SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ શારદા સુવાસ ને કહ્યું પિતાજી ! પધારે. ઘણાં વર્ષો થઈ ગયા અને પરમાનંદના રંગઢંગ બદલાઈ ગયા છે. હાથ પગ પણ સારા થઈ ગયા છે, એટલે રાજા પરમાનંદને ઓળખી શક્તા નથી. એમણે કહ્યું-મહારાજા ! હું તે એક ગરીબ માણસ છું. તમે મને પગે લાગે એ ન શેભે. આ સમયે રાજાએ કહ્યું-પિતાજી ! હું કઈ મોટે રાજા નથી પણ આપને પુત્ર પરમાનંદ છું, હું આપને સેવક છું. આ રાજ્ય આપનું જ છે. પધારો પધારશે. આ સાંભળીને રાજાને આનંદ થયે ને સાથે ભાન થયું કે પરમાનંદ કહેતે હવે તે વાત સત્ય છે કે કઈ કઈને સુખ કે દુઃખ આપી શકતું નથી. પોતાના શુભાશુભ કર્મો જ પવને સુખી કે દુઃખી બનાવે છે હું એને પેટીમાં પૂરીને જંગલમાં મૂકી આવે હતું, પણ એ તે પુણ્યના પ્રભાવે મોટે રાજા બની ગ છે ને હું રાજા હતો તે ગરીબ ભિખારી બની ગયે. પુત્રનું પુણ્ય જોઈને એના પિતા બેલી ઉક્યા કે જેવું પૂર્વે કર્યું છે તેવું જ આ ભવમાં પામવાનું છે. જેવું વાવીએ તેવું મળવાનું છે “જમે કરાવ્યા હશે કાંકરા તે મણ નથી મળનાર, જમે કરાવ્યા હશે મણી તે વિશ્વધણથી ટાળ્યા નથી ટળનાર.' આટલી વાત એને સમજાઈ જતા જીવનમાં વિવેકને દિપક પ્રગટયો અને પોતે આત્માનું કલ્યાણ કરવા ચાલ્યા ગયા. બંધુઓ ! તમને પણ આ વાત બરાબર સમજાઈ ગઈ ને? તમે માનતા છે કે અમારાથી ઘર ચાલે છે તે એ મિથ્યાભિમાન છેડી દેજે. સૌને સૌને કર્મ પ્રમાણે સુખ કે દુઃખ મળવાનું છે. આમ સમજીને જેટલો બને તેટલે સંસારને રાગ છેડી દેજે. લક્ષ્મીને મોહ છોડીને દામાં વાપરજે. આવી સુકૃતની કમાણ કરવાને અવસર મનુષ્યભવ સિવાય બીજે ક્યાંય નહિ મળે. તમે દાન દે ત્યારે જે લેવા આવે તેને તમે ઉપકાર માને કે આ મારી પાસે લેવા આવે તે મને પુણ્ય બાંધવાનો લાભ મળે ને? ન લેવા આવ્યા હતા તે મને લાભ ક્યાંથી મળત ! દેવકન દેવેને દાન દેવાનું મન થાય પણ ત્યાં કેઈ દાન લેનાર છે? બધા જ દે છે. એમને દાન લેવાની જરૂર કયાં છે? ટૂંકમાં જીવનદીપક બૂઝાતાં પહેલાં જેટલાં બને તેટલા સત્કર્મો કરજે. એ જ તમારી સાથે આવશે. બાકી એક રાની પાઈ પણ સાથે આવવાની નથી. મમતા છોડીને જે આપ્યું હશે તે તમારી સાથે આવીને તમને સુખની બધી સગવડે કરી આપશે. આપણું અપરાજિતકુમાર અને પ્રધાનપુત્ર પણ પરમાનંદ જેવા પવિત્ર આત્માઓ છે. એમને કેવળી ભગવાનના દર્શન થયા. એમની વાણી સાંભળી અને ભગવાનના મુખેથી સાંભળ્યું કે પિતે બાવીસમા તીર્થંકર થવાના છે અને વિમલકુમાર એમનો મુખ્ય ગણધર થશે. તે જાણીને ખૂબ આનંદ થયે. ત્યાં થોડા દિવસ રોકાઈને બંને જણે પિતાનું ભાગ્ય અજમાવવા અને નવા સાહસ ખેડીને જીવનને વિકાસ કરવા માટે આગળ ચાલ્યા. ચાલતા ચાલતા આ બંને જણ જનાનંદ નામના નગરના ઉદ્યાનમાં આવી પહોંચ્યા, આ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy