SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન નં ૫૭ ભાદરવા સુદ ૨ ને સેમવાર “મહાવીર જયંતિ” તા. ૪-૯-૭૮ “જન્મે રાજદુલારે” સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! પર્યુષણ પર્વની આરાધના એ જિંદગીને અમૂલ્ય લ્હાવે છે. આજે પર્યુષણ પર્વના પાંચમા દિવસનું સેનેરી પ્રભાત ઉગ્યું છે જીવનમાં છવાયેલા અઘેર અંધકાર અને કષાયની ગીચ ઝાડી વચ્ચે પણ મેક્ષમાર્ગની પગદંડી બતાવી એના પર ચઢાવી દેવાની તાકાત આ તેજસ્વી પર્વ ધરાવે છે. આભની અટારીએ ટમટમતા તારાઓની સંખ્યાને કઈ પાર નથી. એ ટમટમતા તારલા પણ પૃથ્વી પર એમને પ્રકાશ તે પાથરે છે છતાં એમના નામઠામ જાણવાની કેઈને જિજ્ઞાસા હોતી નથી, પણ એ આભની અટારીએ ઉગતે તેજસ્વી સૂર્ય છે તે એક, પણ જગત આખું એને જાણે છે. નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીને કેઈએ માનવ નહિ હોય કે જે એનું નામ જાણુતે ન હેય, કારણ કે એના વિના જગતમાં સર્વત્ર અંધકાર વ્યાપી જાય છે. હજાર કે લાખ પાવરના લેબ પણ સૂર્યના એક કિરણના પ્રકાશની આગળ સાવ ઝાંખા ને નિસ્તેજ બની જાય છે. જે માત્ર એક દિવસ સૂર્ય ન ઉગે તે દુનિયા કેવી અંધકારમય બની જાય, ચારે બાજુ અંધાધૂધી ફેલાઈ જાય, તેથી સૂર્ય આકાશમાં પિતાનું એક છત્રી સામ્રાજ્ય જમાવી શક્યા છે. આ રીતે પર્યુષણ મહાપર્વ પણ પના હજારે ટમટમતા તારાઓ વચ્ચે એકહથ્થુ સામ્રાજ્ય અને સત્તા ભેગવનારું પ્રકાશમય પતું પર્વ છે. આ મહાપર્વ આપણા જીવનના અંધકાર ઉલેચવા પ્રતિવર્ષે આપણી પાસે આવે છે ને જાય છે. સૂર્ય તે ૩૬૦ દિવસ ઉગીને આથમે છે, છતાં એ અસ્ત થતાંની સાથે એને પ્રકાશ પણ એની સાથે ચાલ્યા જાય છે. એક રાત પણ એના પ્રકાશની અસર પૃથ્વી પર દેખાતી નથી, ત્યારે આ મહાપર્વ ૩૬૦ દિવસમાં માત્ર એકવાર આવે છે છતાં એની પ્રેરણા ઝીલનારને એને પ્રકાશ ૩૬૦ દિવસ મળ્યા કરે છે. અહિંસા અને મૈત્રી એ આ પર્વની એક મહાનમાં મહાન ભેટ છે. આત્મવત્ સર્વભૂતેષુ” ને મુદ્રાલેખ જીવનની દિવાલે કેતરી બીજાના સુખે સુખી અને બીજાના દુઃખે દુઃખી થઈ એના દુઃખ દૂર કરવાના પ્રયત્ન કરવાનું આ મહાપર્વનું એલાન છે. આજે મહાવીર પ્રભુને જન્મ વાંચવાને મંગલકારી દિન છે. આત્મ સ્વભાવની મૃતિ કરાવવા માટે જ્ઞાનીઓએ આપણા માટે આઠ દિવસને કાર્યક્રમ ઘડે છે. આ આઠે આઠ દિવસે આપણને આપણા સ્વભાવની યાદ કરાવે છે. આપણે આત્મા સ્વરૂપે નિષ્કષાય છે. તેમાં ક્ષમા આદિ અનંતા ગુણે પડ્યા છે, પણ તે બધા આપણી અવળી પ્રકૃતિના કારણે દબાઈ ગયા છે. પ્રભુએ સમજાવ્યું કે હે આત્મા! ક્રોધાદિ ભાવે તારા પિતાના નથી પણ તારા શત્રુઓ છે, માટે તેનાથી પાછા હઠાને તારા જમાદિ ભાવે તરફ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy