SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ હિત માટે ફરમાવે છે કે હે આત્માએ ! જે તમારે જલદી ભવસાગર તર હોય તે પાંચ ઈનિદ્રના વિષયને ત્યાગ કરે. કારણ કે અનંતકાળથી વિષયોએ આત્માને ખૂબ હેરાન કર્યા છે અને ઘણું બગાડયું છે. આવું સમજીને જે આત્માઓને આત્મા અને આત્માના ધર્મની ઓળખાણ થાય છે તેને વિષયે અળખામણા લાગે છે. એ વિષયને પિતાના શત્રુ તરીકે દેખે છે. જેને પિતાના શત્રુ માન્યા તેની સાથે પછી કંઈ વ્યવહાર રહે ખરો? તમે કઈ વ્યક્તિને તમારે દુશ્મન માને તે તેના ઉપર પ્રેમ રાખે ખરા? દુશમન કદી વહાલો લાગે? તમે એના ઉપર કદી વિશ્વાસ રાખે ખરા?, “ના” તે જે વિષયે આત્માના દુશ્મન છે તેના પ્રત્યે પ્રેમ કે વિશ્વાસ રખાય ? એ વહાલા લાગે? તે સમજે, વિચાર કરે કે “વિષ થકી વિષયે છે ભંડા, તે તુજને લાગે કેમ રૂડા” - જીવને ભવમાં ભમાડનાર વિષયભોગ છે, એ ભેગરૂપી ભોરીંગને બિલકુલ વિશ્વાસ કરવા જેવું નથી. જે જે પાંચ ઈન્દ્રિયના વિષયમાં રત બને છે તેની બૂરી દશા થાય છે. ઉત્તરાધ્યયન સુત્રના બત્રીસમાં અધ્યયનમાં ભગવંતે પાંચ ઈન્દ્રિયના વિષચેનું વિસ્તૃત વર્ણન કર્યું છે. તેમાં એ વાત પણ સમજાવી છે કે જે આત્માઓની એક ઈન્દ્રિય છૂટી હોય છે તેની કેવી દશા થાય છે. જેવી રીતે પતંગિયાની ચક્ષુઈન્દ્રિય બહુ તેજ હોય છે. એ રૂપ દેખે ને પગલ બને છે. જેમ એક દીવાની પાછળ કેટલા પતંગિયા ફરે છે? એ તમે જુઓ છે ને ? પતંગીયું દી કનું રૂપ જોઈને હરખાય છે. તેની આસપાસ આંટા મારે છે ને અંતે દીપકની તમાં એ ઝંપલાવે તે મરણને શરણ થાય છે. જંગલમાં કઈ શિકારી મધુરી વીણા વગાડે છે ત્યારે શ્રેગ્નેન્દ્રિયના રસીક મૃગલાઓ દૂર દૂરથી ત્યાં દોડતા આવે છે. એ જ્યારે વણના મધુર સૂર સાંભળવામાં લીન બની જાય છે ત્યારે શિકારીએ તેને પકડી લે છે. ભ્રમરને સુગંધ બહુ ગમે છે. સુગંધ લેતે ભ્રમર કમળ ઉપર જઈને બેસે છે. કમળની સુગંધ લેતા એમાં એ આસક્ત બની જાય છે કે કમળ બીડાવાની શરૂઆત થાય છતાં બહાર નીકળતું નથી ને અંતે કમળ બીડાય છે ને ભમરે મરે છે. માછીમાર માછલા પકડવા માટે લેટની ગોળીઓ બનાવીને પાણીમાં નાંખે છે ત્યારે રસેન્દ્રિયમાં આસક્ત બનેલા માછલાઓ લેટની ગોળી ખાવા ઉપર આવે છે એટલે માછી જાળ નાખે છે તેમાં સપડાઈ જાય છે, અને છેવટે તરફડી તરફડીને મરી જાય છે, એવી જ રીતે હાથી સ્પર્શેન્દ્રિયને લુપ હોય છે. ટૂંકમાં મારે તમને એ સમજાવવું છે કે જેની એકેક ઈન્દ્રિય છૂટી હોય છે તેમની આવી દશા થાય છે તે જે માનવીની પાંચે પાંચ દીન્દ્ર છૂટી હશે તેની કેવી દશા થશે ? માટે ઇન્દ્રિય વિજેતા બનવા પ્રયત્ન કરે. વધુ શું કહું ? કેઈ આત્મા એક વખત ત્યાગી બને પણ જે તેને ત્યાગમાં ઇન્દ્રિયને ઘેડે છૂટ થયે તે તેની કેવી દશા થાય
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy