SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ કાર્ય કરે અગર ક્યાંય જાય તે સાસુને પૂછયા વિના પગલું ભરતી ન હતી એટલે સાસુને મન શી વાત વહુ અને વહુને મન શી વાત સાસુજી હતા. બધા આનંદથી રહેતા હતા. સાસુ તે બે વખત ઘેર જમવા આવતા. બાકી આખો દિવસ ઉપાશ્રયમાં રહીને ધર્મક્રિયા કરતા હતા. આ વહુની બહેનપણુંઓ કહે છે કે ચાલને આપણે ફરવા જઈએ, ત્યારે આ સદ્દગુણ વહુ કહે છે મારા સાસુને પૂછ્યું નથી એટલે હું નહિ આવું, ત્યારે બહેનપણી કહે છે બાઈ! તારે તે નવાઈને સાસુજી છે. આ વળી બંધન શું? સહેજ ક્યાંય જવું હેય તે પૂછયા વિના જવાય નહીં. મને તે આવું બંધન ન ગમે, ત્યારે વહુએ કહ્યું બહેન ! તું આવું ન બોલીશ. મારા સાસુ તે સાસુ જ છે, આવી તે મારી માતા પણ નથી. એ કદી મને રૂકાવટ કરતા નથી પણ પૂછ્યા વિના મારાથી ન અવાય. પાડોશણ બહેનપણી તે જ એને એક જ વાત કર્યા કરે એટલે આ કાચા કાનની વહુ ચઢી ગઈ ને એના મનમાં વાત ઠસી ગઈ. હવે આ સાસુ ઘરમાં ન જોઈએ. સાસુજીનું શલ્ય ઘરમાંથી કાઢવા માટે શું કરવું તે નક્કી કરી લીધું. પરના સંગે ચઢતાં બગડેલી વહુ”: બીજે દિવસે સાસુજી ઉપાશ્રયમાં ગયા ને પતિ દુકાને ગયે. સાસુજીને આવવાને સમય થશે એટલે વહુજી તે બરાબર ટાઈફ માંડીને બેઠા હતા. માથાના વાળ છૂટા મૂકીને ધૂણવા લાગી. સાસુ પૂછે છે તું કોણ છે? ત્યારે એ તે વડવાઓના નામ લેવા લાગી. એટલે સાસુના મનમાં થયું કે મારી વહુને ભારે વળગાડ વળગ્ય લાગે છે. તરત જ દીકરાને બેલા ને બધી વાત કરી. દીકરાએ પત્નીના સામે નજર કરી તે એને લાગ્યું કે આ તે બનાવટી વળગાડ છે. કારણ કે દીકરાને પણ ધર્મમાં ખૂબ શ્રદ્ધા હતી. સંતના મુખેથી એણે સાંભળ્યું હતું કે દેવની કીકી સ્થિર રહે. જે કઈ વ્યંતર દેવને ઉપદ્રવ હોય તે એની કીકી સ્થિર રહે, અને આ તે કીકી હાલે છે માટે કેઈગ છે. એટલે એની પત્નીને એક ઓરડામાં લઈ જઈને કહ્યું કે તારે શું જોઈએ છે? તે કહે છે કે મારે એ જીવ લે છે, પણ તમારી દયા આવે છે. તમને એના વિના ગમશે? ત્યારે કહે છે ગમશે તે નહિ પણ શું થાય? તે એમ કરે. તમારી દયાને ખાતર હું બીજુ માંગું છું કે તમારી માતાના માથેથી એટલે ઉતારી માથે ચુને અને મે મેશ ચોપડીને મારી પાસે આવીને એને એટલે આપે ને મને પગે લાગે તે હું જાઉં. છોકરે કહે છે તમારી ભૂલ નથી થતી ને? મારી માને એટલે ? કે એની માને એટલે? ત્યારે કહે છે–નાના એની માનો નહિ તમારી માનો. પુત્ર કહે છે મારી માતા તા વૃદ્ધ થઈ ગઈ છે ને એના વાળ પણ ધળા થઈ ગયા છે પણ એની માતાને એટલે તે કાળ ભમ્મર જેવું છે. એ માંગ હતું ને? ચતુર પુત્રની ચતુરાઈ -” પત્ની કહે છે ભલે સફેદ હોય મારે તમારી માને એટલે જોઈએ. તે કહે ભલે આપું છું. એમ કહીને ઓરડાને તાળું મારીને ભાઈ તે સાસરે ઉપડયા. સાસરુ બે માઈલ દૂર હતું. ત્યાં જઈને ચેકમાં પડતું મૂક્યું એટલે
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy