SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ શાહ સુવાણ અને રહે છે એના મુખમાંથી આશીર્વાદના શબ્દો સરી પડયા કે બહેન! તે સાચા દિલથી સુખમાં અમને આશ્વાસન આપ્યું છે તે “તારો ચૂડી ચાંદલે અખંડ રહેજે.” આ બાઈ કહે છે બહેન! મેં તે તમારું કાંઈ કર્યું નથી. એક માનવ તરીકેની મારી ફરજ બજાવી છે. તમે અહીં નિરાંતે સૂઈ જાવ, જે તમારે રહેવાની સગવડ હેય અને તમારી ઈચ્છા હોય ત્યાં બધું લઈને જજો અને સગવડ ન હોય તે હું તમને રાખીશ. , “આશીર્વાદ મેળવીને આવેલી બાઈએ જોયેલું આશ્ચર્યm - આ પ્રમાણે કહીને ઉપર આવે ત્યાં એને પતિ જ્યાં સૂતે તે ત્યાં એક બારી હતી, જ્યારે આ બંને માણસ સૂતા હતા ત્યારે તે બારીએથી એક ભયંકર ઝેરી ભેરીંગનાગ એના પતિને ડંખ દેવા માટે આવતું હતું. તે અડધે અંદર આવ્યું હશે ને અડધે બહાર હશે તે સમયે જમ્બર પવન આવવાથી બારી બંધ થઈ એટલે નાગ કપાઈ ગયે. તેને એક કટકે એના પતિની પાસે પલંગમાં પડ્યો, અને બીજે અગાશીમાં પડ્યો. આ કન્યા ઉપર આવી ત્યાં પિતાના પતિ પાસે નાગને ટુકડે જે પણ ગભરાઈ નહિ કે એના પતિને જગાડો નહિ એ નાગના બે કટકા લઈને એક ટેપલામાં મૂકી દીધા અને એને એક કપડાથી હાંકીને નિરાંતે સૂઈ ગઈ. આ પતિ પત્નીને તે ખબર ન હતી કે પરણ્યાની પ્રથમ રાત્રે શું બનવાનું છે, એટલે એ તે મસ્ત રીતે સૂતા છે, પણ એમના માતા પિતાને ઉંઘ આવતી નથી. એ તે વારે ઘડીએ ગેલેરીમાં આવીને પુત્રના બંગલા તરફ નજર કર્યા કરે છે કે હમણાં કંઈક નવાજુની થશે, તે શું કરવું? આમ કરતાં ત્રણ વાગ્યા, શેઠ કહે છેષ બેટા પડશે. જેવી કહેશેઠ ! એ બને જ નહીં, હું કંઈ ટીપણું જોઈને પેટ ભરનારે ભિખારી નથી. હું કહું તે ખેડું ન પડે. કદાચ એનું આયુષ્ય બળવાન હોય ને કોઈ પણ રીતે બચી જય પણ એ ઘાતને ઘા તે જરૂર લાગશે. સવાર પડી એટલે જેવી અને શેઠ-શેઠાણું પુત્રના બંગલામાં જાય છે. આશીર્વાદને અલૌકિક પ્રભાવ – માતા-પિતાને આવતા જોઈ વિનયવંત પુત્ર અને પુત્રવધૂ તેમના સામે ગયા અને પગે લાગ્યા, પછી શેઠ-શેઠાણીએ પૂછયું. બેટા! રાત શાંતિથી ગઈ છે ને? છોકરાને રાતની કંઈ ખબર નથી તેથી કહે-હા, બાપુજી, પણ પુત્રવધૂએ કહ્યું મધરાતે એક યુગલ રડતું આવ્યું હતું. એ કદાચ નીચે જ હશે. નજર કરી તે ન હતા. પુત્રવધૂએ બધી વાત કરી અને પછી કહ્યું. બા-બાપુજી! આપની આજ્ઞા વિના મેં દુખિયારી બાઈને સહાય કરી છે તે મને માફ કરજે. પુત્રવધૂની ઉત્તમ ભાવના અને ઉદારતા જોઈને સાસુ-સસરાને ખૂબ આનંદ થયો ને કહ્યું. બેટા ! તે ઘણું સારું કામ કર્યું છે. પરણીને આવતાવેંત તમે કેવું પવિત્ર કાર્ય કર્યુંતેથી અમે તમને આશીર્વાદ અને ધન્યવાદ આપીએ છીએ કે તું સુખી થા. આ વાત કર્યા પછી નાગના
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy