SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ' ' - શારદા સુવાસ ' એક વખત ગ્રીષ્મ ઋતુ અને વૈશાખ મહિનાના દિવસોમાં સખ્ત ગરમી પડતી હતી. તેવા સમયે એક ગરીબ મહામુશ્કેલીથી આજીવિકા ચલાવનાર એક અંગારક (લાકડા સળગાવીને કોલસા બનાવનાર ) પાણીથી ભરેલી એક મશક લઈને જંગલમાં ગયો. ત્યાં લાકડા વીણને તે સળગાવીને કેલસા પાડવા લાગે. એક બાજુ ગ્રીષ્મકાળની સખ્ત ગરમી અને બીજી બાજુ અગ્નિની ભયંકર ગરમીને કારણે તેને ખૂબ તરસ લાગી. એટલે મથકમાં જે પાણી લાવ્યો હતે તે બધું પી ગયે, પણ તેની તૃષા અંશ માત્ર છીપાઈ નહિ. અત્યંત ગરમીના કારણે તેને મૂછ આવી ગઈ. મૂછગ્રસ્ત અવસ્થામાં પણ એને પાણીની તૃષા સતાવવા, લાગી, એટલે બેભાન અવસ્થામાં મનથી કલ્પના રૂપે તે સરોવર પાસે ગયે ને સરોવરનું બધું પણું પી ગયો. પછી તળાવ પાસે ગયા ને તળાવનું બધું પાણી પી ગયા. પછી નદી કિનારે જઈને નદીનું પાણી પીવા લાગ્યું. તે નદીમાં પાણુ ખલાસ થઈ ગયું. તે પણ એની તૃષા શાંત ન થઈ, ત્યારે તેની દષ્ટિ સાગર તરફ ગઈ, અને એકેક સાગરના પાણી પીવા લાગે. એકેક કરતાં બધા સાગરના પાણી પી ગયો છતાં તેની તૃષા શાંત ન થઈ એટલે તે હતાશ થઈ ગયો, અને પાણી માટે ચારે તરફ જેવા લાગ્યા, ત્યારે એક જુને કૂવે તેની નજરે પડ્યો. તેથી ખુશ થઈને કૂવા તરફ દેડ. કૂવાના કાંઠે જઈને અંદર ડોકીયું કર્યું તે કૂવાનું તળીયું દેખાતું હતું. કૂવાના ઉંડાણમાં એક ખાબોચીયા જેટલું પાણી હતું. એટલે તેણે પિતાનું ફળીયું ઉકેલીને એક છેડેથી કૂવામાં નાંખ્યું. એ પલળી ગયું એટલે ઉપર ખેંચીને તેને નીચવીને જે થોડું પાણી નીકળ્યું તે પીવા લાગે તે પણ તેની તૃષા શાંત ન થઈ કયાંથી થાય? કારણ કે જ્યાં અસંખ્યાતા સમુદ્રના પાણી પીવા છતાં તૃષા શાંત ન થઈ તે નાના બાચીયામાં કપડું પલાળીને નીચવીને પાણી પીવાથી તૃષા શાંત થાય ખરી ? - બેલે, તમારે કેવું સુખ જોઈએ છે?” -હે કુમારે! તમે આ ન્યાયથી સમજે કે અનાદિ કાળથી પરિભ્રમણ કરતાં અનંતી વાર આ જીવને રાજ્યાદિની પ્રાપ્તિ થવા છતાં જીવને તૃપ્તિ ન થઈ એક સામાન્ય રાજ્યાદિ સુખમાં જીવને તૃપ્તિ કેવી રીતે થશે? સંસારનું સુખ એ સાચું સુખ નથી પણ સુખાભાસ રૂપ છે. તે તેને ભોગવવાથી જીવને તૃપ્તિ થાય? ઉલ્ટી અશાંતિની આગ વધતી જાય છે, પણું કર્મોને ક્ષય થયા પછી પ્રાપ્ત થતું જે અવ્યાબાધ સુખ છે તે આત્માના ઘરનું સુખ છે. તે સુખ પ્રગટ થતાં સાચું સુખ અને શાંતિ સ્વયં પ્રાપ્ત થઈ જાય છે. માટે સંસારના સર્વ સંબ, સર્વે પરિગ્રહ, આરંભ સમારંભેને ત્યાગ કરી આત્માના વાસ્તવિક સુખ માટે પ્રયત્ન કરે એ પરમ હિતકર છે. દેવાનુપ્રિયે! જુઓ, ભગવાને અઠ્ઠાણુ કુમારને કેવી સરસ વાત સમજાવી. રાજ્ય સંબંધી કઈ વાત કરી? આવું સાંભળીને તમે જીવનમાં કંઈ અપનાવે. જ્ઞાની કહે છે
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy