SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ ૨૧૭ કેઈ ગાંડ માણસ કેરેસીનના ડબ્બા લાવીને તેમાં નાંખે તે એ આગ કરી બૂઝાશે ખરી? આગને ઓલવવા કેરોસીનના ડબ્બા જોઈએ કે પાણીના બંબા? આવી રીતે વાસનાની આગને ઓલવવા તમે વિષે રૂપી નવાનવા કેરોસીનના ડબ્બા નાંખ્યા કરશે તે આગ ઓલવાશે કે વધશે? વાસનાની આગને ઓલવવા માટે તે વૈરાગ્ય રૂપ પાણીના બંબા જોઈશે. વૈરાગ્ય પછી જાનમાં ત્યાગ આવશે અને ત્યાગ આવ્યા પછી જીવનની મઝા અલૌકિક હશે ! ભગવાને સિદ્ધાંતમાં જ્યાં જુઓ ત્યાં ત્યાગ અને વૈરાગ્યની વાત કરી છેઆપણે ને મનાથ ભગવાનના પૂર્વભવની વાત ચાલે છે. ભાવિમાં નેમનાથ બનવાવાળા અત્યારે અપરાજિતકુમાર બન્યા છે અને રાજેસતી પ્રીતિમતી બનશે. અપરાજિતકુમાર બાળપણથી જ કેટલા શૂરવીર ને પોપકારી છે, કહ્યું છે ને કે “વિશ્વવ્યાપિ હિનતિ તરણિ બોલપિ કપાંકરે.હજુ સૂર્યને ઉદય થયું નથી તે પહેલાં ઉગતા સૂર્યના કિરણોથી આ જગત ઉપર વ્યાપેલા અંધકારને નાશ થાય છે, તેમ આ અપરાજિતકુમાર હજુ તે કેટલા નાના છે પણ એનામાં ખમીર કેટલું બધું છે! કરૂણા કેટલી બધી છે કે સ્ત્રીના રૂદનને અવાજ સાંભળીને બંને મિત્રે ત્યાં ગયા અને એક સ્ત્રીને બંધનેથી બાંધેલી ઈ. સામે એક પુરૂષ તલવાર લઈને ઉભે હતે. એના પાશમાંથી સ્ત્રીને છોડાવવા માટે નિર્ભયપણે યુદ્ધ કરવા લાગે. વિવિધ પ્રકારે યુદ્ધ કર્યું પણ બેમાંથી એકેયની હાર કે જીત ન થઈ. પેલે માણસ વિદ્યાધર હતો. એટલે વિદ્યાના બળે એણે અપરાજિતકુમાર ઉપર નાગપાશ ફેંકે ત્યારે કુમારે નાગપાશને તેડીને ટુકડે ટુકડા કરી નાંખ્યા. વિદ્યારે તેને હરાવવા માટે બીજી ઘણુ વિદ્યાઓને પ્રવેશ કર્યો, પણ બધા વ્યર્થ ગયા. આ રીતે લડતા લડતા સવાર પડવા આવી. “વિદ્યાધરની સાથે લડાઈ કરતાં અપરાજિત થયેલ વિજય” - અપરાજિતકુમારે લાગ જોઈને વિદ્યાધરના માથામાં તલવાર મારી એટલે વિદ્યાધર બેભાન થઈને પડી ગયું પછી કુમારે બાંધેલી કન્યા તરફ દૃષ્ટિ કરી, તે કુમાર અને વિદ્યાધર લડતા હતા ત્યારે પ્રધાનપુત્રે કન્યાના બંધન કાપી નાંખ્યા હતા. એ બાળા રૂપરૂપને અવતાર હતી જાણે સ્વર્ગમાંથી અપ્સરા જ ન ઉતરી હેય! આ કન્યાને અપરાજિતકુમારને જોતાં તેમના પ્રત્યે નેહ જાયે. કુમારને પણ તેના પ્રત્યે પ્રીતિ જાગી, પણ પેલે વિદ્યાર બેભાન બની ગયેા હતો એટલે દયાળુ રાજકુમાર તેને ખોળામાં લઈને તેને માથે શીતળ, પાણી છૂટવા લાગે. ડી વારે વિદ્યાધરની મૂછ ઉતરી એટલે આંખ ખેલી તે જેણે તલવાર મારી હતી તે જ મેળામાં પોતે સૂતેલે છે, ને માથે પાણીને છંટકાવ કરે છે. આ જોઈને વિદ્યાધરના દિલમાં થયું કે આ કેઈ પવિત્ર પુરૂષ છે. જે મારે દુશમન હોય છે મને બચાવવા ન આવે. વિદ્યારે કુમારને કહ્યું-ભાઈ! તમે તે મહાન પવિત્ર પુરૂષ એમ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy