SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ પર - શારદા સુવાસ ફર્મથી મુક્ત બનીને મેક્ષમાં જાય છે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે. પંદરમા તીર્થંકર પ્રભુ શ્રી ધર્મનાથ ભગવાનને સમયની આ વાત છે. એક વખત ધર્મનાથ ભગવાન સમેસરણમાં બેસીને દેશના અખલિત પ્રવાહ વહાવી રહ્યા હતા. ભગવાનના સમોસરણમાં બાર પ્રકારની પ્રખદા બેઠી હતી. દેવે, અસુરે, મનુષ્ય અને તિર્યંચે ભગવાનની અમૃત જેવી મીઠી વાણી સાંભળવા માટે આવીને બેસી ગયા હતા. ભગવાન અર્ધમાગધી ભાષામાં દેશના ફરમાવે છે પણ દરેક જી ભગવાનની વાણીને પિતા પોતાની ભાષામાં સમજી શકે એ તીર્થકર ભગવાનની વાણીને અતિશય હોય છે. ભગવાનની વાણીમાં એવું સામર્થ્ય હોય છે કે એક બીજાના વિરોધી પ્રાણુઓ જેમ કે સર્પ અને ગરૂડ, બિલાડી અને ઉંદર, સિંહ અને મૃગ જે એકબીજાને જોતાં જ તેને પકડીને મારી નાંખે છે તેવા છે પણ ભગવાનના સસરણમાં જઈને પોતાના જન્મજાત વૈરને ભૂલીને પ્રેમથી એકબીજાની સાથે બેસે છે. અહીં બધા જ જીવે વૈઝેરને ભૂલીને એકાગ્ર ચિત્તે પ્રભુની વાણી સાંભળી રહ્યા હતા. સમોસરણ ઠઠ ભરાઈ ગયું છે. આ વખતે ગણધર ભગવંતે સમય જોઈને ભગવંતને પ્રશ્ન પૂછયે ભગવંત ! આપના સસરણમાં આટલા બધા જ બેઠા છે. તેમાં સૌથી પહેલે મેક્ષમાં કેણ જશે? ભગવંતે કહ્યું –જુએ, સામેથી પેલે ઉંદર આવી રહ્યો છે એ તમારા ને મારા બધાના પહેલા મેક્ષમાં જવાનું છે. આ સાંભળીને ગણધર ભગવંતે પુનઃ પૂછયું- હે પ્રભુ! આપ આ શું બોલે છે? આપના વચન તે ત્રિકાળ સત્ય જ હોય. એમાં મીનમેખ ફરક ન પડે પણ અમને આશ્ચર્ય થાય છે કે એ ઉંદર બધાથી પહેલે મેક્ષમાં જશે? ભગવંત! આમાં કંઈ સમજાતું નથી. બંધુઓ ! કર્મની સ્થિતિ ગહન છે. એ કેઈથી સમજાય તેવી નથી. જીવ કેવી દશામાંથી કેવી દશામાં મૂકાઈ જાય છે અને એને મોક્ષ કેવી રીતે ને કયારે થાય છે એ આગમના ઉંડા ભેદને જ્ઞાની વિના કઈ જાણી શકતું નથી. પ્રભુ ! ઉંદરે એવી શું કરણ કરી કે જે બધાથી પહેલી મેક્ષમાં જશે? આપ કૃપા કરીને ઉંદરના ભવ જણાવશે? ભગવંતે કહ્યું-હા. એ ઉદરના પૂર્વભવની વાત સાંભળવા જેવી છે. મીઠી મધુરી અને મેઘ ધ્વનિ જેવી ગંભીર વાણુ ભગવાને પ્રકાશી. હે ભવ્ય ! વિધ નામના પર્વતની તળેટીમાં વિધ્યાવાસ નામે નાનકડો સંનિવેશ છે. ત્યાં મહેન્દ્ર નામે રાજા રાજ્ય કરતા હતા. તેમને તારા નામે રાણી હતી અને તારાચંદ્ર નામે એક પુત્ર હતા. એક વખત કોઈ દુશમન રાજા મોટું સૈન્ય લઈને વિંધ્યવાસ સંનિવેશ ઉપર ચઢી આવ્યું. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. તેમાં મહેન્દ્ર રાજા મૃત્યુ પામ્યા એટલે સૈન્ય પણ છિન્નભિન્ન થઈ ગયું. તારા રાણીને આ વાતની ખબર પડી એટલે તે ગભરાઈ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy