SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ j૪ શારદા સુવાસ કર્યા, આ રીતે દશ દિવસ સુધી જયમંગલ રાજાએ બંને પુત્રોને જન્મ મહોત્સવ ઉજજો. અને બંને પુત્રોને બારમા દિવસે સૂર્યના દર્શન કરાવીને એમનું નામ પાડયું. જિનસેનાના પુત્રનું નામ જિનસેન કુમાર પાડયું અને રનવતીના પુત્રનું નામ રામસેન પાડ્યું. બંને રાણીઓને ખૂબ આનંદ થયો. બંને પિતાના પુત્રનું પ્રેમથી લાલન પાલને કરવા લાગી. રનવતી રાજાની માનીતી છે એટલે રામસેન માટે તે અઢાર દેશની દાસીએ આવી છે ને ખમ્મા ખમ્મા થાય છે, પણ જિનસેનાને તે માત્ર એક જ દાસી છે. બીજી કેઈ સગવડ પણ એની પાસે નથી. છતાં ધર્મની જાણકાર છે એટલે મનમાં દુઃખ ધરતી નથી. આનંદથી પુત્રને ઉછેરતી પિતાના દિવસે પસાર કરવા લાગી. સંસ્કારની સૌરભ આપતી જિનસેના" – જિનસેન અને રામસેન બંને રાજાના પુત્રો છે પણ બંનેના શિક્ષણમાં કેટલે ફરક છે તે તમને આ ચરિત્રમાં સાંભળવા મળશે. માતા જે સુસંસ્કારી હોય તે બાળકના જીવનનું ઘડતર સારી રીતે કરી શકે છે. તે શિક્ષકે બાળકને જે શિક્ષણ નથી આપી શક્તા તે શિક્ષણ એકવી માતા આપી શકે છે. જિનસેના પિતાના લાડીલા પુત્રને બાળપણથી જ કેવા હાલરડા ગાતી હતી કે હું મારા વહાલસોયા દીકરા ! તું કે બજે? તું રામચંદ્રજી જે પ્રતાપી અને પિતાજીની આજ્ઞાનું પાલન કરનાર વિનયવંત બનજે. રામ, લક્ષમણ, ભરત, શત્રુન વિગેરે ભાઈઓ નાના હતા ત્યારે તેમને ખબર ન હતી કે અમે અપર માના દીકરા છીએ. મેટા થયા ત્યારે ખબર પડી કે અમે અપર માતાના દીકરા છીએ, એ ભાઈઓ ભાઈઓ વચ્ચે પ્રેમ હતે. તું પણ એ ભાતૃપ્રેમી બનજે, મહાવીર સે ધર્મધુરંધર, અર્જુન સે ધનુર્ધારી, લક્ષ્મણ જૈસે ભાતૃપ્રેમ સે, ગાંગેચ સે બ્રહ્મચારી, મહાવીર પ્રભુએ સંસાર છોડીને સંયમ લીધે અને જગતના જીના તારણહાર તીર્થકર બન્યા એ તું પણ ભવ્ય જીવોને તારણહાર બનજે. બાણુવિદ્યામાં અર્જુને શ્રેષ્ઠ થઈ ગયે તેમ છે દીકરા ! તું પણ અર્જુન જે અજોડ ધનુષ્યધારી બનજે અને દશરથ રાજાએ રામચંદ્રજીને ચૌદ વર્ષ વનવાસ જવાનું કહ્યું ત્યારે વડીલ બંધુની સેવા કરવા માટે લક્ષમણજી સાથે ગયા હતા તેમ તું પણ તારા ભાઈ રામસેનની સેવા કરવા તત્પર રહેજે. રામ અને લક્ષમણ જેવી તમે બંને ભાઈ એની જોડી બનાવજે. બંધુઓ! જિનસેના રાણી કેટલી પવિત્ર છે કે પિતાને રત્નાવતીએ મહેલમાં કાઢી મૂકાવી છતાં એના પુત્ર પ્રત્યે બિલકુલ દ્વેષભાવ કરતી નથી પણ પિતાના પુત્રને કહે છે કે તું એની સેવા કરજે અને ભીષ્મપિતામહ જે બ્રહ્મચારી બનજે અને હનુમાન જે સ્વામીભક્ત બનજે. હનુમાનજીને રામચંદ્રજી પ્રત્યે કેટલી ભક્તિ હતી તે તે તમે બધા જાણે છે ને? રાવણ સીતાજીને ઉઠાવી ગયે ત્યાર પછી રામચંદ્રજીએ સીતાજીની ઘણું તપાસ કરી પણ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy