શન કરેલ છે. આત્માના અસ્તિત્વની વિચારણુથી માંડી આત્માનું સ્વરૂપ, તેની અખંડિતતા, તેની મહત્તા, તેની સર્વજ્ઞતા, તેની શક્તિ અને તેનામાં રહેલું સુખ, તેની સામે તાવિક અને સાત્વિક વિચારણું ગંભીર છતાં સરળ ભાષામાં
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy