SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ સારા અવાર ભાઈને વિશ્વતિને મહેલ રહેવા માટે આપી દીધું. વિશ્વગતિ આનંદભેર વિજય પ્રાપ્ત કરીને આવ્યું અને પિતાના મહેલના બગીચામાં પ્રવેશ કરવા જાય છે ત્યાં પટાવાળ કહે છે કે અંદર તમારા નાનાભાઈ છે માટે તમે નહિ જઈ શકે. આ સાંભળીને વિશ્વભૂતિને ખૂબ ક્રોધ આવ્યું કે અહે! મને યુદ્ધમાં મેકલીને મારા માતા-પિતાએ આવું કપટ કર્યું? આ સંસારમાં આ વાર્થ ભરે છેક્રોધાવેશમાં આવીને તેણે એક કાઠાના ઝાડને એ મુઠ્ઠો માર્યો કે ઝાડ ઉપરથી બધા કેઠા ખરી પડયા, ને ઝાડ પડી ગયું. વિશ્વભૂતિને સંસારને મેહ ઉતરી ગયે ને મથુરામાં જઈ સંભૂતિ મુનિ પાસે દીક્ષા લીધી. દીક્ષા લઈને વિશ્વભૂતિ મુનિ માસખમણને પારણે મા ખમણ કરવા લાગ્યા, તેથી શરીર એકદમ દુર્બળ બની ગયું. એક વખત તે વિચરતા વિચરતા પિતાના ગામમાં પધાર્યા. માસખમણના પારણે ગૌચરી જતાં ગાયની હડફેટમાં આવતા પડી ગયા. નાનાભાઈની વહુ આ મુનિને ઓળખી ગઈ એટલે મજાકમાં બેલી ઉઠી કે એક મુઠીએ કાઠાના ઝાડને પાડી નાંખનારા તમારું બળ ક્યાં ગયું ? આ વચન સાંભળીને મુનિને કેાધ આવ્યું અને પિતાનું બળ બતાવવા ગાયને શીંગડાથી પકડીને ઉચે ચક્કર ચક્કર ફેરવીને પાછી જમીન ઉપર મૂકી દીધી, પણ ગાયને ધ્રાસ્કો પડે તેથી કર્મબંધન થયું. નાનાભાઈની વહુને મુનિની મશ્કરી કરવા બદલ ખૂબ દુઃખ થયું. વિશ્વભૂતિ મુનિએ અહીં નિયાણું કર્યું કે મારે તપ સંયમનું ફળ હોય તે હું અપૂર્વ બળને ધણી થાઉં. વિશ્વભૂતિ મુનિ ત્યાંથી કાળ કરીને સત્તરમા ભવે દેવલે કે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવ થયા. અઢારમા ભવે પિતનપુરના પ્રજાપતિ નામે રાજાની પ્રભાવતી રાણીની કુક્ષીએ ત્રિપૃષ્ઠકુમાર તરીકે જન્મ લીધો. વાસુદેવની માતા સાત સ્વપ્ના દેખે છે તે રીતે પ્રભાવતીએ પણ સાત સ્વપ્ના જોયા હતા. ઓગણીસમા ભવે સાતમી નરકે ગયા. વાસુદેવ મરીને નરકે જ જાય છે. નરકનું આયુષ્ય પૂર્ણ કરીને વીસમા ભવે સિંહ થયા. એકવીસમા ભવે ચોથી નરકે ગયા. બાવીસમા ભવે વિમલ રાજા બન્યા. ત્રેવીસમા ભવે મહાવિદેહ ક્ષેત્રમાં મુકા નામે નગરીમાં ધનંજય નામના રાજાને ત્યાં જન્મ થયો. તેમનું નામ પ્રિય મિત્ર પાડયું. એ પ્રિય મિત્ર ચક્રવર્તિ થયા, પછી ચક્રવર્તાિપણું છોડી દીક્ષા લઈને ક્રેડ વર્ષ સુધી ઉગ્ર ચારિત્ર પાળીને વીસમા ભવે સાતમા દેવલેકે ગયા પચ્ચીસમા ભવે ક્ષાત્રલ નામની નગરીમાં જિત્રશત્રુ રાજાને ત્યાં તેમની ભદ્રા નામની રાણીની કુક્ષીમાં નંદ નામના પુત્રપણે જમ્યા. નંદકુમાર મેટા થયા પછી ૨૪ લાખ વર્ષ સંસારમાં રહી પિહિલાચાર્ય પાસે વૈરાગ્ય પામીને દીક્ષા લીધી અને માસખમણને પારણે માસખમણ એવી ઉગ્ર તપ સાધના કરવા લાગ્યા. અઘેર તપ અને સંયમની સાધના કરતાં નંદ અણગાર એવી ભાવના ભાવવા લાગ્યા કે “જે મુજ શકિત હવે એસી તે સવિ જીવ કરું શાસનરસી” નંદ અણુગારના ભવમાં ૧ લાખ વર્ષ સંયમ પાળે. ૧૧ લાખ ને ૮૧ હજાર મા ખમણ કર્યા અને વીસ સ્થાનકની આરાધના કરીને આ ભવમાં તેમણે તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું,
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy