SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ શારદ સુવાસ ૪૫. લીલુછમ ઘાસ હય, ગુલાબ, મેગરા જુઈ વિગેરે ફૂલના છેડ હોય, તેમાંથી ખુશ્નમાં પવન આવી રહ્યો હોય અને જાંબુ, મોસંબી, સંતરા, દાડમ, ચીકુ વિગેરે ફૂટના છોડ બગીચાની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા હોય, પાણીના કુવારા ઉડતા હોય, પક્ષીઓ મીઠા સ્વરે કુંજન કરતા હોય, એવું વાતાવણે જ્યાં હોય તેને બગીચે કહેવાય. ત્યાં જઈને બેસે તે તમને આનંદ આવે છે ને ? પણ જ્યાં આકડા, શેરીયા કે બાવળીયાના ઝાડ હેય તેને બગીચે કહેવાય ? ને ત્યાં બેસવાની મઝા પણ ન આવે ને ? એવી રીતે જેના મનમાં સુવિચારેને સુમને ખીલ્યા હોય એમાં શુભ ભાવનાના ફુવારા ઉડતાં હોય એવું મન બગીચા જેવું છે અને જ્યાં કુવિચારોના આકડા ને થેરીયા ઉગેલા છે તે મન વેરાન વન જેવું છે. જે મનમાં સારા અને પવિત્ર વિચારો આવે તેમની વાણી પણ મીઠી અને મધુરી હોય છે ને એનું વર્તન પણ સારું હોય છે. સારી ભાવના વર્તનમાં પરિવર્તન લાવે છે. શુભ ભાવના અશુભ કમેને શુભમાં ફેરવી શકે છે. ગોશાલક મરીને નરકે જવાને હતે પણ મરવા પહેલા બે ઘડી બાકી રહી ત્યારે એની વિચારધારામાં પરિવર્તન થયું. અહે ! મેં ભગવાનની કેટલી અવહેલના કરી ! હું સર્વજ્ઞ ન હોવા છતાં હું સર્વજ્ઞ છું મેં એ અપલાપ કર્યો. સર્વજ્ઞ ભગવાનની મેં કેટલી ઘેર અશાતના કરી? એમને મારા ઉપર કેટલે મહાન ઉપકાર છે ! પેલા તાપસે મારા ઉપર તેજુલેશ્યા મૂકી ત્યારે કરૂણાસાગર ભગવાને શીતળલેશ્યા મૂકીને મને બચાવે, ત્યારે મેં પાપીએ તે ભગવાન ઉપર તેજુલેશ્યા મૂકી પણ એ તે સાચા તીર્થકર છે. એમને વેશ્યા બાળી શકી નહીં પણ એમના શિષ્યને . તે જુલેશ્યા મૂકીને બાળી મૂક્યા. ધિક્કાર છે મને! બે ઘડી પહેલાં ગોશાલકને આવે પશ્ચાતાપ થયો. તે નરકમાં જવાને બદલે બારમા દેવલેકે ગયા. જુઓ, આ શુભ ભાવનાનું બળ છે. આ તે આત્માની ભાવનાની વાત થઈ. અશુભ પુદગલ શુભ બને તે ભાવના કેમ ન બને ? – અશુભ પુગલોને પણ પ્રયોગના બળથી શુભ કરી શકાય છે. જ્ઞાતાજી સૂત્રમાં એને સુંદર ન્યાય આપ્યો છે. જિતશત્રુ રાજા અને તેને સુબુદ્ધિપ્રધાન ફરવા માટે ગયેલા. માર્ગમાં એક ખાડી આવી. એ ખાડીનું પાણું એવું ગંધાતું હતું કે માણસનું માથું ફાટી જાય એવી દુર્ગધ હતી. રાજાએ તે નાક આડું કપડું રાખ્યું પણ પ્રધાન તે તત્વદષ્ટિવાળો હતે. જૈન ધર્મી હતું. એટલે એ સમજતા હતા કે સંસારના સમસ્ત પદાર્થો પરિવર્તનશીલ છે. પ્રત્યેક પુદ્ગલેનું અશુભમાંથી શુભમાં ને શુભમાંથી અશુભમાં સંક્રમણ થયા કરે છેમાટે મહારાજાને આ પ્રગ કરી બતાવ જોઈએ. આ વિચાર કરીને પ્રધાને એ ગંધાતી ખાડીમાંથી - સે ઘડા ભરીને પાણી મંગાવ્યું. તેમાંથી આછરતું આછરતું પાણી લઈને કચરે કાઢી નાંખતા સે ઘડામાંથી એક ઘડે પાણું રહ્યું. એ પાનું શુદ્ધ, સ્વચ્છ અને શીતળ બનાવ્યું.
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy