SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ શા સુવાસ રી વિગેરે ભાઈઓએ પાંડવોના શરીર પર પહેરેલા વસ્ત્રોમાંથી બધાના કહેવાથી એક લગેટી જેટલું વસ્ત્ર રાખીને બધા વસ્ત્રો ઉતારી લીધા. સભામાં કાળો કેર મચી ગયો કે હે! આ દુર્યોધન વિગેરે કેટલા નીચ છે! ભલે એ બધું હારી ગયા પણ એમનાં વસ્ત્રો ઉતારી લેવા એ કંઈ તેમની રીત છે! આ કરૂણ દશ્ય ન જોઈ શકવાથી કંઈક તે મૂછ ખાઈને પડી ગયા. અહ, આવા પવિત્ર પુરૂષની આ દશા ! આમ કાળે કલ્પાંત કરે છે, ત્યાં ગયા છે દુર્યોધન કહે છે હે દુશાસન ! હવે તમે બધા જલ્દી જાવ ને દુનિયામાં સતી તરીકે ઓળખાતી પાંચાલીને અહીં લઈ આવે છે એ ન આવે તે એને એટલે પકડીને ઢસરડીને લઈ આવજે. દુર્યોધનના કહેવાથી દુઃશાસન દ્રૌપદી પાસે આવીને કહે છે હે દ્રૌપદી ! તારા પતિ ધર્મરાજા તને જુગારમાં હારી ગયા છે. હવે તેમની કોઈ સત્તા રહી નથી. એ. તે ભિખારી બની ગયા છે. આજથી પાંડેની સાથે તારે સબંધ પૂરે થયો છે. હવે તારા ભાગ્ય જાગ્યા કે તું મારા મોટાભાઈ દુર્યોધનની પટ્ટરાણી બનીશ. આ શબ્દો સાંભળીને દ્રોપદીને ખૂબ ગુસ્સો આવે. હવે તે તેને કેવા શબ્દો કહેશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં-૪૨ શ્રાવણ વદ ૮ ને રવીવાર તા. ૨૭-૮-૭૮ - સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની, શાસનપતિ, જીવન ઉદ્ધારક તીર્થકર ભગવંતના મુખકમળમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. સિદ્ધાંતની વાણુ એ આત્માને સ્વચ્છ બનાવવા માટેનું ઉત્તમ સાધન છે. અનાદિકાળથી આપણુ આત્મા ઉપર રાગ-દ્વેષ, ક્રોધ, માન, માયા, લેબ આદિના ડાઘ પડી ગયા છે, તેને સાફ કરવા માટે આગમની વાણીની જરૂર છે. જેટલું મન સ્વચ્છ હશે તેટલું આત્મદર્શન જલ્દી કરી શકાશે. અનાદિકાળથી મલીન બનેલા આપણુ આત્માને સ્વચ્છ બનાવવા માટે વીતરાગ વાણીરૂપી પાણી અને સમ્યફવરૂપી સાબુની જરૂર છે. જ્યાં સુધી જીવ સમ્યની પ્રાપ્તિ કરતે નર્યાં ત્યાં સુધી મિથ્યાત્વ જીવને હેરાન કરે છે. કર્મબંધનના પાંચ પ્રકાર છે. તેમાં પહેલે નંબર મિથ્યાત્વને છે. તમને કઈ દિવસ વિચાર આવે છે કે કર્મબંધનના પાંચ કારણોમાં પહેલું મિથ્યાત્વ કેમ ? અને બીજો નંબર અવિરતિને શા માટે? સાંભળે, તેનું કારણ એ છે કે જ્યાં સુધી મિથ્યાત્વ હેય ત્યાં સુધી અવિરત જતી નથી. મિથ્યાત્વ એ આત્માનું આરોગ્ય પ્રાપ્ત નહિ થવા દેનારે મહારગ છે. આત્માને ભવભવમાં હેરાન કરી મુક્તિનું રાજ્ય નહિ લેવા દેનારે મહાન શત્રુ છે. આત્માને અનંતકાળથી જન્મ મરણ કરાવનાર મહાન વિષ છે અને સાચી દિશા નહિ સુઝવા દેનાર મહાન અંધકાર છે. મિથ્યાત્વને મહારગની, મહાશત્રુની, મહાવિષની
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy