SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સર્વાસ રાણું એના પુત્રને ગાય છે તેવા ગાઓ તે બાળક શુરવીર ને ધીર બને. જિનસેના પિતાને લાડીલા પુત્રને પારણામાંથી જ આવા વીરતા ભરેલા હાલરડા ગાઈને ઉચ્ચ શિક્ષણ આપે છે. હજુ પણ કેવા મીઠા હાલરડા ગાશે ને કેવી શિખામણ આપશે અને રત્નાવતી પણ તેના કુમારને કેવા હાલરડા ગાશે ને શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૩૮ શ્રાવણ વદ ૫ ને બુધવાર તા. ૨૩-૮-૭૮ સજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતજ્ઞાની તીર્થકર ભગવંતના સુખકમળમાંથી ઝરેલી અને ત્રણે કાળે સિદ્ધ થયેલી વાણી તેનું નામ સિદ્ધાંત. સિદ્ધાંતની વાણીના શબ્દ શબ્દ અનંત રહ ભરેલા છે. તે રહસ્ય જે જીવ સમજે તે તેના જીવનમાં જાગૃતિને ઝણકાર થાય, એને અંતરાત્મા જાગી ઉઠે અને વિચારે કે આ સંસારની માયાજાળમાં ફસાઈ ગયો છું પણ એક દિવસ તે બધું છેડીને મારે જવાનું છે. માટે જતાં પહેલા મારા આત્મા માટે કંઈક સાધના કરી લઉં પણ જેને આ વાત નથી સમજાતી તેવા જ સંસારના મોહમાં ફસાઈને પાપકર્મ બાંધે છે. આવા અજ્ઞાની છ માટે ભગવાને સૂયગડાયંગ સૂત્રમાં કહ્યું છે કે आउक्खयं चेव अबुज्झमाणे, ममाइ से साहसकारी मन्दे । अहो य राओ परितप्पमाणे, अढेसु मूढे अजरामरे व्व ॥ १०-१८ આયુષ્યના ક્ષયને નહિ જાણતા, મારાપણાની બુદ્ધિથી વ્યાપારમાં સાહસને નહિ પણ ઘેર દુસાહસને ખેડનારા, રાત્રિ ને દિવસ તીવ પરિતાપને અનુભવતાં પિતાના ઘોર અજ્ઞાનને કારણે કેટલાક મનુષ્ય જાણે પિતે અજર અમર ન હોય તે રીતે આરંભ સમારંભાદિમાં પ્રવર્તતા હોય છે. આ ગાથામાં ભગવાને સ્પષ્ટ સમજાવ્યું છે કે મૂઢ મનુષ્ય મનમાં મૃત્યુનો વિચાર કરતા નથી. જેને મૃત્યુને ડર લાગે છે એવા મનુષ્ય અમુક ઉંમરે આરંભ સમારંભથી નિવૃત્ત થઈ જાય છે. સર્વથા નિવૃત્ત ન થઈ શકે તે છેવટે દેશથી પણ નિવૃત્તિ લે છે અને ધર્મપ્રવૃત્તિમાં જોડાય છે. ધર્મ પ્રવૃત્તિમાં જોડાયા પછી જીવને ઉત્સાહ ઉત્તરોત્તર વધતું જાય છે. આટલા માટે જીવે રાત દિવસ એવું રટણ કરતાં રહેવાનું કે આ મારું શરીર અનિત્ય છે. આ ધન વૈભવ, દરેક પ્રકારની સંપદાઓ અને આરોગ્ય પણું અનિત્ય છે અને વિષયજન્ય જે સુખ છે તે પણ અનિત્ય છે. દિવસે દિવસે મૃત્યુ આપણી નજીકમાં આવી રહ્યું છે. એટલું જ નહિ પણ એ આપણી ચેટ પકડીને બેઠું છે. એ કઈ ક્ષણે ઉપાડી જશે તે આપણે જાણી શકતા નથી, માટે જ્ઞાની પુરૂષ કહે છે તે મનુષ્યો ! તમે
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy