SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ ૨મીને ઉજવવાની છે? મેં તે સાંભળ્યું છે કે મુંબઈમાં તે બહેને, નાની નાની બાલિકાએ અને બાળકે પણ રમે છે. જુગાર તે ભયંકર વ્યસન છે. જુગાર, માંસભક્ષણ, મદિરાપાન, વેશ્યાગમન, શિકાર, ચેરી અને પરસ્ત્રીગમન આ સાત વ્યસનો જીવને ઘેર નરકગતિમાં લઈ જનારા છે. એમ સમજીને એનો ત્યાગ કરે. જુગાર રમવાથી મહાન પુરૂષે કેવા દુઃખી દુઃખી થઈ ગયા છે. ગઈ કાલે આપણે પાંડેની વાત કરી હતી તે થોડી બાકી છે તે વાત પછી લઈશું. તે પહેલાં એક દષ્ટાંત યાદ આવે છે કે જુગાર માણસનું કેટલું પતન કરાવે છે. એક શ્રીમંત શેઠ-શેઠાણીને એકનો એક દીકરે હતું. તેમને ઘેર પૈસાને પાર ન હતો. તનથી, મનથી અને ધનથી બધી રીતે સુખી હતા. સંસારના સમસ્ત સુખે શેઠને ઘેર હતા એમના સુખમાં એક પણ ખામી ન હતી. શહેરની વચ્ચોવચ્ચ શેઠને સાત માળને બંગલ હતું. શેઠને ત્યાં ઘણા વર્ષે પારણું બંધાયું હતું એટલે શેઠ-શેઠાણી નાનપણથી જ બાલુડાને ખૂબ લાડકોડથી ઉછેરવા લાગ્યા. આ છોકરાનું નામ રમણ હતું. આ રમણ ત્રણ વર્ષને થતાં શેરીના છોકરા સાથે રમવા જાય ને બધા છોકરાઓને મારે પણ જે એને કઈ ભૂલેચૂકે મારે અગર એક શબ્દ કહે તે આવી બન્યું. શેઠ-શેઠાણી કંઈ કહે તે એમના - ઉપર પણ તાડૂકી ઉઠતે. ઘરના નોકર ચાકર, રસોઈયે બધા મિટા શેઠ કરતાં નાના શેઠને વધુ સાચવતાં હતાં. દીકરો જે અંગે તે મા–બાપ હાજર કરે છે. દિવસે દિવસે રમણ માટે થવા લાગે, એને રકૂલે ભણવા મુ. રમણ ભણવા જાય એટલે એના માતા-પિતા જ એને વાપરવા માટે પૈસા આપતા. કંઈ ને કંઈ ખાવાનું આપતા. રમણ ચાર પાંચ છોકરાઓની સાથે બેસીને ખાતે, તેથી સૌ રમણને બેલાવે ચલાવે અને આનંદ કરતા ક્યારેક ભણવા જતાં તે કઈ વખત એ ભણવાના બહાને બહાર રખડવા જતા. આમ કરતાં માંડ માંડ મેટ્રીક પાસ થયા. પછી તો પાંચ-સાત મિત્રોની ટળી જ્યાં ને ત્યાં રખડયા કરતી હવે રમણના મા-બાપને દીકરાના દર્શન પણ દુર્લભ બની ગયા. વફાદાર રહેવાને બદલે બેવફા બનેલે રમણ - રમણને પૈસાની જરૂર પડે ત્યારે પિતાજીની પાસે આવીને પૈસા માંગતે. એના પિતાજી કઈ વાર આપી દે ને કઈવાર તાડકીને કહેતાં કે આટલા બધા પૈસા તારે શું કરવા છે ! નહિ આવું, ત્યારે માતા પાસે આવતે ને પૈસા લઈ જતું. આ તરફ સરખે સરખા મિત્રોએ એના જીવન ઉપર કાબૂ મેળવવા માંડે. બસ, શહેરમાં જ્યાં ને ત્યાં હરવું ફરવું, મન ફાવે તે ખાવું, મન ફાવે તેમ વર્તન કરવું કેઈ વડીલ કંઈ પણ કહે તે એમના સામું બોલવું આ જ એમના જીવનનું ધ્યેય બની ગયું. મિત્રોને પણ આ શ્રીમંતને દીકરો મિત્ર ક્યાંથી મળે? પણ એના ને બધાને લહેર કરવા મળે. શા માટે આવા મિત્રને છેડે! બંધુઓ ! એકને એક સોનાની રેખ જે દીકરો ભલે તમને વહાલે હેય પણ એને બહુ લાડ લડાવવા નહિ. સંતાનને ભલે તમે લાડ લડાવો પણ એના સંસ્કાર ન બગડવા જોઈએ. શેઠ શેઠાણીએ જે દીકરા ઉપર આશાના મેટા મિનારા ચણ્યા હતા તે
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy